Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટના જસદણમાં દારૂ પીને વિડીયો વાયરલ કરનાર શખ્સને પોલીસ પકડવા ગઈ તો તેની પત્નીએ ઝેરી પાઉડર પી લીધો! આરોપીની અટકાયત અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

રાજકોટના જસદણમાં દારૂ પીને વિડીયો વાયરલ કરનાર શખ્સને પોલીસ પકડવા ગઈ તો તેની પત્નીએ ઝેરી પાઉડર પી લીધો! આરોપીની અટકાયત અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

રાજકોટના જસદણમાં દારૂ પીને વિડીયો વાયરલ કરનાર શખ્સને પોલીસ પકડવા ગઈ તો તેની પત્નીએ ઝેરી પાઉડર પી લીધો! આરોપીની અટકાયત અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

કોઈ રહેણાંક વિસ્તારમાં આરોપીને પકડવા જતી વખતે પોલીસને અનેક પડકારો નડતા હોય છે. આવી જ કંઈક ઘટના જસદણના ગઢડીયા ગામે બની હતી. અત્રે એક આરોપીએ દારૂ પીતો હોય તેવો વિડીયો વાઈરલ કરેલો જેથી પોલીસે તેની ઓળખ કરી તેના ઘરે પહોંચતા ઘરનો દરવાજો બંધ કરી આરોપી અને તેની પત્નીએ પોતાને ઘરમાં બંધ કરી દીધા હતા જેમાં પત્નીએ ઝેરી પાઉડર પી લેતા સારવારમાં ખસેડાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી હરેશ કાગડીયા નામના શખ્સની શોધખોળમાં પોલીસ ગઢડીયા પહોંચી હતી. સાંજના સમયે પોલીસે આરોપીનું ઘર શોધી લીધુ હતું. જો કે, પોલીસ આવ્યાની ગંધ આવી જતા આરોપીએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. ઘરમાં તે તેની પત્ની વિલાસ હરેશ કાગડીયા (ઉ.વ.25) સાથે હતો. આ દરમિયાન પોલીસે દરવાજો ખોલાવવા ઘણા પ્રયત્ન કર્યા પણ આરોપીએ દરવાજો ખોલ્યો નહોતો, ત્યારે જ આરોપીની પત્નીએ ઘઉંમાં નાખવાનો પાઉડર ગટગટાવી લેતા આરોપીએ દરવાજો ખોલ્યો હતો. પોલીસે આરોપી હરેશની અટકાયત કરી તેની પત્ની વિલાસને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડી સારવાર કરાવી હતી.

રાજકોટના જસદણમાં દારૂ પીને વિડીયો વાયરલ કરનાર શખ્સને પોલીસ પકડવા ગઈ તો તેની પત્નીએ ઝેરી પાઉડર પી લીધો! આરોપીની અટકાયત અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

Related posts

સુરતમાં મહિલા PSI લાંચ લેતા ઝડપાયા! ACB એ છટકું ગોઠવી PSI અને તેના મળતીયાને રંગેહાથ ઝડપી લીધા

Ritesh Parmar

ગાંધીનગર/ રાજ્યમાં આઇપીએસ અધિકારીઓને બદલી કરાઈ,
70 આઇપીએસ ની કરાઈ બદલી
અનેક જિલ્લામાં એસપી બદલાયા,
સીએમ ભુપેન્દ્ર પટેલ ની સરકાર માં પ્રથમ વખત IPS અધિકારીઓની થઈ બદલી

Ritesh Parmar

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં વધતી પેટ્રોલ -ડીઝલની કિંમતો મામલે સરકારને આડે હાથ લીધી, કહ્યું સરકાર દેશની જનતા સાથે અપમાનજનક મજાક કરી રહી છે

Ritesh Parmar

Leave a Comment