Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત મ્યુનિસિપલ કમિશ્નર પોતાની ફરજમાં બેદરકાર છે! કોંગ્રેસ નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રીને પત્ર, કહ્યું SIT ની રચના કરી જનતાના હિતમાં પગલા લો

સુરત મ્યુનિસિપલ કમિશ્નર પોતાની ફરજમાં બેદરકાર છે! કોંગ્રેસ નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રીને પત્ર, કહ્યું SIT ની રચના કરી જનતાના હિતમાં પગલા લો

Our Visitor

000022
Total Users : 22
Total views : 89
Who's Online : 0
Views 5

 

  • સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પોતાની સત્તાવાર ફરજ અને કામગીરીમાં દાખવવામાં આવી રહેલ બેદરકારી તેમજ નિભાવવાની થતી સેવાના નિયમોનાં ભંગ બદલ અને સુરત શહેરની પ્રજાના પ્રશ્નો અન્વયે ઉપેક્ષા અને ઉદાસીનતા દાખવવા બદલ કોંગ્રેસના લડાયક અને નીડર નેતા દર્શન નાયકે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી સુરત મ્યુનિસિપલ કમિશ્નર સામે ખુબજ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ ફરિયાદ સંદર્ભે જવાબદાર અધિકારી વિરૃદ્ધ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT ) ની રચના કરી જનતાના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

સરકાર દ્વારા શહેરોમાં વિકાસની કામગીરીના નીતિ-નિયમો મુજબ થઈ રહેલ છે કે નહીં તેની દેખરેખ રાખવા અને જો કોઈ કર્મચારી કે અન્ય ઇસમો દ્વારા બેદરકારી દાખવી નીતિ-નિયમોનો ભંગ થયા અથવા કોઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવે તો તે અટકાવવાનાં કામ માટે મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂક કરવામાં આવતી હોય છે. એવી જ રીતે ગુજરાતની આર્થિક રાજધાની સુરત શહેરમાં પણ મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂક કરવામાં આવેલ છે. મોટે ભાગે આ અધિકારીઓ “ભારતીય પ્રશાસનિક સેવા” માંથી આવેલ હોય છે એન તાંત્રિક વહીવટ ચલાવવાની સંપૂર્ણ તાલીમ પામેલ હોય છે. પરતું, આટલી મહત્વના પદ પર બિરાજમાન અને અતિ અનુભવી સુરત શહેરના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જ જ્યારે પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવવામાં આવે ત્યારે તેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે. સુરત શહેર હાલમાં સફાઇના ક્ષેત્રે આખા દેશમાં પહેલા ક્રમે છે. સુરત શહેરના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પોતાની ફરજમાં બેજવાબદેહી દાખવવાને કારણે દેશમાં સ્વચ્છતામાં આગવું સ્થાન ધરાવતું સુરત શહેર હાલમાં કફોડી હાલત થઈ જવા પામેલ છે જેને કારણે સુરત શહેરના નાગરિકોને પરેશાની અને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવી ગયો છે.

આ મુશ્કેલીઓ અને પરેશનીઓ નીચે મુજબ છે જે આપ સમક્ષ અમો રજૂ કરીએ છીએ.

હાલમાં સુરત શહેરી વિસ્તારમાં મેટ્રો ટ્રેનની કામગીરી કાર્યરત છે. સદરહુ મેટ્રો ટ્રેનની કામગીરી ખાનગી એજન્સી “ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ” ને સોંપવામાં આવેલ છે. પરતું, મેટ્રો ટ્રેનની કામગીરીનું નિયમન કરવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશ્નરની હોય છે. મેટ્રો ટ્રેનની કામગીરી કરનાર એજન્સી દ્વારા સુરત શહેરના રસ્તાઓનું આડેધડ મનસ્વી રીતે ખોદકામ કરવામાં આવી રહેલ છે તથા સુરત મહાનગરપાલિકાના જાહેરનામા વિના જ મનફાવે તેમ શહેરના મુખ્ય માર્ગો પણ બંધ કરી દેવામાં આવી રહેલ છે. જેને કારણે આ માર્ગો ઉપર ધંધા રોજગાર કરનારાઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવેલ છે તેમજ સામાન્ય જનતાને વાહન-વ્યવહાર માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત શહેરમાં મેટ્રો રેલના કામને કારણે છેલ્લા ૧.૫ વર્ષમાં ૨૪ વખત પાણી-ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થયેલ છે. પાણીની લાઇનમાં ૧૨ વખત ભંગાણ થયા બાદ અંદાજીત કૂલ ૩૪ લાખથી વધુનો ખર્ચ છે. જેની સામે આજદિન સુધી ફક્ત અને ફક્ત ૨ લાખ રૂપિયા જ ખર્ચ પેટે ચોપડે નોંધાયેલ છે. આ પ્રક્રિયામાં પણ વિલંબ થવાને કારણે પણ શહેરની જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે. 

