
ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામના વતની આર્મી જવાનનું અવસાન થતાં સમગ્ર ગામમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. મધ્યપ્રદેશમાં ફરજ બજાવતા સોલંકી જયદીપસિંહનું બિમારીના કારણે નિધન થયું છે. મૃતક જવાનનો ગઈકાલે અંતિમવિધિ માટે તેનો પાર્થિવ દેહ વતન ખાતે કંથારપુરા ગામમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર સાથે આખરી સલામી આપવામાં આવી હતી. જવાનના અચાનક મોતના સમાચાર મળતા કંથારપુરા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

દહેગામ તાલુકામાં આવેલા કંથારપુરા ગામના વતની જયદીપસિંહ રૂપસિંહ સોલંકી મધ્યપ્રદેશમાં આવેલા સાગર જિલ્લા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જો કે બિમારીના કારણે અંતિમશ્વાસ લીઘા હતા. જવાન જયદીપસિંહના મૃત્યુ અંગે કંથારપુરા સ્થિત તેમના પરિવારજનોને જાણ કરવામાં આવતા આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ જયદીપસિંહના મૃતદેહને કંથારપુરા ખાતે લાવવામાં આવ્યો હતો.
અંતિમ વિધિ માટે ગામમાં પાર્થિવ દેવ લાવવામાં આવી રહ્યો હોવાની વાત મળતા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા હતા. જયદીપસિંહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ત્રણ માસુમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો એકના એક પુત્રના અવસાનથી માતા પિતાએ ઘડપણનો સહારો ગુમાવ્યો હોવાથી પરિવારમાં રોકકળના દ્રશ્યો સર્જાયા હતા.






Total Users : 9917
Total views : 11605
Who's Online : 5