Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Our Visitor

013003
Total Users : 13003
Total views : 15227
Who's Online : 1

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

પરવાનો રદ કરવા પોલીસ કમિશનરને રિપોર્ટ કરાયો : આરોપી પાસે માફી માંગતો વીડિયો બનાવાયો

શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં જન્માષ્ટમીની ઉજવણીમાં ગેરેજ સંચાલકે ધાક જમાવવા મિત્રની રિવોલ્વરમાંથી જાહેરમાં ભડાકા કરતા હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધી ગેરેજ સંચાલકને ઝડપી લીધો છે જ્યારે પરવાનેદર શખ્સની શોધખોળ હાથ ધરી છે.પોલીસે આરોપી પાસે માફી માંગતો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જાહેર જનતા વચ્ચે એક શખ્સ જાહેરમાં ફાયરિંગ કરી હથિયાર અન્ય વ્યક્તિને આપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ.એમ.સી.વાળા સહિતના સ્ટાફે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં ફવામાં ફાયરિંગ કરનાર શખ્સ મોરબી રોડ ઉપર આવેલા એક ગેરેજમાં હોવાની બાતમી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. અને મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા અને ગાત્રા નામે ગેરેજ ચલાવતા જીવણભાઈ નાગજીભાઈ મકવાણાને પોતાના ગેરેજેથી ઝડપી લીધો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં એકઠા થયેલા લોકોમાં પોતાની ધાક જમવા જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતા તેના પરવાનેદાર મિત્ર દિનેશભાઈ ઉર્ફે વિરમભાઈ નાગજીભાઈ ગોલતરના પરવાના વાળી રિવોલ્વરમાંથી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે તેની અટકાયત કરી હતી. જ્યારે જાહેરમાં ભડાકા કરવા મિત્રને રિવોલ્વર આપનાર પરવાનેદાર દિનેશ ઉર્ફે વિરમ ગોલતરની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પરવાનેદારનો હથિયાર પરવાનો રદ કરવા પોલીસ કમિશનરને રિપોર્ટ કરાયો છે જ્યારે પકડાયેલા આરોપી પાસે જાહેર જનતાની માફી માગતો વિડિયો બનાવડાવી સોશીયલ મીડીયા માં વાયરલ કર્યો છે.

રાજકોટ / જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ! દેખાવો કરવા ગેરેજ સંચાલક પોતાના મિત્રની પરવાના વાળી રિવોલ્વર લઈ આવી ધડાકો કર્યો, પોલીસે શાન ઠેકાણે લગાવી

Related posts

ઓપરેશન રખિયાલ: એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો!

Ritesh Parmar

પીપાવાવ પોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, DRI અને ATS ના સયુંકત ઓપરેશનમાં પોર્ટ પરના કન્ટેનરમાંથી 450 કરોડનું હેરોઈન ઝડપાયું, પતંગના દોરા ઉપર રંગ ચઢાવાય તેવી રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો: જિલ્લાના પોલીસવડા આશિષ ભાટીયા

Ritesh Parmar

વાઇબ્રન્ટ ગુજરાત : વડાપ્રધાન મોદી આજથી ગુજરાતની મુલાકાતે, વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન

Ritesh Parmar

Leave a Comment