Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાયેલ RTI માં ચોકાવનારી માહિતી સામે આવી!સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓમાં અ..ધ્ધ..ધ ૧૬૫૦ જગ્યાઓ ખાલી,વિકાસના કામોને પડી રહી છે પ્રતિકૂળ અસરો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાયેલ RTI માં ચોકાવનારી માહિતી સામે આવી!સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓમાં અ..ધ્ધ..ધ ૧૬૫૦ જગ્યાઓ ખાલી,વિકાસના કામોને પડી રહી છે પ્રતિકૂળ અસરો

Our Visitor

003003
Total Users : 3003
Total views : 3680
Who's Online : 0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાયેલ RTI માં ચોકાવનારી માહિતી સામે આવી!સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓમાં અ..ધ્ધ..ધ ૧૬૫૦ જગ્યાઓ ખાલી,વિકાસના કામોને પડી રહી છે પ્રતિકૂળ અસરો

 
સરકારી કચેરીઓમાં મંજુર થયેલા મહેકમની સામે વખતોવખત નવા કર્મચારીઓની ભરતી ન કરવામાં આવતા સુરત જિલ્લા પંચાયત અને તેને સંલગ્ન નવ તાલુકા પંચાયતની વિવિધ શાખાઓની કચેરીઓ માં ટેબલો ઉપર ધૂળ જામી જવા લાગી છે. ગુજરાતમાં આર્થિક પાટનગર મનાતા સુરતમાં સરકાર દ્વારા નિવૃત થતા કર્મચારીઓ સામે જરૂરિયાત મુજબની વિવિધ શાખાઓમાં નવી ભરતી કરવામાં ન આવતા,તેની અસર સુરત જિલ્લાનાં વિકાસ કામો ઉપર પડી રહી છે. કર્મચારીઓની મોટી ઘટને કારણે દિન પ્રતિદિન વધતા જતા કામના ભારણ સામે સરકાર આઉટ સોર્સ કર્મચારીઓથી ગાડુ ગબડાવી રહી છે.પરિણામે સુરત જિલ્લામાં વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા માટે આગામી દિવસોમાં ચિંતા નો વિષય સાબિત થાય તેમ છે.
 
ઉત્સવોની સતત ઉજવણી પાછળ પ્રજાના નાણાનો કરોડો રૂપિયાનો વ્યય કરી નાણાં વેડફતી સરકાર કર્મચારીઓની નવી ભરતી કરતી કેમ કરતી નથી ? સરકાર તરફથી નવી ભરતી  ન કરવાના કારણે રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા પણ વીજળીક વેગે વધારો થઈ રહયો છે.
 
આ અંગે વધુ વિગતો મુજબ સરકાર અને શાસનમાં બેઠેલા તંત્ર વાહકો ડબલ એન્જિનની સરકારના નામે તાબોટા પાડી રાજ્યના પ્રજાજનોની મૂળભૂત સમસ્યાઓથી અન્યત્ર ધ્યાન કેન્દ્રિત કરવા ની જગ્યાએ સતત ઉત્સવોની ઉજવણી કરવામાં મસ્ત છે. ઉત્સવોની ઉજવણી પાછળ સરકારી તંત્રનો ઉપયોગ કરીને બેફામ ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે .
 
 સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી દર્શનભાઈ નાયક  દ્વારા જિલ્લા પંચાયતમાંથી માંગેલી વિગતોમાં ચોકાવનારી માહિતી બહાર આવી રહી છે .
 
