Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

શરમજનક /અમદાવાદની કોલેજમાં ગરબાની રમઝટ વચ્ચે દારૂની મહેફિલ પકડાઈ! સરખેજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી

શરમજનક /અમદાવાદની કોલેજમાં ગરબાની રમઝટ વચ્ચે દારૂની મહેફિલ પકડાઈ! સરખેજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી

Our Visitor

562927
Total Users : 562927
Total views : 564645

શરમજનક /અમદાવાદની કોલેજમાં ગરબાની રમઝટ વચ્ચે દારૂની મહેફિલ પકડાઈ! સરખેજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી

અહેવાલ -રીતેશ પરમાર

અમદાવાદના સરખેજમાં એલ.જે કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ ઝડપાઇ હતી, જેમાં નવરાત્રી આયોજન બાબતે પોલીસ સુરક્ષાની સૂચના આપવા કોલેજ કેમ્પસમાં પહોંચી તો ગરબાની રમઝટ વચ્ચે સિક્યુરિટી ગાર્ડ દારૂની મહેફિલ માણી રહ્યા હતા જે બાદ પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે દારૂની મહેફિલનો ગુનો નોંધી સિક્યુરિટી ઇન્ચાર્જ સહિત 5 આરોપીની કરી ધરપકડ છે.

પોલીસ કસ્ટડીમાં લીધેલા આરોપીઓ નીતેષસિંગ રાજપુત, બાબુસિંગ રાજપુત, ઉપેન્દ્રસિંગ યાદવ, સોનુસિંગ રાજપુત અને ગોવિંદસિંહ રાજપુતની દારૂની મહેફિલ માણતા સરખેજ પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાના મંદિરમાં દારૂની મેહફીલ માણી રહેલા આરોપીઓને લઈને સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.

Couple performing dandiya and dancing garba

સમગ્ર ધટનાની વાત કરીએ તો સરખેજમાં આવેલી એલ.જે કોલેજના કેમ્પસમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી સરખેજ પોલીસ સુરક્ષાની ચેકીંગ લઈને કોલેજનાં કેમ્પસ પહોંચી હતી અને સિક્યુરિટી ગાર્ડના રૂમમાં સૂચના આપવા માટે પોલીસ પ્રવેશ કર્યો, ત્યારે દારૂની મેહફીલ માણતા આરોપીઓ પકડ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ પોલીસે જપ્ત કરીને દારૂની મેહફીલનો ગુનો નોંધ્યો છે. દારૂની મેહફીલ માણતા આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જેમાં કોલેજના સિક્યુરીટીનાં ઇન્ચાર્જ નિતેશસિંગ રાજપૂતે દારૂની મેહફીલનું આયોજન કર્યું હતું અને અન્ય સિક્યુરિટી ગાર્ડ મિત્રોને બોલાવ્યા હતા. આ દારૂ આરોપી ક્યાંથી લાવ્યા હતા અને દારૂની મેહફીલમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓ અગાઉ કેટલી વાર દારૂની પાર્ટી કરી છે જેને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શરમજનક /અમદાવાદની કોલેજમાં ગરબાની રમઝટ વચ્ચે દારૂની મહેફિલ પકડાઈ! સરખેજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી

Related posts

તીસ્તા સેતલવાડની અરજી પર રાત્રે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, વચગાળાના જામીન અપાયા: સવારે ગુજરાત હાઇકોર્ટે રદ કરી હતી નિયમિત જામીન અરજી

Phone: 9998685264.

ખૂબ જ દુઃખદ ઘટના! રાજકોટમાં 3 વર્ષનો માસૂમ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત

Phone: 9998685264.

અમદાવાદ/સસરા અને જેઠ દ્વારા પરિણીતાની છાતી -પેટ ઉપર જબરદસ્તી હાથ ફેરવતા વટવા gidc માં ફરીયાદ નોંધાઈ

Phone: 9998685264.

Leave a Comment