Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત /ઓહહ નકલી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જોજો ક્યાંક તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને…

સુરત /ઓહહ નકલી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જોજો ક્યાંક તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને…

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11438
Who's Online : 0

સુરત /ઓહહ નકલી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જોજો ક્યાંક તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને…

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી નકલી નોટોનું એક એક કૌભાંડ બહાર આવ્યું છે. પચરંગી શહેર સુરતમાંથી તમામ પ્રકારના ગોરખધંધા સામે આવતા હોય છે. તેમાં ઉમેરણ કરતો એક કિસ્સો છે નકલી નોટ(Fake notes) છાપી બજારમાં ચલણી તરીકે વટાવવાનો. સુરતના પલસાણા(Palsana)માં નકલી ચલણી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.

કોરોના કાળ બાદ આર્થિક મંદીનો માર જીરવતા એક શખ્સને દીપાવલીના તહેવારોમાં કમાઈ લેવાનો તુક્કો સુઝ્યો.
સુરતના પલસાણા વિસ્તારના દસ્તાન ગામે એક રહેણાક મકાનમાં તેણે નકલી નોટ છાપવાનો ગોરખધંધો શરુ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા એક બાતમીના આધારે શિવસાગર રેસિડેન્સીના મકાનમાં છાપો મારી નકલી ચલણી નોટ અને સાહિત્ય સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા 500ના દરની 398 નોટ કબજે કરવા સાથે કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા આ શખ્સની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને નવરાત્રીના તહેવારમાં તેણે કેટલી નોટ છાપી અને બજારમાં ચલણમાં મુકવા માટે કોણે કોણે આપી છે તે અંગે પણ પૂછપરછ ચાલુ કરવામાં આવી છે.


સુરત /ઓહહ નકલી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જોજો ક્યાંક તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને…

Related posts

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓને બઢતી, રાજકોટ જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મિણા દ્વારા 15 જવાનોને પ્રમોશન અપાયું

Ritesh Parmar

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું સમગ્ર ગુજરાતને રાજકોટ પોલીસ ઉપર ગર્વ! ગુજરાતની બોર્ડરમાં આવતા ધ્રૂજે છે ગુનેગારો, રાજકોટ પોલીસ સતર્ક, સમર્થ, અને સશકત: ગૃહમંત્રી હર્ષ સંઘવી

Ritesh Parmar

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાયેલ RTI માં ચોકાવનારી માહિતી સામે આવી!સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓમાં અ..ધ્ધ..ધ ૧૬૫૦ જગ્યાઓ ખાલી,વિકાસના કામોને પડી રહી છે પ્રતિકૂળ અસરો

Ritesh Parmar

Leave a Comment