Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના કડોદરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી! કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી ગંદકી સામે હવે મેદાને, રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાનો નિરાકરણ કરે જ છૂટકો

સુરતના કડોદરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી! કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી ગંદકી સામે હવે મેદાને, રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાનો નિરાકરણ કરે જ છૂટકો

Our Visitor

009768
Total Users : 9768
Total views : 11435
Who's Online : 1

સુરતના કડોદરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી! કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી ગંદકી સામે હવે મેદાને, રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાનો નિરાકરણ કરે જ છૂટકો

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

કડોદરા નગરપાલિકાના કૃષ્ણનગર વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને લઈને દેશભરમાં મુહિમ ચલાવેલી છે.. જ્યારે બીજી તરફ કડોદરા નગરપાલિકાના સત્તાધીશો પીએમના આદેશને પણ ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્ય સર્જાયા છે. જે કામ ભાજપના નેતાઓએ કરવું જોઈતું હતું તે કામ હવે કોંગ્રેસના નેતા કરી રહ્યા છે. 108 ના હુલામણા નામથી જાણીતા જીગ્નેશ મોદીએ હવે કડોદરા વિસ્તારમાં થયેલી ઠેર ઠેર ગંદકીને લઈને મોરચો ઉપાડ્યો છે.

વિગતો એવી છે કે કડોદરાના કૃષ્ણનગર વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કડોદરા નગરપાલિકાના અધિકારીઓને અવારનવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરતા નજરે પડે છે. ઠેર ઠેર ગંદકીના કારણે કડોદરા ની જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે. તેમ છતાં કડોદરાની જનતાનો પ્રશ્નનો નીવાડો થતો નથી . કુંભકરણની નિંદ્રામાં સુઈ ગયેલા નગરપાલિકાના અધિકારીઓને જગાડવા આખરે કડોદરાની જનતાએ સુરત જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી જીગ્નેશ મોદીના દ્વાર ખટખટાવ્યા છે.

કડોદરા થી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા વરેલી ગામમાં પણ ગંદકી અને રોડ રસ્તા ઉપર રખડતા ઢોરનો અતિશય ત્રાસ હોવાના લીધે સ્થાનિક નાગરિકો પરેશાન છે. વરેલી રોડ પર અવરજવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અને ઘણા બનાવોમાં વાહન ચાલકો ઢોરો ના કારણે ઘાયલ થયા હોય તેવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

આ તમામ બાબતોની રજૂઆત કડોદરા નગરપાલિકાના અધિકારીઓને કરવામા આવી છે તેમ છતાં કોઈપણ સમસ્યાનું નિરાકરણ થતું નથી.આખરે કંટાળી જઈને સ્થાનિક નાગરિકોએ સુરત જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી જીગ્નેશ મોદીને રજૂઆત કરી છે. હાલ આ સમગ્ર મામલે જીગ્નેશ મોદીએ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ કરી ભાજપ સરકાર ઉપર અને કડોદરા નગરપાલિકાના અધિકારીઓ સામે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતના અભિયાન ઉપર કટાક્ષ કરી કડોદરાની જનતાના સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ કરવાની હાકલ કરી છે.

સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં ગંદકીના લીધે સ્થાનિક લોકો કેમ છે પરેશાન અને શુ છે સમગ્ર મામલો વાંચો સમગ્ર અહેવાલ….

કડોદરા નગરપાલિકા તંત્રનો વહીવટ ખાડે ગયો હોય તેમ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ત્યારે સ્થાનિક જનતામાં રોષની લાગણી ફેલાઈ છે. લોકોનું માનવું છે કે કડોદરના કૃષ્ણનગર વિસ્તારમાં કચરાના ઢગ રોડ રસ્તા ઉપર ગંદકી ફેલાઈ રહ્યા છે. જેની રજુઆત સ્થાનિક આગેવાનો અને જનતા દ્વારા નગરપાલિકા ના ચીફ ઓફિસરો ને કરવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના લીધે
રોગચાળો ફેલાવાની દહેશત ઉત્પન્ન થઈ છે.

સુરત શહેર ક્લીન સીટી સ્માર્ટ સીટી તો પછી સુરત જિલ્લા સાથે ભેદભાવની નીતિ કેમ?જીગ્નેશ મોદી નેતા કોંગ્રેસ*

