Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં મહિલા PSI લાંચ લેતા ઝડપાયા! ACB એ છટકું ગોઠવી PSI અને તેના મળતીયાને રંગેહાથ ઝડપી લીધા

સુરતમાં મહિલા PSI લાંચ લેતા ઝડપાયા! ACB એ છટકું ગોઠવી PSI અને તેના મળતીયાને રંગેહાથ ઝડપી લીધા

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

અહેવાલ – રીતેશ પરમાર

સુરતમાં મહિલા PSI લાંચ લેતા ઝડપાયા

8 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ACB ના છટકામાં ઝડપાયા મહિલા PSI મંજુલાબેન પારગી

CRPC 151 કલમ હેઠળ આરોપી સામે કાર્યવાહી નહી કરવા માંગી હતી 10 હજારની લાંચ

લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે વર્ગ 3 ના મહિલા PSI પારગી

સુરતમાં ફરી એકવાર ACB ની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક મહિલા PSI રૂ.8000 ની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક વિગતો મુજબ મહિલા PSI પારગીએ આ કામના ફરિયાદી સામે દાખલ થયેલ 151 કલમ ગુના હેઠળ કાર્યવાહી નહી કરવા માટે 10.000 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. જેથી ACB ની ટીમે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના લાંચિયા PSI ને ફરિયાદી પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ તરફ હવે આ મામલે ACB એ વધુ તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ/પોલીસકર્મીઓ કે જે ટૂંકા સમયમાં જ રૂપિયા કમાવવાની લાહ્યમાં પોતાની નૈતિક ફરજ સાથે ગદ્દારી કરી સમગ્ર ગુજરાત પોલીસની ગરિમાને લાંછન લગાડી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવા અમુક લાંચીયા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓના આવા કૃત્યોના લીધે ગુજરાત પોલીસનો મોરલ ડાઉન થઈ રહ્યો છે. જે ખુબજ ચિંતા નો વિષય છે. સુરત શહેરમાં પણ આવીજ એક લાંચની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો હતો. ઘટના વિશે મળતી વધુ માહિતી અનુસાર ACB ની ટીમને એક જાગૃત નાગરિક તરફથી ફરિયાદ મળી હતી કે તેમની સામે પોલીસ કાર્યવાહી નહી કરવા માટે લાંચ માંગવામાં આવી રહી છે. જેથી ફરિયાદીની ફરિયાદનાં આધારે સુરત ગ્રામ્ય ACB ના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ. ડી. ધોબી અને તેમના સ્ટાફે સંપૂર્ણ વિગત મેળવી લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI મંજુલા પારગી અને તેમની સાથે લાંચની રકમ સ્વીકારનાર અશ્વિન શંકરલાલ પારગી (પ્રજાજન ) ને રૂ. 8 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી સફળ ટ્રેપ કરી હતી. મહિલા PSI પારગી અને તેમની સાથે મેળાપીપણા કરી 10 હજારની લાંચ માંગનાર ઈસમ વિરુદ્ધ ACB એ સફળ છટકું ગોઠવી લાંચીયા PSI અને તેમની સાથે ફરિયાદી સામે પોલીસ કાર્યવાહી નહી કરવાનાં નામે લાંચની રકમ પડાવનાર ઈસમની ધરપકડ કરી પ્રસંસનીય કામગીરી કરી હતી.


સુરતમાં મહિલા PSI લાંચ લેતા ઝડપાયા! ACB એ છટકું ગોઠવી PSI અને તેના મળતીયાને રંગેહાથ ઝડપી લીધા

Related posts

છારાનગર પોલીસ દમન કેસમાં કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે વોરંટ જારી કર્યો, અંતે પોલીસે વિવાદિત પીએસઆઈ મોરીની કરી બદલી
સ્થાનિક લોકો બદલી નહિ પણ ડિસમિસની કરી રહ્યા છે માંગણી

Ritesh Parmar

રક્ષાબંધન સાતમ-આઠમના તહેવાર નિમિતે દારૂ પ્યાસીઓમાં રેલમછેલ થાય તે પહેલા અમદાવાદ PCB એ સપાટો બોલાવ્યો, 2.27 લાખના ઈંગ્લીશ દારૂ સાથે એક ઇસમની કરી ધરપકડ

Ritesh Parmar

હદ વટાવી હો, ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવીને પ્રચારમાં ફરાવ્યો

Ritesh Parmar