અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી કે જે સ્વભાવે સરળ અને પોતાની ફરજ પ્રત્યે હંમેશા પ્રામાણિકતા દાખવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચનાભાઈ સોલંકીનું હાર્ટ-એટેકના કારણે ગઈ તારીખ 27-04-2024 ના રોજ અકાળે અવસાન થયું હતું. ખુબજ નાની વયમાં અવસાન થતાં મૃતક પોલીસકર્મીના પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. વૃદ્ધ પિતાની આંખોમાં પોતાના જવાન જોધ દીકરાને ખોઈ દેવાનું દુઃખ અને ખુબજ ઓછી ઉંમરની અવસ્થામાં જ પોલીસકર્મીની પત્ની વિધવા બનતા પોલીસ પરિવાર ઉપર આભ ટુટી પડ્યું હતું. મૃતક પોલીસકર્મી અરવિંદભાઈના ત્રણ વર્ષના માસુમ બાળકના જીવવનું ઘડતર કેવી રીતે થશે તેની ચિંતા પરિવારને સતાવી રહી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ઝોન -5 ના ઝાંબાઝ અને નીડર ડિસિપી શ્રી બળદેવભાઈ દેસાઈએ મૃતક પોલીસકર્મી અરવિંદભાઈ સોલંકીના પરિવારને દરેક રીતે મદદ કરવાનું નક્કી કર્યું હતું. અને પોલીસ સ્ટાફને સૂચન કર્યું હતું
જુઓ વિડીયો….
જે સંદર્ભમાં ખોખરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. કે. રબારી દ્વારા પોતાના સ્ટાફ સહીત મૃતકના પરિવારને સાચવી લેવા હર સંભવ સારી આર્થિક મદદ કરવાની જવાબદારી હાથ લીધી હતી. ઝોન -5 ડિસિપી બળદેવ દેસાઈના માર્ગદર્શન અને સૂચના અનુસાર તેમના તાબા હેઠળ લગતા પોલીસ સ્ટેશન અને જેમાં ખાસ કરીને ખોખરા પોલીસ સ્ટેશનમાં થી વધુ પોલીસ કર્મચારીઓએ સાથે મળી કુલ 7,25000 જેટલી રકમ એકત્ર કરી મૃતક પોલીસકર્મી અરવિંદભાઈ સોલંકીના પરિવારને આર્થિક રીતે મદદ કરી માનવતા મહેકાવી હતી. ઝોન -5 બળદેવભાઈ દેસાઈ અને ખોખરાના પીઆઈ નાગજીભાઈ રબારી સ્વ. અરવિંદભાઈના ઘરે જઈ તેમના પત્ની તેમજ તેમના પિતાજીના હાથો હાથ 7,25000 ની રોકડ રકમ આપી પરિવારને મુશ્કેલીમાં થી બહાર કાઢવાનો ઉત્તમ અને ઉમદા કાર્ય કર્યો હતો.
પીઆઈ એન. કે. રબારી દ્વારા મૃતક પોલીસના ત્રણ વર્ષના દીકરાની સ્કૂલમાં અડધી ફી કરાવી….
સાથો સાથ ખોખરા પોલીસ સ્ટેશનના ઉદાર અને દરિયાદીલ વ્યક્તિત્વ ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન. કે. રબારી દ્વારા મૃતક પોલીસ અરવિંદભાઈના ત્રણ વર્ષના માસુમ બાળકના ભણતર અને ઘડતરની ચિંતા વ્યક્ત કરી હતી. પીઆઈ રબારી એ ખોખરામાં આવેલ સોમનાથ સ્કૂલમાં ટ્રસ્ટીઓ સાથે વાત કરી મૃતક પોલીસકર્મીના ત્રણ વર્ષના બાળકને ધોરણ 12 સુધી અડધી ફી કરાવી આપી છે. અને એ ફી ભરવાની સમગ્ર જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે રબારી એ પોતે લીધી છે. તે સિવાય તેમના પરિવારને કઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તે આપવા માટે પણ તેઓ એ બાહેંધરી લીધી હતી.
અકસ્માતમાં પોલીસકર્મીનું હાથ ફ્રેક્ચર થતાં ખોખરા પીઆઈ પોલીસ સ્ટાફ સાથે દોડ્યા હતા
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ ખોખરા પોલીસ સ્ટેશનનો એક પોલીસ કર્મચારી અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતની ઘટનામાં પોલીસકર્મીના એક હાથમાં ગંભીર ઈજા થતાં ફ્રેક્ચર થયું હતું. આ ઘટનામાં પણ ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન. કે. રબારી તાત્કાલિક પોલીસકર્મીના ઘરે પહોંચી જઈ માનવીય અભિગમ અપનાવ્યો હતો. તેમજ હર સંભવ મદદ કરી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી હતી.