
અહેવાલ – રીતેશ પરમાર
મણીનગરમાં મધરાત્રીએ અજાણ્યા બે ઈસમો ગોવિંદભાઈ ટેકરા પાસે આવેલ સુરભી એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ એક ઘરની પાછળની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી ગયા હતા. અને ત્યારબાદ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, લેપટોપ તથા મોબાઈલ સહીતની કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. તે દરમ્યાન ઘરમાં પતિ-પત્ની સુઈ રહેલા હોવા છતાં સાતીર ચોરોએ ખુબજ ચાલાકી સાથે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરફોડ ઈસમો ઘરમાંથી બધું કિંમતી સામાન અને રોકડ રકમ લઈને રફફુ ચક્કર થઈ ગયા સુધી ઘરમાં ગાઢ નિંદ્રામાં સુઈ રહેલ દંપતીને ભનક પણ ના પડી હતી. જયારે ઘરફોડ ઈસમો ચોરી કરી ભાગવા ગયા ત્યારે કોઈ વસ્તુ સાથે અથડાઈ જતા અવાજ આવતા ઘર માલિક ઉઠી ગયા હતા અને ચોર ચોર ની બૂમો પાડી હતી. પરંતુ ઘરફોડી કરનાર ઈસમો જાણે પહેલાથી જ રેકી કરી ગયા હોય એમ ખુબજ ચાલાકી થી ભાગી જવામાં સફળ થયા હતા.
ત્યારબાદ ઘરમાલિક પતિ-પત્નીએ ઘરમાં તપાસ કરીને જોયું હતું કે ઘરફોડ ચોરો સોના ચાંદીના કિંમતી દાગીના, રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓ ચોરી ગયા છે. જેથી તેમણે સમય બગાડ્યા વગર તાત્કાલિક પોલીસ કંટ્રોલ મેસેજ ઉપર કોલ કરી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. મઘરાત્રે મણિનગરમા ઘરફોડ ચોરી થવાના કારણે સ્થાનિક મણિનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. જે ડિવિઝનના ACP શ્રી પ્રદીપ જાડેજા સાહેબને સમગ્ર ઘટના વિશે જાણ થતા તેમણે મણિનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી. ઉનડકટને ઘરફોડ ચોરોને ઝડપી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ઉનડકટે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ શહેરના શાંત વિસ્તાર તરીકે ઓળખાતા મણિનગર પોલીસ મથકના વણઉકલ્યા મિલકતસંબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન =6 રવિ મોહન સૈની તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “જે” ડિવિઝન સાહેબની કડક સૂચનાના અનુંસંધાનમાં મણિનગર પોલીસ સ્ટેશનનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. પી. ઉનડકટ સહીતના સર્વેલંસના માણસો ટેક્નીકલ સર્વેલન્સ અને માનવ સોર્સના માધ્યમથી તપાસમાં હતા. આ દરમિયાન મણિનગર પોલીસના PSI એસ. આઈ. પટેલ અને તેમના સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મણિનગરમાં ગોવિંદવાડી ટેકરા પાસે આવેલ સુરભી એપાર્ટમેન્ટમાં રાત્રીના સમયે થયેલ ઘરફોડ ચોરીને અંજામ આપનારા ઇસમો જયહિંદ ચાર રસ્તા પાસેથી જવાના છે. આ હકીકતના આધારે મણિનગર પોલીસ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન મણિનગર રેલ્વે ક્રોસિંગ બાજુથી બે શંકાસ્પદ ઇસમો આવતા દેખાતા પોલીસ ચોંકન્ની બની હતી અને બન્ને ઈસમોને કોર્ડન કરીને પકડી પાડયા હતા. ઇસમોના નામ પુછતા 1. પ્રકાશ ઉર્ફ પક્કો ચંદુભાઈ દેવીપૂજક ઉં 24, રહે. બળિયાકાકાની ચાલી વિભાગ 1, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે જુના ઢોર બજાર ચાર રસ્તાની પાસે મણિનગર તથા 2. ભરત બચુભાઈ દેવી પૂજક જુના ઢોરબજાર પાસે મણિનગર નાઓના બંને ઈસમોને ઝડપી પાડી સફળતા મેળવી હતી.
સોના ચાંદીના દાગીના રોકડ રકમ અને તમામ ચીજ વસ્તુઓ પાછી મળી જતા ફરિયાદી પતિ-પત્નીએ ACP જાડેજાનો આભાર પ્રકટ કર્યો…

ફરિયાદી જીઓ કંપનીમાં સામાન્ય નોકરિયાત હોય, તેઓના ઘરમાં માતબર રકમની ઘરફોડ ચોરી થતાં, ફરિયાદી તથા તેમની પત્ની ખૂબ જ ચિંતિત થઈ ગયેલ હતા. એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તેઓના ઘરની વિજીટ કરવામાં આવી ત્યારે, ફરિયાદી ની પત્નીએ પોતાના કુટુંબની જીવનભર ની કમાઈ હોવાનું જણાવી, રડવા લાગેલ હતી. તેઓને સાંત્વના આપી, પોલીસ દ્વારા મહેનત કરીને ગુન્હો શોધી, આરોપીઓ પકડી, સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ પરત લાવવા માટે ખાત્રી આપેલ હતી…
સંજોગોવસાત મણિનગર પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા સાથે યોગ્ય દિશાની મહેનત કરવામાં આવતા, ગણતરીના કલાકોમાં જ આ ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓની ધરપકડ કરી, ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પરત લાવી આપતા, પતિ પત્ની પોતાનું માતબર રકમનું સોનું પરત આવતા, ખૂબ જ ખુશ થયા હતા અને મણિનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી, પોતાના સોના ચાંદીના દાગીના જોઈને હર્ષભેર મણિનગર પોલીસ તથા એસિપીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો….
પોલીસ દ્વારા પણ ફરિયાદીને વધુ મદદ કરી, ગુજરાત સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને સામેથી નામદાર કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અરજી કરાવી, ફરિયાદીને તાત્કાલિક મુદ્દામાલ પરત મળી જાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ હતા.
મણિનગર પોલીસે સરાહનીય કામગીરી કરી માત્ર 2 કલાકમાં ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા…
મણિનગર પોલીસે ઘરફોડ ચોરી થયાને માત્ર 2 કલાકની અંદરજ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ અને જુદા જુદા વિસ્તારો કોર્ડન કરી ઘરફોડ ચોરોને ઝડપી પાડી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓની અંગ ઝડતી લેતા તેમની પાસેથી આશરે 8,69,496 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં સોના ચાંદીના દાગીના કિંમત 8,42,996 તથા મોબાઈલ નં 1 કિંમત 10,000 રોકડ રકમ 15000 અને એક લેપટોપની બેગ કિંમત 15000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીઓ રીઢા ગુનેગાર…..જાણો ક્યાં ક્યાં આચર્યા છે ગુનાઓ






Total Users : 25
Total views : 93
Who's Online : 0