
અહેવાલ – રીતેશ પરમાર
એક ચોંકવનારી ઘટનામાં એક 10 વર્ષીય છોકરાએ તેમની માતાને ક્રિકેટ બેટથી હુમલા કરી નાખ્યો. આ ઘટના ત્યારે બની જ્યારે માતાએ તેના પુત્રને તેના મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો અને ગુસ્સામાં તેના ગાલ પર થપ્પડ મારી દીધી.
આ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠપકો સાંભળીને ગુસ્સે થયેલા છોકરાએ તરત જ તેના રૂમમાંથી બેટ લાવીને તેની માતાના માથા પર હુમલો કર્યો. હુમલા પછી, છોકરાએ તેની માતાની સ્થિતિની પરવા કર્યા વિના ફરીથી તેનો મોબાઈલ ઉપાડ્યો અને તેને જોવામાં વ્યસ્ત થઈ ગયો. દરમિયાન તેની માતા ગંભીર રીતે ઘાયલ અને બેભાન રહી ગઈ હતી.
ઘટનાના થોડા સમય બાદ ઘરના અન્ય સભ્યોએ મહિલાને જોઈ અને તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરી. હાલ મહિલાની હાલત નાજુક છે અને ડોકટરો તેનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. છોકરાની ઉંમર માત્ર 10 વર્ષ હોવાનું કહેવાય છે, જે આ ઘટનાને વધુ ચિંતાજનક બનાવે છે.
આ ઘટના મોબાઇલ અને ડિજિટલ ઉપકરણોના વધુ પડતા ઉપયોગથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે તેવી ખતરનાક અસરો પર પ્રકાશ પાડે છે.