Times of Amdavad Live
BREAKING NEWS
News

સુરત / ઉધના વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા મહિલા બુટલેગરના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી, સ્થાનિક પોલીસમા દોડધામ, દારૂનો મોટો જથ્થો ઝડપાયો

સુરત / ઉધના વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા મહિલા બુટલેગરના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી, સ્થાનિક પોલીસમા દોડધામ, દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Our Visitor

013341
Total Users : 13341
Total views : 15620
Who's Online : 2

.રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

સુરત / ઉધના વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા મહિલા બુટલેગરના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી, સ્થાનિક પોલીસમા દોડધામ, દારૂનો મોટો જથ્થો ઝડપાયો

.રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

સુરતમાં કેટલીક જગ્યા પર બેફામ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે
સુરતના ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો અને મોટી સંખ્યામાં દારૂ ઝડપી પાડ્યો
વિજીલન્સના દરોડાને પગલે સ્થાનિક પોલીસના અધિકારીઓ દોડતા થઇ ગયા
સુરતમાં ઉધના પોલીસના ફૂટ પેટ્રોલીંગ વચ્ચે સ્ટેટ વિજિલન્સની ટીમે ટેમ્પો ભરીને દેશી દારૂના પોટલા ઝડપી પાડતા અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા છે. ઉધના આશીર્વાદ ટાઉનશિપના આવાસ પાસેથી ઝડપાયેલો દેશી દારૂનો જત્થો કુખ્યાત રમીલાનો હોવાનું ચર્ચા છે. જોકે વિજિલન્સની સફળતા પાછળ ઉધના પોલીસની નિષ્ફળતા સામે આવી છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં સુરતમાં કેટલીક જગ્યા પર બેફામ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે ટેમ્પો ભરીને દેશી દારૂનો જત્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સાંપડી છે. આ દેશી દારૂનો જત્થો કુખ્યાત રમીલાનો હોવાનું ચર્ચા છે. સ્ટેટ વિજીલન્સના દરોડાને પગલે સ્થાનિક પોલીસના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા

ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ સધન કરવામાં આવ્યું છે. અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ઉધના વિસ્તારમાં ટેમ્પો ભરીને દેશી દારૂના પોટલા ઝડપાઈ ગયા છે. જેને લઈને ઉધના પોલીસની પેટ્રોલિંગની પોલ પણ ઉઘાડી પડી છે. આ ઉપરાંત બુટલેગરો પણ સુરતમાં દારૂ ઘુસાડ માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. જેનો પોલીસ દ્વારા ભૂતકાળમાં પર્દાફાશ પણ થયો છે. પરંતુ સુરતમાં બેફામ દારૂનો વેપલો થઇ રહ્યો છે. તેમાં હવે કોઈ બેમત નથી.

સુરત / ઉધના વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા મહિલા બુટલેગરના દારૂના અડ્ડા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી, સ્થાનિક પોલીસમા દોડધામ, દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Related posts

અમદાવાદમા મેટ્રોકોર્ટમાં મહિલા PSI વર્ષા જાદવ પર થયેલા હુમલાનો મામલો! જો મહિલા PSI ની અરજી સંદર્ભમાં કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં ના આવેતો પોલીસ કમિશ્નરની કચેરી અને કારંજ પોલીસ સ્ટેશનમાં કરશે દેખાવ! PSI અને તેમના પરિવારની ચીમકી

Ritesh Parmar

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન ડીપી મામલે કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદીની મહેનત રંગ લાવી!

Ritesh Parmar

શરમજનક /અમદાવાદની કોલેજમાં ગરબાની રમઝટ વચ્ચે દારૂની મહેફિલ પકડાઈ! સરખેજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી

Ritesh Parmar

Leave a Comment