Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ફરજ અને જિંદગીની જંગ હાર્યા: ગાંધીનગર SOGના યુવા કોન્સ્ટેબલે હોમટાઉનમાં જ જીવન ટૂંકાવ્યું

ફરજ અને જિંદગીની જંગ હાર્યા: ગાંધીનગર SOGના યુવા કોન્સ્ટેબલે હોમટાઉનમાં જ જીવન ટૂંકાવ્યું

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ફરજ અને જિંદગીની જંગ હાર્યા: ગાંધીનગર SOGના યુવા કોન્સ્ટેબલે હોમટાઉનમાં જ જીવન ટૂંકાવ્યું

અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

ગાંધીનગર: પોલીસ વિભાગના માથેથી હજુ જૂના આઘાત ઓસર્યા નથી, ત્યાં પાટનગરના પોલીસ બેડાને ધ્રુજાવી દેતી વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) માં ફરજ બજાવતા આશાસ્પદ યુવા કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાએ માણસાના હરણા હોડા ગામે આવેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સવારે પિતા જ્યારે પુત્રના રૂમમાં પહોંચ્યા ત્યારે સામે આવેલું દ્રશ્ય જોઈને તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. આ આકસ્મિક પગલાથી ત્રણ માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

એક અકસ્માત અને કાયમી અક્ષમતાનો ડર:-

સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર, નરેન્દ્રસિંહ થોડા સમય પહેલાં એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં તેમના જમણા હાથમાં ગંભીર મલ્ટીપલ ફ્રેક્ચર થયા હતા. લાંબી સારવાર છતાં હાથ સંપૂર્ણ સાજો ન થતાં તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. ખાખી વર્દી પહેરીને દેશની સેવા કરનાર આ જવાનને ક્યાંકને ક્યાંક પોતાની શારીરિક મર્યાદા અને નોકરીના ભવિષ્યને લઈ ઊંડો આઘાત લાગ્યો હતો, જે અંતે આત્મઘાતી પગલામાં પરિણમ્યો હોવાની આશંકા છે.

પોલીસ તપાસ અને રહસ્ય:-

ઘટનાની ગંભીરતાને જોતાં માણસા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ શોધવા માટે પોલીસે મૃતકનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને કોલ ડિટેલ્સ તેમજ છેલ્લા મેસેજીસની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ફરજ અને જિંદગીની જંગ હાર્યા: ગાંધીનગર SOGના યુવા કોન્સ્ટેબલે હોમટાઉનમાં જ જીવન ટૂંકાવ્યું

Related posts

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,
લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Ritesh Parmar

અધિક માસ અને શ્રાવણને લઈને દશામાંની સ્થાપના ક્યારે કરવી તેને લઈને ભક્તોમાં ઉત્પન્ન થઈ અસમંજસ! સાચો ઉપાય બતાવી રહ્યા છે જ્યોતિષ આચાર્ય પાર્થ ભટ્ટ

Ritesh Parmar

જૂનાગઢ / કેશોદમાં 11 દુકાનોના તાળા તોડી ચોરી કરનાર દાહોદની કુખ્યાત ચડ્ડી બનિયાન ગેંગને ઝડપી પાડતી જૂનાગઢ એલસીબી

Ritesh Parmar

Leave a Comment