મેટ્રો ટ્રેનની કામગીરી કરનાર એજન્સી દ્વારા વારંવાર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહેલ છે. જેને કારણે દુર્ઘટનાઓ સર્જાવા પામેલ છે. સદરહુ  મેટ્રો ટ્રેનની કામગીરી કરનાર એજન્સી દ્વારા મનસ્વી રીતે કામગીરી કરવામાં આવી રહેલ છે તેમ છતાં સુરત શહેર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સદરહુ એજન્સી ઉપર કોઈ નિયંત્રણ રાખવામાં આવી રહેલ નથી. જે રોડ-રસ્તાઓ આડેધડ તોડવામાં આવી રહેલ છે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ ભવિષ્યનું માળખું પણ તૈયાર કરવામાં આવેલ નથી. જેથી જે રોડ-રસ્તાઓ તોડવામાં આવી રહેલ છે તે સુરત શહેરમાં લાંબા સમય માટે તેવી જ સ્થિતિમાં રહેશે અને સુરત શહેરની જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જે પણ અહી નોંધનીય છે. 

સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની ખાડીઓ અને ડ્રેનેજની સફાઇ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે એન તે મુજબ ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં હાલમાં ચોમાસાની ઋતુ દરમ્યાન સુરત શહેરના અનેક વિસ્તારમાં ખાડી પૂર આવેલ હતા જેને કારણે સ્થાનિક નાગરિકોને પોતાની ઘરવખરી અને ધંધા-રોજગારને ખૂબ મોટું નુકસાન થવા પામેલ છે. આમ, ખાડી અને ડ્રેનેજ સફાઈમાં કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં જો સામાન્ય વરસાદમાં ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તેની જવાબદાર મુખ્યત્વે મ્યુનિસપલ કમિશ્નરની રહે છે. જો મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જો ખાડી અને ડ્રેનેજની સફાઈ યોગ્ય રીતે કરાવવામાં ધ્યાન આપવામાં આવેલ હોત તો સામાન્ય જનતાને નુકસાન સહન કરવાનો વારો ન આવ્યો હોત એન સુરત શહેરના મુખ્ય અધિકારી તરીકે હોદ્દા ઉપર બેઠા હોય ત્યારે અધિકારીએ જાહેર જનતાના પ્રશ્નો બાબતે પૂરતું ધ્યાન આપવું એ અધિકારીની કાયદાકીય અને નૈતિક ફરજ છે. જેના ઉપર મ્યુનિસિપલ કમિશનર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી જે ખૂબ જ દુ:ખની બાબત છે. એન ખાડી અને ડ્રેનેજની સાફ સફાઇ પાછળ સુરત શહેરની જનતાના કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં સુરત શહેરની જનતાને પરિણામ મળતું નથી અને દર વર્ષે એકસરખી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

વધુમાં, જણાવવાનું કે સુરત શહેરના બુદ્ધિજીવી લોકો અને જાગૃત નાગરિકો દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે જેથી હાલમાં સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી નથી. પરંતુ, સુરત શહેરનાં માર્ગોના ચાર રસ્તાઓ ઉપર સાંજે  ૦૫:૦૦ વાગ્યા બાદ કરવામાં આવતા દબાણના કારણે ઠેર ઠેર ટ્રાફિક સમસ્યાનું સર્જન થઈ રહ્યું છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સુરત શહેરના માર્ગોના ચાર રસ્તાઓ ઉપરથી દબાણો દૂર કરવામાં આવી રહેલ નથી અને અધિકારીઓ મુકપ્રેક્ષણ બની ગયેલ છે. આમ, હાલના સુરત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પોતાના જ વિભાગના અધિકારી પાસે કામ લેવામાં નિષ્ફળ ગયેલ છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે. 