મળેલ માહિતી મુજબ  જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં
નાયબ ચીટનીશ ૯,
સિનિયર ક્લાર્ક ૪૦,
ડ્રાઇવર ૧૪,
પટાવાળા ૧૪,
નાયબ હિસાબનીશ ૨,
સિનિયર ક્લાર્ક (હિસાબી) ૧૧,
જુનિયર ક્લાર્ક (હિસાબી) ૧૩,
 જિલ્લા આંકડા અધિકારી ૧,
સંશોધન અધિકારી ૨,
વિસ્તરણ અધિકારી ખેતી ૧,
કાર્યપાલક ઇજનેર ૧,
હિસાબી અધિકારી શિક્ષણ ૧,
વહીવટી અધિકારી ૧,
 કયું એમ સી.(આરસીએસઓ)૧,
ડી આઈ સી ઓ ૧,
શાળા આરોગ્ય નિરીક્ષક ૧,
શાળા આરોગ્ય મદદનીશ ૧,
 બી આઈ સી ઓ ૧,
સેનેટરી ઇન્સ્પેક્ટર ૧,
 પી એચ એન ૨,
 જિલ્લા આયુર્વેદ અધિકારી ૧,
મદદનીશ મેલેરિયા અધિકારી ૧,
 મેલેરિયા ટેકનીશીયન ૨૦,
સુપરિયર ફિલ્ડ વર્કર ૨,
 ફિલ્ડ વર્કર ૨ જગ્યાઓ ખાલી છે,
જેને લઈને કર્મચારીઓની હાલત તો ખૂબ જ કફોડી જોવા મળી રહી છે મોટાભાગની જગાઓ ખાલી હોવાના કારણે કર્મચારીઓના માથે કામનું ભારણ રહેતા અરજદારોના કામો સતત ટલ્લે ચડી રહ્યા છે.
 
આ ઉપરાંત જિલ્લા પંચાયતના નવ તાલુકાઓ માં પણ આવી જ હાલત છે.ગ્રામ્ય વિસ્તારની પ્રજાના કામો માટે સીધા સંપર્કના તલાટીના મંજૂર મહેકમ સામે ૧૩૦ જેટલા તલાટી ક્રમ મંત્રીઓનું વર્ણ ભરાયેલ મહેકમ છે. એક એક તલાટીને બબ્બે ત્રણ ત્રણ ગામોનો ચાર્જ સોંપવામાં આવતા તલાટી ક્રમ મંત્રીઓ સમયસર પ્રતિદિન ગ્રામ પંચાયતમાં હાજરી આપી શકતા નથી અને અરજદારના કામો મોડા થતાં પ્રજાના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.એ જ રીતે તાલુકા લેવલે પટાવાળાઓ ની ૧૨૯
જગ્યાગ્રામ સેવકો (ખેતી) ૧૦૭
વર્ક આસિસ્ટન્ટ ૩૬,
સિનિયર ક્લાર્ક ૨૦,
જુનિયર ક્લાર્ક વહીવટી ૯૯
 ડ્રાઇવર  ૫૨
 વિસ્તરણ અધિકારી પંચાયત ૧૨,
નાયબ તાલુકા વિકાસ અધિકારી ૧,
કોટવાલ ૨૦,
નાયબ હિસાબનીશ ૧૧,
સિનિયર ક્લાર્ક હિસાબી ૯,
જુનિયર ક્લાર્ક હિસાબી ૯,
આંકડા મદદનીશ ૨,
વિસ્તરણ અધિકારી ખેતી ૫,
મદદનીશ ખેતી નિયામક (વર્ગ-૨) ૧,
 નાયબ કાર્યપાલક ઇજનેર ૨,
 મદદનીશ કાર્યપાલક ઇજનેર ૯,
 અધિક મદદનીશ ઇજનેર ૩,
ટ્રેસર ૫,
 ડ્રાફ્ટ મેન ૪,
પશુ ચિકિત્સક ૧૨,
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ૫,
કેળવણી નિરીક્ષક ૩૫
પ્રાથમિક શિક્ષકો ની ૪૪૩ જગ્યાઓ ખાલી છે.
 
આમ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મળીને ૧,૬૫૦ કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે
 
સમગ્ર સુરત જિલ્લાનાં વિકાસનો મુખ્ય આધાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કચેરીઓ પર આધારિત રહેતો હોય છે, ત્યારે વિકાસના હાર્દ સમી જિલ્લા પંચાયતમાં મોટાભાગનું મહેકમ વણ ભરાયેલું છે .જિલ્લાની પ્રજાની મૂળભૂત સમસ્યાઓથી ધ્યાન અન્યત્ર કેન્દ્રિત કરવા ઉત્સવોની સતત ઉજવણીમાં મસ્ત સરકારના શાસનમાં પ્રજાના નાણા નો બેફામ વ્યય થઈ રહ્યો છે. અધૂરામાં  કર્મચારીઓની મોટી ઘટ છતાં કાર્યક્રમોની વ્યવસ્થા ની જવાબદારી અધિકારીઓના શિરે નાખી દેવાતા કામના ભારણથી કર્મચારીઓમાં પણ રોષ સમાયેલો છે. બીજી તરફ મહેકામના અભાવે જિલ્લાના વિકાસ કામોને પ્રતિકૂળ અસરો પડી રહી છે .રાજ્ય સરકાર કાયમી કર્મચારીઓની ભરતી કરવાની બદલે આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી માટે પોતાના માનીતાઓને કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર કરવા માટેના દરવાજા ખોલી આપ્યો હોય એવું લાગી રહ્યું છે.છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારનું વહીવટી તંત્ર ઓત પ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, અને આઉટ સોર્સિંગની પ્રથામાં વ્યસ્ત હોય,આ પદ્ધતિથી કર્મચારીઓના કાર્યની અસરકારકતા પર ફેર પડી રહ્યો છે .આ પ્રથાને સમુળગી દૂર કરી કર્મચારીઓની કાયમી ભરતી કરવામાં આવે તો રાજ્યમાં શિક્ષિત બેરોજગારોને ન્યાય મળી શકે તેમ છે.
 
આતે શિક્ષણ કે મજાક: જિલ્લામાં પ્રાથમિક ૪૪૩ શિક્ષકોની ઘટ!
 
આવી જ હાલત જિલ્લામાં શિક્ષણની છે.જેના લીધે શિક્ષણ પર માઠી અસર પહોંચી રહી છે.સરકાર દર વર્ષે શિક્ષણની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે,પરંતુ શિક્ષકોની ઘટ પુરવા માટે કોઈ નકકર આયોજનો થતા નથી અને શિક્ષકોની ઘટ પુરવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણુક કરવામાં આવે છે, પરંતુ બીજા સત્ર પછી જો ખાલી જગ્યા પડી હોય તો આવી શાળાઓમાં પ્રવાસી શિક્ષકો મુકાતા નથી.અમુક કિસ્સાઓમાં એક શિક્ષકને એકથી વધુ બાળકોને ભણાવવા પડે છે.શિક્ષકને શાળામાં ભણાવવા ઉપરાંત અન્ય વિવિધ વહીવટી તેમજ અન્ય અનુસાંગિક કામગીરી પણ કરવાની હોય છે.પૂરતા મહેકમના અભાવે દેશના ભાવિ નાગરિક સમાન ભૂલકાઓના શિક્ષણનો પાયો કાચો રહે છે અને સરકારના પ્રાથમિક શિક્ષણ ને પ્રોત્સાહનની વાત માત્ર કાગળ ઉપર રહી હોય તેવું લાગી રહ્યું છે.કાયમી નિરાકરણ રૂપે જિલ્લામાં લાયકાત વાળા શિક્ષકોની ક્યારે ભરતી કરાશે તેની વિદ્યા સહાયકો રાહમાં છે.
 
સરકાર ને વિનંતી છે કે સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ખાલી પડેલ જગ્યાઓ તત્કાલ ભરવામાં આવે જેથી બેરોજગાર યુવાનોને નોકરી મળી શકે તથા સુરત જિલ્લાનાં નાગરિકોના વહીવટી કામો સરળતાથી સમયમર્યાદામાં થઈ શકે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાયેલ RTI માં ચોકાવનારી માહિતી સામે આવી!સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની કચેરીઓમાં અ..ધ્ધ..ધ ૧૬૫૦ જગ્યાઓ ખાલી,વિકાસના કામોને પડી રહી છે પ્રતિકૂળ અસરો

Related posts

ગુજરાત પ્રદેશ ભાંતુ વિકાસ પરિષદ દ્વારા ભાંતુ વિમુક્તિ દિવસની ઉજવણી કરાઈ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, IAS IPS અને અન્ય ઉચ્ચ હોદ્દા માટે આકરી મહેનત કરવા વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત, સમાજને જાગૃત થવાની જરૂર : આગેવાનો એ સંકલ્પ લેવડાવ્યો

Phone: 9998685264.

સુરત / 155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી, વિશાળ જનમેદની ઉમટી પડી,
જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દર્શન નાયક

Phone: 9998685264.

સુરત પોલીસઃ સુરત પોલીસનો મહત્વનો નિર્ણય, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ

Phone: 9998685264.

Leave a Comment