પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વચ્ચે ઇસ્લામાબાદમાં હિંસા વધી ગઈ છે. મળતા અહેવાલો અનુસાર પાકિસ્તાન તહરીક-એ ઇન્સાફ (PTI ) ના કાઉન્સેલર અબ્દુલ કાદિર ખાનનું ગોળી વાગવાથી મોત થયું છે. ગઈકાલે રાત્રે તેને ગોળી મારી દેવામાં આવી હતી. રાજધાનીના બ્લુ એરિયામાં હિંસક અથડામણમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર પાકિસ્તાન પરિસ્થિતિ વણસી ગઈ છે. ઠેર ઠેર હિંસાનુ વાતાવરણ છે.
બીજીતરફ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને PCB ના અધ્યક્ષ મોહસીન નકવી મોટા મોટા દાવા દરી રહ્યા છે. પરંતુ હવે પાકિસ્તાની સેનાને ગોળીબાર કરવાનો આદેશ આપી દીધો છે. જેના કારણે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન મુશ્કેલીમાં આવી શકે છે. અત્યારે ઇસ્લામાંબાદમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. આ વિરોધને ડામવા માટે સેના ને ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.