હાલમાં, હજીરાના ઉધ્યોગકારોને ટ્રીટમેન્ટ કરીને શુદ્ધ પાણી આપવાનો ખર્ચ અંદાજીત ૧૦૦૦ કરોડ હતો. ત્યારબાદ એજન્સી પાસે ટેન્ડર ખોલાવવામાં આવ્યું ત્યારે આ ખર્ચ  રૂ. ૧૫૦૦ કરોડ કરતાં વધુ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ મહાનગર પાલિકાના અધિકારીઓની હજીરાની ઓદ્યોગિક કંપની સાથે થયેલ બેઠકમાં નક્કી કરવામાં આવેલ એડવાન્સ રૂપિયામાં આપવામાં આવેલ ન હતા તથા કંપનની ને જે ભાવે પાણી આપવાનું નક્કી થયું હતું તેમાં પણ મહાનગર પાલિકાને દર મહિને આશરે સાતથી આઠ લાખ રૂપિયાનું નુકસાન થઈ રહેલ હતું. આમ, મહત્વપૂર્ણ કામગીરીમાં સુરત મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવેલ ન હતું અને મહાનગર પાલિકાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવા પામેલ હતું.


અમો દ્વારા મોજે. ભાઠા, તા. ચોર્યાસી, જી. સુરત ખાતે તાપી નદી કિનારે માટી પુરાણ કરી તાપી નદીનો ફલડ પ્લેન એરિયા ઘટાડવા બાબાત, પાળા યોજનાનો ભંગ કરવા બાબત તેમજ મે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અનાદર કરી તેની વિરુદ્ધ બાંધકામો કરવા અન્વયે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સુરત શહેરના નાગરિકોનાં જાહેરહિતમાં લેખિત રજૂઆત અને ફરિયાદ સુરત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીને તા. ૧૨/૦૯/૨૦૨૪ ના પત્રથી કરવામાં આવેલ હતી. સુરત શહેરમાંથી વહેતી તાપી નદીના કાંઠે કેટલાક વિસ્તારોમાં “નો-ડેવલોપમેન્ટ ઝોન” છે તેમ છતાં આડેધડ બાંધકામોને પરવાનગી આપવામાં આવી રહેલ છે અને બાંધકામો થઈ રહેલ છે. જે તાપી નદીની વહન ક્ષમતા અને સુરત શહેરના લોકો માટે ખતરારૂપ છે. અમારી લેખિત ફરિયાદો એન રજૂઆતો હોવા છતાં હાલના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા રાજકીય મેળાપીપળામાં કોઈ નક્કર કાર્યવાહી જવાબદાર ઇસમો સામે કરવામાં આવી રહેલ નથી. જેથી સુરત શહેરના લોકોને ભવિષ્યમાં ભયંકર પૂર્ણની સ્થિતિ સામનો કરવો પડશે એ વાત ચોક્કસ છે. જેની સંપૂર્ણ જવાબદેહી મ્યુનિસિપલ કમિશ્નરની હશે.


હાલમાં જે વિસ્તારોને સુરત શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ છે તે વિસ્તારના નાગરિકો પાસે વેરો તો વસૂલ કરવામાં આવે છે પરંતુ તેમને વેરાઓની સામે રોડ–રસ્તા, ગટર લાઇન, સાફ-સફાઇ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ આપવાની હોય છે તે સુવિધાઓ આપવામાં  મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર નિષ્ફળ જવા પામેલ છે. આજે પણ અનેક વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના માટે સીધી રીતે હાલના મ્યુનિસિપલ કમિશ્નર જવાબદાર છે. જેઓ દ્વારા સામાન્ય જનતાના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.


ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા ટાઉન પ્લાનિંગ બાબતે અને સુરત શહેરમાં થતાં બાંધકામ અન્વયે પ્રમાણપત્રો એન પરવાનગીઓ આપવા બાબતે દર મહિને મિટિંગ કરવામાં આવતી હતી. સુરત શહેરની લોકોમાં ચાલતી વાતો અનુસાર હાલમાં છેલ્લા કેટલા મહિનાઓથી સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મિટિંગ હાથ ધરવામાં આવતી નથી. અને નીચલા અધિકારીઓના હાથમાં સંપૂર્ણપણે આ વહીવટ આવી ગયેલ છે જેને કારણે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર વધી ગયેલ છે. જે બાબતે પણ ઝીણવટપૂર્વક તપાસ થવી જરૂરી છે. 


સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમના નીચેના અધિકારીઓ સાથે સંકલનમાં ખૂબ મોટા પાયે અભાવ જોવા મળે છે. જેને કારણે વહીવટી તંત્રમાં અધિકારીઓ વચ્ચે ખૂબ મોટા પાયે વિસંગતતા જોવા મળે છે. જેને કારણે વિકાસના કામોમાં ખૂબ વિલંબ થાય છે. તેમજ સુરત શહેરના નગરપાલિકાની ચૂંટાયેલી પાંખના નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ કમિશનરશ્રી દ્વારા સંકલન સાધવામાં આવતું નથી. સંકલન અભાવને કારણે સુરત શહેરના લોકોના હિતને નુકશાન થાય છે.  


સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે જો ફરિયાદો કરવામાં આવે તો કમિશનરશ્રી દ્વારા ફક્ત અને ફક્ત કરણ-દર્શક નોટીસો પાઠવવામાં આવે છે અને આગળ કોઈપણ કાર્યવાહી કરવાં આવતી નથી. જેને કારણે ખોટું કરવા માટે આવા અધિકારીઓને પ્રોત્સાહન મળે છે અને તેમનું મનોબળ વધે છે. 


બીજી તરફ સુરત શહેરના લોકોની જે રોજીંદા જીવનના જે પ્રશ્નો છે કે પછી સામાન્ય લેખિત રજૂઆતો છે તેઓનો પણ સમયસર નિકાલ લાવવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીવડે છે અને લોકોની સમસ્યાઓ અંગે કોઈપણ ઝડપી નિવારણ આવતું નથી.  
ઉપર જણાવેલ મુદ્દાઓનો ટૂંકમાં સાર એવો છે કે રોડ-રસ્તાની બિસમાર હાલત, પાણી-ડ્રેનેજની સમસ્યાઓ, મૂળ પાયાની સુખ-સુવિધાઓ, બાંધકામની પરવાનગીઓમાં બિન-જરૂરી વાંધાઓ લઈ બાંધકામ અટકાવવું અને તેના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવું જેવી બાબતોને કારણે સુરત શહેરનો વિકાસ રૂંધાય રહેલ છે. જેને પરિણામે સુરત શહેરની જીડીપી ઉપર પણ ખૂબ મોટા પાયે અસરો જોવા મળી રહેલ છે. જીડીપીમાં ઘટાડો થવાથી એકાંદરે રાજ્ય સરકારના વેરાઓ અને કેન્દ્ર સરકારના વેરાઓ વિગેરેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહેલ છે અને પરિણામે સરકારી તિજોરીને નુકશાન થઈ રહેલ છે. આ નુકશાન થવા પાછળનું મુખ્ય કરણ છે સત્તાનું કેન્દ્રીકરણ. સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ કરી દેવામાં આવેલ છે એન વહીવટની દરેક નાની-નાની બાબતોમાં પૂર્ણ દખલગીરી કરવામાં આવી રહેલ છે જેને કારણે સુરત શહેરના વહીવટી તંત્રના અધિકારીઓમાં તેમની ફરજ પ્રત્યે નિરુત્સાહ જોવા મળી રહેલ છે. જે  
આમ, સુરત શહેરના સામાન્ય નાગરિક તરીકે સુરત શહેરની સામાન્ય જનતાના હિતમાં અમો આ પત્ર દ્વારા સુરત શહેર વિસ્તારમાં થતાં કામોની સમીક્ષા કરવા અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા  પોતાની ફરજમાં બેદરકારી દાખવવામાં આવી રહેલ હોય તની સામે સત્યતા તપાસવા માટે એક તપાસ સમિતિ બનાવી સુરત શહેરની જનતાના હિતમાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ. ઉપરાંત, જો અમારી આ લેખિત ફરિયાદ અન્વયે સુરત શહેરની જનતાના હિતમાં યોગ્ય પગલાંઓ લેવામાં નહીં આવે તો અમોને ના-છૂટકે મે. ગુજરાત હાઇકોર્ટમાં જવાબદાર અધિકારીઓ અને વિભાગો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની ખાસ નોંધ લેવી .
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત મ્યુનિસિપલ કમિશ્નર પોતાની ફરજમાં બેદરકાર છે! કોંગ્રેસ નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રીને પત્ર, કહ્યું SIT ની રચના કરી જનતાના હિતમાં પગલા લો

Related posts

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Phone: 9998685264.

અમદાવાદ સંગીત જગતના સિનિયર કલાકારો દ્વારા સ્વ: લતા મંગેશકરની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કર્યો, જબરદસ્ત આવાજ અને અંદાજમાં આર્ટિસ્ટોએ પર્ફોર્મન્સ કર્યું, જુઓ વિડીયો

Phone: 9998685264.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છારાનગર રોડ કટિંગ ની નોટિસ અપાઈ, રોડ કટિંગમાં જાતીય ભેદભાવ હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ! એડવોકેટ શમશાદખાન પઠાણના નેતૃત્વમાં આજે રાજીવગાંધી ભવન ખાતે વાંધા અરજી આપવામાં આવી

Phone: 9998685264.

Leave a Comment