Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શરમજનક / અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાંથી જ ચોરો 11 લાખના ટેન્કર અને તેની અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરી કરી ગયા, પોલીસ બેડામાં સન્નાટો

શરમજનક / અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાંથી જ ચોરો 11 લાખના ટેન્કર અને તેની અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરી કરી ગયા, પોલીસ બેડામાં સન્નાટો

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

શરમજનક / અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાંથી જ ચોરો 11 લાખના ટેન્કર અને તેની અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરી કરી ગયા, પોલીસ બેડામાં સન્નાટો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં પાર્ક કરેલુ ટેન્કરની ચોરી, CCTV માં 2 ચોર કેદ LCB પોલીસે ખરોડ પાસે ₹6 લાખના જ્વલનશીલ કેમિકલ સાથે ટેન્કર 2 દિવસ પૂર્વે ઝડપી પાડ્યું હતું પોલીસ સ્ટેશનના મુદ્દામાલ એવા ટેન્કરની ચોરી થતા પોલીસ બેડામાં સન્નાટો અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકમાં ચોરીની શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી બાયોડિઝલ રો-મટિરિયલ્સનો વેપલો ચલાવતા કેમિકલ માફિયાના કારસ્તાનની શંકા પોલીસે ₹11 લાખની કિંમતના ટેન્કર અને અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરીનો ગુનો નોંધ્યો

પોલીસ સ્ટેશનમાંથી જ ₹11 લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવાનો કિસ્સો અંકલેશ્વરમાંથી પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલા LCB એ ₹6 લાખના બાયોડિઝલનું રો-મટિરિયલ્સ ભરેલા ટેન્કર સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. તાલુકા પોલીસ મથકમાં પાર્ક કરેલા ટેન્કરની ચોરી થઈ ગઇ છે. CCTV માં 2 અજાણ્યા ચોર પોલીસ સ્ટેશનમાંથી ચોરી કરતા કેદ થઇ ગયા છે.

LCB પોલીસે ખરોડ પાસે જ્વલનશીલ કેમિકલ સાથે ટેન્કર 2 દિવસ પૂર્વે ઝડપી પાડ્યું હતું. પોલીસ સ્ટેશનના મુદ્દામાલ થી જ ટેન્કર ચોરી થતા પોલીસ બેડા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે 11 લાખ ની કિંમત ના ટેન્કર અને અંદર રહેલ પેટ્રોલિયમ પ્રવાહી ચોરીનો ગુનો નોંધ્યો હતો. શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી. જ્વલનશીલ કેમિકલ નો વેપલો ચલાવતા કેમિકલ માફિયા ના કારસ્તાન ની આશંકા વ્યક્ત કરાઈ છે.

અંકલેશ્વર એસ.એ. મોટર્સ થી કોર્ટ રોડ પર આવેલા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુરૂવારે રાતે તસ્કરો મુદ્દામાલ રૂપે પાર્ક કરેલુ ₹6 લાખનું પેટ્રોલિયમ પ્રવાહી ભરેલા ટેન્કરની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. ગત 18 મી ની રાત્રીના ભરૂચ LCB પોલીસે ખરોડ ચોકડી હોટેલ લેન્ડમાર્ક પાસે એક ટેન્કર માં શંકાસ્પદ ઓઇલ જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટેન્કર માં તપાસ કરતા કુલ 12000 લીટર શંકાસ્પદ પ્રવાહી સાથે 2 ઈસમને ઝડપી પાડ્યા હતા અને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ સુપ્રત કર્યો હતો.

જે પેટ્રોલિયમ કેમિકલ ભરેલું ટેન્કર તાલુકા પોલીસ મથક બહાર પાર્ક કરવામાં આવ્યું હતું. જે ટેન્કર ને ગત રાત્રીના 2 જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે બે અજાણ્યા ચોર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં લાગેલા CCTVમાં કેદ થઇ જવા પામ્યા હતા. શુક્રવારે સવારે આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પોલીસ અધિકારીઓને જાણ થતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે હે. કો. પંકજભાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે ₹ 5 લાખનું ટેન્કર અને અંદર અંદાજે ₹ 6 લાખની કિંમતનું પેટ્રોલિયમ કેમિકલ 12000 લીટર મળી કુલ ₹ 11 લાખનો મુદ્દામાલ ચોરીનો ગુનો નોંધ્યો છે. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકના પી.આઈ. વી. કે રબારી એ વધુ તપાસ આરંભી છે. બાયોડિઝલના માફિયાઓ જ આ ટેન્કર ચોરી ગયા હોવાનું અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે.

મુદ્દામાલ રાખવા માટે પોલીસ સ્ટેશનમાં જગ્યા નહિ

અંકલેશ્વર શહેર, GIDC તેમજ તાલુકા પોલીસ મથકે વર્ષોથી વિવિધ વાહનો તેમજ અન્ય મુદ્દામાલ પડ્યો છે. પોલીસ કમ્પાઉન્ડમાં હવે મુદ્દામાલ રાખવાની જગ્યા રહી નથી. ત્યારે પોલીસ સ્ટેશન બહાર પણ ચોરીનો મુદ્દામાલ રાખવાની પોલીસને ફરજ પડી રહી છે. નર્મદા રેસ્ટ હાઉસ ખાતે તો અનેક મોટા ટ્રક સહીત ખડકલો કરવામાં આવ્યો છે. કોર્ટની મંજૂરી વગર નિકાલ કરી શકાય નહિ જેને લઇ આ વાહનો સહીત મુદ્દામાલ સાચવવો પોલીસ માટે પડકારરૂપ બન્યો છે.


શરમજનક / અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાંથી જ ચોરો 11 લાખના ટેન્કર અને તેની અંદર રહેલા પેટ્રોલિયમ પ્રવાહીની ચોરી કરી ગયા, પોલીસ બેડામાં સન્નાટો

Related posts

સુરતના કડોદરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી! કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી ગંદકી સામે હવે મેદાને, રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાનો નિરાકરણ કરે જ છૂટકો

Ritesh Parmar

ફરજ અને જિંદગીની જંગ હાર્યા: ગાંધીનગર SOGના યુવા કોન્સ્ટેબલે હોમટાઉનમાં જ જીવન ટૂંકાવ્યું

Ritesh Parmar

આજે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ /સુરત જિલ્લાના પશુ આરોગ્ય કેન્દ્રોને જ સારવારની જરૂર: સ્ટાફના અભાવે મૃતપાય ના આરે! માંડવીના સોલી અને મહુવાના કાની ગામે પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન! મૂંગા જાનવરોની વેદના અધિકારીઓના કાને નથી પહોંચતી: દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment