Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને રાજકોટ SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી

અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને રાજકોટ SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી

Our Visitor

561030
Total Users : 561030
Total views : 562401

અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને રાજકોટ SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી

અહેવાલ – રીતેશ પરમાર

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીકથી એસઓજીએ દબોચી

સપ્લાયર તરીકે અમદાવાદની મહિલાનું નામ ખૂલ્યું, અગાઉ ત્રણથી ચાર ખેપમાં રાજકોટ ડ્રગ્સ સપ્લાય કરી ગઇ હતી

રાજકોટ : અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા સતેજ હોમ્સમાં બ્લોક નં. સી-૧૮માં રહેતી અને ઘરમાંથી જ બ્યુટી પાર્લરનું કામ કરતી શ્વેતા શાંતિલાલ ઠક્કર (ઉ.વ.૨૭)ને રાજકોટ એસઓજીએ ૫૮.૯૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઇ તપાસ આગળ ધપાવી છે.શ્વેતા રાજકોટમાં મેફેડ્રોન સપ્લાય કરવા આવી હતી. પરંતુ તે પહેલા એસઓજીની ઝપટે ચડી ગઇ હતી.

એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાએ મળેલી બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ગામ જવાના જૂના રસ્તા પાસે અને એરપોર્ટ પોલીસની ચેકપોસ્ટ નજીક ઉભેલી શ્વેતાને અટકાવી તેની પાસે રહેલા લીલા કલરના પર્સની તલાશી લેતા અંદરથી ૫૮.૯૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

એસઓજીએ તેની કિંમત રૃા. ૫.૮૯ લાખ ગણી હતી. બે મોબાઈલ ફોન, પોકેટ વજન કાંટો, રૃા. ૫૦૦ રોકડા, પાન કાર્ડ વગેરે મળી કુલ રૃા. ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે શ્વેતા અગાઉ ત્રણથી ચાર વખત રાજકોટમાં ડ્રગ્સ સપ્લાય કરી ગઇ હતી. જેને કારણે તે ઘણા સમયથી રડારમાં હતી. આખરે આજે ઝપટે ચડી ગઇ હતી.

સપ્લાયર તરીકે અમદાવાદની જ એક મહિલાનું નામ ખૂલ્યું છે. જે પણ ટૂંક સમયમાં પકડાઇ જાય તેવી શક્યતા છે. શ્વેતાના માતા-પિતા હયાત નથી.તેના લગ્ન થઇ ગયા છે. પરંતુ બાદમાં છૂટાછેડા થઇ ગયા હતા. સંતાનમાં એક પુત્ર છે જે તેના પતિ સાથે રહે છે. અગાઉ શ્વેતા રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ભાડે રહી ચૂકી છે. જેને કારણે રાજકોટથી પરિચિત હતી. તે પોતે પણ માદક પદાર્થોની બંધાણી છે.

જો કે તેણે એવી સ્ટોરી જણાવી છે કે તેના નાનાને ફ્રેક્ચર આવ્યું હોવાથી દવાખાનાનો ખર્ચ કાઢવા માટે ડ્રગ્સની ખેપ મારવા આવી હતી. પરંતુ તેની આ સ્ટોરી એસઓજીને ગળે ઉતરી નથી. તે પોતાના મોજશોખ પૂરા કરવા અને ખર્ચા કાઢવા માટે જ ડ્રગ્સની પેડલર બની ગયાનું એસઓજીને જણાઇ રહ્યું છે.

આ અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. જેનો સ્ટાફ હવે આગળની તપાસ કરશે. આજે શ્વેતા ખાનગી વાહનમાં અમદાવાદથી રાજકોટ આવવા નીકળી હતી. બામણબોર પાસે ઉતરી બીજા કોઇ વાહનમાં રાજકોટ ડ્રગ્સ સપ્લાય કરવા આવવાની હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને રાજકોટ SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી

Related posts

વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ

Phone: 9998685264.

ગુજરાતના પવિત્રધામ ડાકોરમાં આજે આમલકી એકાદશી! સુવર્ણ પાલખીમાં ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે

Phone: 9998685264.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી માટે શરુ કરાયેલ i khedut portal નું સર્વર ડાઉન! ખેડૂતોમાં નિરાશા ફેલાઈ, સરકાર ટેક્નિકલ ખામી દૂર કરી ખેડૂતોને સબસીડીનો લાભ અપાવે: દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment