અહેવાલ – રીતેશ પરમાર
તમામ વિસ્તારોમાં અધિકારીઓએ ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ કરી લોકોને સમજણ આપી
ચોરી અને લૂંટફાટ કરતી કુખ્યાત ઈરાની ગેંગની મોડસ ઓપરેન્ડીથી લોકોને કરાયા સાવચેત
40 થી 50 જેટલી જગ્યાઓ ઉપર ઈરાની ગેંગના કુખ્યાત ગુનેગારોના ફોટા સહિતના બેનર્સ લગાવી નાગરિકોને સાવધાન કરવામાં આવ્યા
જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેને લઈ અમદાવાદ પોલીસ હાઇએલર્ટ મોડ ઉપર છે. કારણ કે નાગરિકોની જાન-માલ અને તેમની સુરક્ષાની જવાબદારી અમદાવાદ પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે. જે સંદર્ભમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી. એસ. મલિક સાહેબ પણ ભીડભાડ વાળી જગ્યાઓ, માર્કેટ, અને અન્ય એવી જગ્યાઓ જ્યાં પબ્લિકની અવર જવર વધારે હોય છે,ત્યાં તેઓ પોતે તેમની ચિંતા કરી નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા. અને ત્યારબાદ તેમણે અમદાવાદના તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓને કડક સંદેશ આપ્યો હતો કે, તહેવારના સમયે નાગરિકોની સુરક્ષા કરવી, ખરીદી કરતી વખતે ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર પોલીસ પેટ્રોલિંગ વધારી દેવા સૂચના આપી હતી.જેના લીધે કોઈ નિર્દોષ નાગરિક ચોરી કે લૂંટફાટ કરતા લોકોના શિકાર ના બને.
પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબની કડક સૂચના અને જરૂરી માર્ગદર્શનને ધ્યાનમાં રાખી ઝોન 6 ના DCP શ્રી રવિ મોહન સૈની દ્વારા તેમના તાબા હેઠળના તમામ પોલીસ સ્ટેશનના ACP અધિકારીઓ તેમજ તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે મિટિંગ કરી એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં ઝોન 6 માં આવતા પોલીસ સ્ટેશનો, જેમકે મણિનગર, વટવા, ઈસનપુર, નારોલ, વટવા જીઆઈડીસી, કાગડાપીઠ, દાણીલીમડા, પોલીસે વાહન ચેકીંગ, બજારો, મોલ, અને ફુટ પેટ્રોલિંગ કરી લોકોને એકત્રિત કરી ચોરી અને લૂંટફાટ કરતી ગેંગો જેમાં ખાસ કરી ઈરાની ગેંગ કે જે દિવાળીના તહેવાર સમય દરમ્યાન ખુબજ સક્રિય રહે છે.અને તેમના સાગરીતોથી સાવચેત રહેવા જરૂરી માહિતી પુરી પાડી ખુબજ સરસ કામગીરી હાથ ધરી હતી.
💫 _અમદાવાદ શહેરમાં જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વટવા પીઆઈ કે. એ.ગઢવી, મણિનગર પીઆઈ ડી.પી.ઉનડકટ, ઈસનપુર પીઆઈ બી.એસ.જાડેજા, જીઆઇડીસી પીઆઈ આર.એમ.પરમાર, કાગડાપીઠ પીઆઈ એસ.એ.પટેલ, એસ.એસ.સોલંકી, દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત તથા નારોલ પીઆઈ પી.સી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા શહેર વિસ્તારના ઝોન 06 હેઠળ આવતા પોલીસ સ્ટેશનો ખાતે અલગ અલગ ટીમો બનાવી, ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન લોકોને માહિતગાર કરવાનો નવતર પ્રયોગ હાથ ધરી, તહેવારોના સમયમાં લોકોને સાવચેત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ અંગે જુદા જુદા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ દરમિયાન ભીડભાડ વાળા બજારના વિસ્તારમાં લોકોને એકત્રિત કરી, સાવચેત રહેવા માટે જાણ કરવામાં આવે છે. ઉપરાંત ઝોન 06 ના સાતેય પોલીસ સ્ટેશન ખાતે બજારમાં અલગ અલગ ભીડભાડ વાળી આશરે 45 થી 50 જગ્યાઓ ઉપર ઈરાની ગેંગ ના ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓના ફોટા સાથેના પોસ્ટર મૂકી, સાવચેત રહેવા તથા વિસ્તારમાં જણાઈ આવે તો, નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમ માં 100 નંબર ઉપર જાણ કરવા પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
ઈરાની ગેંગની મોડ્સ ઓપરેન્ડી.._
➡️ પોલીસ તરીકેની ઓળખ આપવાની..સિવિલ ડ્રેસ એટલેકે સાદા કપડામાં હોય છે…ટૂંકા વાળ હોય છે…
➡️ મોટી ઉંમરના વૃદ્ધ અથવા આધેડ લોકોને ટાર્ગેટ કરવાના…ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે..
➡️ અહિયાથી નજીકમાં ખૂન અથવા લૂંટ નો બનાવ બનેલ છે…તમારા ઘરેણાં કાઢી નાંખો..રૂમાલમાં બાંધવાનું કહી, ઘરેણા કઢાવી, રૂમાલમાં મુકવાનો ડોળ કરી, નજર ચૂકવી, ઘરેણાં સેરવી લેવા અને ખાલી રૂમાલ વૃદ્ધ વ્યક્તિના થેલી થેલામાં મુકાવી દેવાના અને રફુ ચકકર થઈ જવાનું…
➡️ સામાન્ય રીતે મોટર સાયકલ ઉપર આવે છે…ડબબલ સવારીમાં હોય છે…ક્યારેક બે મોટર સાયકલ ઉપર ચાર જણા પણ હોય છે…
💫 ઈરાની ગેંગથી સાવચેત રહેવાના મુદ્દાઓ…
🔴 પોલીસ સિવિલ ડ્રેસમાં હોય તો, આઈ કાર્ડ માંગવું…આઈકાર્ડ ના આપે તો, મોટર સાયકલનો નમ્બર લઈ લેવો…નજીકના પોલીસ સ્ટેશન અથવા 100 નમ્બર ઉપર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો…
🔴 મોટી ઉંમરના વૃદ્ધા સાથે તહેવારના સમયે કોઈની સાથે રહેવું, એકલા જતા હોય તો જરૂરિયાત પૂરતા સોનાના દાગીના પહેરવા હિતાવહ…
🔴 કોઈપણ જગ્યાએ ગમે તેવો ગંભીર ગુન્હો બને તો, પોલીસ દાગીના ઉતરાવતી નથી…જે બાબત દરેક વ્યક્તિઓને જણાવવી…જેથી પોલીસ દાગીના ઉતારીને જવાની વાત કરે તો, તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમ નો સંપર્ક કરી, ડુપ્લીકેટ પોલીસ હોવાની જાણ કરવી…
🔴 આવા લોકો રોકે અથવા ઘરેણાં ઉતારવાની વાત કરે તો, આજુબાજુના લોકોને ભેગા કરી, પોલીસને જાણ પણ કરી શકાય…જેથી પોલીસ દ્વારા વ્યવસ્થિત વેરિફિકેશન કરી શકાય….