સુરત : સુરત જિલ્લા કોંગ્રેસ પક્ષના મહામંત્રી અને પ્રજાના પ્રાણ પ્રશ્નો માટેના ઝૂઝારું અને લડાયક નેતા અને સમાજ સેવક જીગ્નેશ મોદીએ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક તરફ તો સરકાર સુરત શહેરને ક્લીન સીટી, સ્માર્ટ સીટી બનાવી એવોર્ડ પ્રાપ્ત કરાવ્યો છે. જે સુરતીઓ માટે ખુબજ ગર્વની વાત છે. અને હું પણ સુરતનો રહેવાસી હોવાના લીધે ખુશ છું. પરંતુ સુરત સીટીને જેવી રીતે ક્લીન અને સ્માર્ટ સીટી બનાવવા માટે સરકાર દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા મહેનત કરવામાં આવે છે. તો પછી સુરત જિલ્લા સાથે કેમ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. કડોદરા વિસ્તારના કૃષ્ણનગર અને વરેલી ગામમાં ગંદકીનું તેમજ રખડતા ઢોરોના લીધે સ્થાનિક પ્રજા ત્રાહિમામ પોકારી ચુકી છે.દિવસેને દિવસે ગંદકીનું સામ્રાજ્ય વધતું જાય છે. અનેક રજૂઆતો છતાં નગરપાલિકા ચીફ ઓફિસર કોઈ કામ નથી કરી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે. પરંતુ કડોદરા નગરપાલિકા તંત્રના ચીફ ઓફિસરોની ગેરહાજરીમાં નગર નધણિયાતું છૂટી ગયું હોવાની બૂમરાણ નગરજનોમાં મચી છે.

કડોદરા નગરપાલિકા વિસ્તારના કૃષ્ણનગર અને ત્યાંથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલા વરેલી ગામમાં સમસ્યાઓ વધી છે. છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર કચરાના ઢગના લીધે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. આ વિસ્તારમાં લોકો માટે રહેવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમા લોકોને રાતદિવસ અસહ્ય દુર્ગંધમાં વિતાવવાનો વારો આવ્યો છે. આવી ગંદકીના કારણે રોગચાળાને પણ નિમંત્રણ હોવાની બૂમો લોકોમાં પડી રહી છે. તંત્રની બેદરકારીના લીધે લોકોમાં રોષ ભભૂકી ઊઠયો છે. અપાર ગંદકી ધરાવતા આ વિસ્તારોમાં ચા-નાસ્તાની દુકાનો સહિત અનેક દુકાનો આવેલી છે, તે રોગચાળોનો પહેલો શિકાર બની શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ ઉપરાંત વરેલી ગામમાં પસાર થતા રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે.વસેલી થઈ સુરત શહેર તરફ જવાનો જાહેર રસ્તો આવેલો છે. આ રસ્તા અને રોડ ઉપર ઘણા વાહનો અવર જવર કરતા હોય છે. પરંતુ વરેલી ગામના રોડની વચ્ચોવચ્ચ ઢોર બેઠા નજરે પડે છે. જેના લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને પદયાત્રા કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા બધા બનાવોમા રાહદારીઓ અને વાહન ચાલકો રખડતા ઢોરોના નિશાન બન્યા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમાં રોડ ઉપર બેસેલા અને રખડતા ઢોરોએ ત્યાંથી પસાર થતા લોકોને ઈજાઓ પહોંચાડી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.જેની રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં સ્થિતિ જેમની તેમજ હોવાનું લોકો જણાવી રહ્યા છે.

કડોદરા વિસ્તારમા સ્થાનિક લોકોને પડતી સમસ્યાઓ માટે કડોદરા નગરપાલિકાના લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં છેલ્લા ઘણા સમયથી કડોદરા વિસ્તારમા કોઈ લોકકાર્યો થઈ રહ્યા નથી અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ પણ કરવામાં આવતો નથી. જેથી સુરત જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી અને લોકસેવક જીગ્નેશ મોદી હવે મેદાને ઉતર્યા છે. તેમણે સોશ્યલ મીડિયા ઉપર એક વિડીયો મૂકી સુરત જિલ્લા કલેકટર અને કડોદરા નગરપાલિકાના અધિકારીઓને વિનંતી કરી છે કે મહેરબાની કરીને કડોદરા વિસ્તારના કૃષ્ણનગર અને વરેલી ગામના સ્થાનિક જનતાના પ્રશ્નોનું જલ્દી થી નિરાકરણ લાવવો જોઈએ. જેથી કરીને કોઈ મહામારી કે રોગચાળો ફાટી ના નીકળે. જો પ્રજાની સમસ્યાનો નિરાકરણ જલ્દીથી કરવામાં ના આવે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.


સુરતના કડોદરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી! કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી ગંદકી સામે હવે મેદાને, રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાનો નિરાકરણ કરે જ છૂટકો

Related posts

ગુજરાત રાજ્યમાં સ્કૂલોમા ભણવા જતા બાળકોની ચિંતા કરતા વાલીઓમાં ફફડાટ, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધી, શાળાઓમાં બાળકોની હાજરી ઘટી

Ritesh Parmar

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

Ritesh Parmar

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ઘેરવા બંધનું એલાન! મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવા અપીલ, 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધનો એલાન

Ritesh Parmar

Leave a Comment