Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઓઢવ ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી! ટ્રાફિક પોલીસે વાહનચાલક સાથે કર્યું અસભ્ય વર્તન, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ

ઓઢવ ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી! ટ્રાફિક પોલીસે વાહનચાલક સાથે કર્યું અસભ્ય વર્તન, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ

Our Visitor

013172
Total Users : 13172
Total views : 15421
Who's Online : 0

ઓઢવ ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી! ટ્રાફિક પોલીસે વાહનચાલક સાથે કર્યું અસભ્ય વર્તન, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ

એક બાજૂ જનતા પાસે હાલ કમાણીના કોઈ અવસરો દેખાતા નથી મોંઘવારી સાતમા આસમાને છે.જેથી રોજગાર અને નોકરી પર ખતરો આવ્યો છે. ત્યારે આવા સમયે વાહનચાલકો પાસે અલગ અલગ ટ્રાફિક નિયમો હેઠળ મસમોટો દંડ અને ક્યાંક વાહનો જપ્ત કરવા સંબંધિત કિસ્સાઓ પણ બનતા રહેતા હોય છે જેના લીધે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકોવચ્ચે અવારનવાર રકઝકના બનાવો સામે આવતા હોય છે. રસ્તાઓ પર ઉભેલા ટ્રાફિક પોલીસના કાફલાઓ જનતા માટે ઘણી વાર મુશ્કેલીઓ નોતરતા હોય છે. ઘણા કિસ્સામાં ટ્રાફિક પોલીસના જવાનો પોતાની ફરજ ઈમાનદારી પૂર્વક નિભાવતા હોય છે. પરંતુ અમુક કટકી બાજ ટ્રાફિક જવાનો વાહન ચાલકો પાસેથી રોંગસાઈડ વાહન ચલાવવા,લાઇસન્સ, પીયુસી, હેલ્મેટ અને અન્ય ડોક્યુમેન્ટના નામે તોડ કરી લેતા હોવાના ઘણા કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. જેના કારણે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ થતા હોવાના બનાવો સામે આવ્યા છે.

આવોજ એક કિસ્સો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બન્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. અને આ ઘટનામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં વાહનચાલક અને ટ્રાફિક પોલીસકર્મી એક બીજા ઉપર આરોપ પ્રતિઆરોપ મુકતા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં અવાર નવાર ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર ઓઢવ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વાહનચાલક ટ્રાફિક પોલીસને કહે છે કે, તમારી નેમ પ્લેટ કેમ નથી લગાવી, જે બાદ ટ્રાફિક પોલીસકર્મી ગુસ્સે થઈ જાય છે અને વાહન ચાલકને અપશબ્દ બોલતા હોવાનું આક્ષેપ વાહનચાલકે કર્યો છે વિગતો મુજબ વાહનચાલકને ટ્રાફિક જવાને રોકતા મામલો બિચક્યો હતો.જો કે, સ્થળ ઉપર માથાકૂટ થતા જોઈ રહેલા કોઈ અજાણી વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો.

અમદાવાદના ઓઢવમાં પોલીસની દાદાગીરી સામે આવી છે. વાહનચાલકે પોલીસકર્મીને નેમ પ્લેટ ન પહેરતાં સવાલ પૂછ્યો હતો. જોકે, પોલીસને ગુસ્સો આવતાં બબાલ કરી હતી તેનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે.અમદાવાદ શહેરમાં ઓઢવ પોલીસની દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. વાહનચાલકે ઓઢવ પાંજરાપોળ વિસ્તારમાં ટ્રાફિક પોલીસને નેમ પ્લેટ ન પહેરવા અંગે સવાલ કર્યો હતો.ટ્રાફિક પોલીસકર્મી ગુસ્સે થઈ જતા મામલો બિચકાયો હતો. આ વાયરલ વિડીયો અંગે ટાઈમ્સ ઓફ અમદાવાદ પુષ્ટિ કરતુ નથી.


ઓઢવ ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી! ટ્રાફિક પોલીસે વાહનચાલક સાથે કર્યું અસભ્ય વર્તન, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ

Related posts

નિકોલના PI કે ડી જાટનો ત્રાસ! PSI શિયાળે કહ્યું આત્મહત્યા કરવાનું મન થાય છે, PSI શિયાળનો પત્ર વાયરલ થતાં તપાસ હાથ ધરાઈ

Ritesh Parmar

સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો

Ritesh Parmar

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Ritesh Parmar

Leave a Comment