

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદારને અપશબ્દો બોલતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. મામલતદાર સાથેના અશોભનીય વર્તનથી રાજ્યના તમામ મામલતદારો નારાજ થયા છે. અશોભનીય વાણી વિલાસના વર્તન સામે હવે મામલતદારો લડી લેવાના મૂડમાં છે.
ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિયેશન દ્વારા અગાઉ મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી સહિત સ્થાનિક કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયા હતા અને ભરૂચના સાંસદ સામે કાર્યવાહી અથવા આ કૃત્ય બદલ માફી માંગવા માંગ કરાઈ હતી.
મામલતદાર એસોસિયેશન દ્વારા આ મામલે અલ્ટીમેટમ પણ અપાયું હતું. જોકે આજદીન સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મામલતારોએ હવે સાંસદ સામે મોરચો માંડ્યો છે.
આ મામલે ગુજરાત રાજ્ય મામલતદાર એસો.ના પ્રમુખે જણાવ્યું કે, આ મામલે કોઈ કાર્યવાહી ન થતા રાજ્યના તમામ મામલતદારો આવતીકાલથી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ દર્શાવશે અને 4 માર્ચે માસ સીએલમાં જોડાશે.
જાણો શું હતો સમગ્ર મામલો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા માલોદ ગામે અકસ્માતનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા. આ સમયે તેમણે મામલદારને જાહેરમાં ખખડાવ્યા હતા અને ગાળો ભાંડી હતી. નોંધનીય છે કે સમગ્ર ઘટના દરમિયાનનો વીડિયો પણ વાયરલ થયો હતો.







Total Users : 13078
Total views : 15315
Who's Online : 0