અહેવાલ- રીતેશ પરમાર
સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સભાના સાંસદ ડૉ.અમીબેન યાજ્ઞિક અને શક્તિસિંહ ગોહિલજીની ગ્રાંટમાંથી માટે અંદાજિત 40 લાખથી વધુની ગ્રાંટનાં વિકાસના કામોનો ડૉ. અમીબેન યાજ્ઞિક ( પૂર્વ રાજ્ય સભા સાંસદ) નાં હસ્તે લોકાર્પણ અને નવા વર્ષનો ‘સ્નેહમિલન’ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકના અધ્યક્ષ સ્થાને કુવાદ ગામ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમનાં પ્રારંભમાં મહાત્મા ગાંધીજીની તસ્વીર ને સુતરની આંટી પહેરાવી દીપ-પ્રાગટય વિધિ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી યોગેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. ઈશનપોર ગામના સરપંચ ધર્મેશ પટેલે તેમના ગામમાં મળેલ ગ્રાંટ બદલ પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક નો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એડવોકેટ રાજુભાઈ પરમારે જણાવ્યું કે, કોંગ્રેસ એ કોઇ પક્ષ નથી, વિચારધારા છે. લોકોએ કોંગ્રેસની વિચારધારા ને ઓળખવાની જરૂર છે.
આ પ્રસંગે કોંગ્રેસના જાંબાઝ નેતા અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે તેમની આગવી શૈલીમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ૩૨ વર્ષથી સાંસદ, ધારાસભા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં આજે પણ લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ગામડાનો યુવાન આજે પણ રોજગારી માટે ભટકી રહ્યો છે. યુવાનોને કાયમી નોકરી મળતી નથી. આ પ્રસંગે તેમણે ખેડૂતો માટે કાળો કાયદો સરકાર લાવી રહી છે તેવું જણાવી વિરોધ વ્યક્ત કરતો ઠરાવ કર્યો હતો.
કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી અને લડાયક ખેડૂત આગેવાન દર્શન નાયકે કર્યા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર.. જુઓ વિડીયો
આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ ડૉ.અમીબેન યાજ્ઞિકે જણાવ્યું કે, જવાહરલાલ નહેરૂજીએ એવી વ્યવસ્થા ગોઠવી, જેનો ફાયદો આજે શાસક પક્ષ લઇ રહ્યું છે. નહેરુજીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. આજના શાસક પક્ષે સ્વચ્છતા ને ફ્કત સ્લોગન બનાવી દીધું છે, તેઓ સત્તામાં મદ છે. દેશભરમાં દુષ્કર્મના કેસો વધી રહ્યા છે, તેમ છતાં સરકાર ચૂપ છે. ગુજરાતમાં દુષ્કર્મ ની આટલી સંખ્યા વધી હોવા છતાં વડાપ્રધાન શબ્દ સુદ્ધા ઉચ્ચારતા નથી, તેમણે દુષ્કર્મના વધતા કેસો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમમાં દુષ્કર્મના વધતા કેસો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં સુરત જિલ્લામા સરકારી જમીન ઉપર બનાવવા આવેલ ગેરકાયદેસર ઝીંગા તળાવ ની માપણી કરાવી તેમની સામે કાર્યવાહી કરવા તથા 100 વારના પ્લોટ અન્યોને ફલાવેલ હતા તે ફરીથી મૂળ માલિકોને ફાળવવા માટે તથા સરકારી ગૌચર જમીનમા ગ્રામ પંચાયતની પરવાનાંગી વિના બાંધકામ કે દબાણ કરેલ હોય તે દૂર કરવા તથા ખેડૂતો માટે સરકાર દ્વારા કાળો કાયદો કાયદો લાવવામાં આવી રહેલ છે તે બાબતે તથા એક વર્ષકે તેથી વધુ સમયથી અરજદરોની અરજી બાબતે નિકાલ ન કરવામાં આવેલ હોય તેવા અધિકારીઓ સામે કાર્યવાહી કરી અરજીનો નિકાલ કરવા અંગે સરકારી યોજનામા સરકારી. નીતિનિયમો મુજબની કાર્યવાહી કરવાને બદલે શરતભંગ અંગે થયેલ અરજીઓની કાર્યવાહી કરવા અંગે તથા જાતિના દાખલા, આવકમાં દાખલા સહિતના પ્રમાણપત્રો અરજદારોને સરળતાથી મળી રહે એવી વ્યવસ્થા કરવા તથા આદિવાસી સાહિતમાં લાભાર્થીઓને સુડા કે ટ્રાઇબલ કે અન્ય ગ્રાંટ માંથી જરૂરિયાતમંદો માટે ઝડપથી મકાન બનાવવાની કાર્યવાહી કરવા ધરણા પ્રદર્શન કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ભરત દેસાઈ, ઓલપાડ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયેન્દ્ર દેસાઈ અને અતુલ પટેલ, ગોવિંદ પટેલ, તાલુકા મહામંત્રી વિવેક પટેલ, માંગરોળના સુરેશભાઈ વસાવા, ડી.એલ.પટેલ, મહેન્દ્ર વણકર, મહેશ કેવડિયા, ઈશ્વરભાઈ કાછોલ, રમેશભાઈ પટેલ (મીંઢી), ધર્મેશ પટેલ (ઈશનપોર), શબ્બીર મલેક, હેમલ પટેલ(નઘોઇ), તેજશ પટેલ(રોકી),મહેશ પટેલ(દિહેણ),કલ્પેશરાણા, રમેશભાઇ પટેલ,રજનીશ કાપડિયા, દિલીપભાઈ સુરતી, ભરતભાઇપટેલ(મલગામા),જય રાઠોડ,મુનીર શેખ, અજીતસિંહ દોડીયા મહિલા આગેવાન ભારતીબેન ઓરણાકર, સુરભીબેન પટેલ,લક્ષ્મીબેન રાઠોડ,આશાબેન,જે.પી.ભાઇ,સરપંચ તેજલબેન પટેલ, તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.