
આજ રોજ માંડવી તાલુકાના માંડવી સુગરના સભાસસદ આગેવાનોની મિટિંગ અરેઠ ગામે કરવામાં આવેલ હતી. તેમાં સરકારે ૨૬૦ કરોડ રૂપિયાની સુગર ફક્ત ૩૬ કરોડમાં વેચી દેતા અને સભાસદોને આ કારણે પાયમાલ થતાં આજથી લડતના મંડાણ શરૂ થયા છે.
આ બેઠકમાં કાંતિભાઈ પટેલે બોલતા જણાવાયું હતું કે આ માંડવી સુગર આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન છે. આમા પક્ષા પક્ષીઓ ભૂલી જઇ ખેડૂતનું કયા ભલું થાય એ જોવાની જરૂર છે,અને આ સુગર પાછી સભાસદો પાસે આવે એના માટે કાયદાકીય લડત માટે હાઇકકોર્ટ ,સુપ્રીમ કોર્ટ જવું પડે તો સભાસદો ખચકાવવાના નથી . આ સુગર અમે જવા દઇસુ નહીં.
જ્યારે સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયકે જણાવ્યું કે સહકારી સુગર ફેક્ટરીઓ નાં સાચા માલિકો ખેડૂત સભાસદો છે. બોર્ડ ને તો ફક્ત વહીવટ કરવા માટે જ મુકાયા હતા . જો વેચવાની બાબત આવે તો સરકારે સુગરના સભાસદોની જનરલ મિટિંગ બોલાવવી પડે અને સભાસદો નક્કી કરે ત્યારે બાદ જ નિર્ણય નક્કી કરવામાં આવે . ભારતીય જનતા પાર્ટી ની સરકાર પર બધી સહકારી સંસ્થાઓ પર પોતાના પક્ષના જ કાર્યકરોને મેન્ડેટ આપી વહીવટમાં બેસાડે છે તેમની અણઆવડત ને કારણે સહકારી માળખું તૂટી ગયું છે. આ આદિવાસી વિસ્તાર વર્ષોથી સહકારી માળખાઓ રોજગારી આપી રહ્યા છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી એનું નાશ કરવા જઇ રહ્યું છે. જે સુમુલ ડેરીમાં દૂધ જાય છે તેમાં સિહ ફાળો આદિવાસી સમાજનો છે,સહકારી આગેવાનો સારા નિષ્ઠાવાન હોય તો સહકારી સંસ્થા સારી રીતે ચાલે . યુ . પી. એ. ની મનમોહન સિંહજીની સરકારમા સહકારી સંસ્થાઓને કરોડો રૂપિયાની સહાય કરવામાં આવતી હતી. જો ભાજપ સરકાર વ્યારા અને કાંઠા સુગરને પેકેજ આપી શકે તો માંડવી સુગર ને કેમ નહીં ? માંડવી સુગર માટે પણ સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ અને સહકારી ધિરાણે ફરી શરૂ કરવી જોઈએ. આ માટે છોટે સરદારના નામ થી જાણીતા સહકારી આગેવાન ચૂપ થઈ ને કેમ બેઠા છે ? એ પણ સમજ પડતી નથી . છોટા સરદાર નું બિરુદ મળ્યું છે તો સરદાર જેવુ કામ કરો . ખેડૂતોને સાથે રાખી સહકારી માળખું બચાવવા આજ થી બધા ખેડૂત આગેવાનોએ લડતના મંડાળ કરી દીધા છે. હવે કલેકટર ,જીલ્લા રજિસ્ટ્રાર ,સરકાર અને પછી સુગરના ગેટ પર આંદોલન અને આવેદન પત્ર પણ આપશે અને સાથે કાયદાકીય લડત પણ આપવા ખેડૂતો જઇ રહ્યા છે.
આ પ્રસંગે સહકારી આગેવાન દર્શનભાઈ નાયક , કાંતિભાઈ પટેલ ,શંકભાઈ ચોધારી ,સુરેશભાઇ ચોધારી ,કમલેશભાઈ ચોધરી ,જીમી ગામીત ,ફારૂક ભાઈ ,ધીરુભાઈ ,વજીરભાઈ, દિલીપભાઇ મહિદા, કોસંબા થી અંદાજભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.