Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Our Visitor

013090
Total Users : 13090
Total views : 15327
Who's Online : 2

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

અમદાવાદ…

સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ પોલીસના આશીર્વાદ થી દેશી વિદેશી દારૂની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહી છે જે કોઈ એજન્સી કે ઉચ્ચ અધિકારીઓ થી છુપી નથી. અમદાવાદ પોલીસ કમિશ્નરની વિશ્વાસુ એજન્સી PCB દ્વારા છેલ્લા બે મહિનામાં સરદારનગર વિસ્તારમાંથી દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, જુગાર, અને કેમિકલ યુક્ત તાડી ઉપર સતત રેડો કરી તવાઈ બોલાવી દીધી હતી. તો બીજીતરફ ગાંધીનગર થી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ પણ બે વખત રેડ કરી ઇંગ્લિશ દારૂ અને જુગારના ક્વોલિટી કેસો કર્યા હતા. તેમ છતાં સરદારનગરના પોલીસ ઇન્સ્પેક્ટર પી વી પટેલ અને સેકન્ડ પીઆઈ એસ બી ચૌધરીને જાણે કોઈ ફરક નથી પડતો હોય તેવો ઘાટ હાલની પરિસ્થિતિમાં પણ સર્જાયો છે. જેનો જીવતો જાગતો દાખલો હાલમાંજ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરાયેલી રેડ કહી શકાય. ક્રાઈમબ્રાન્ચને મળેલી બાતમીના આધારે સરદારનગરમાં એક મહિલા બુટલેગરના ત્યાં રેડ કરી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

તમને જણાવી દઈએ કે સરદારનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસ પૈસા કમાવી લેવાની લાલચમાં બુટલેગરો પાસેથી મોટા હપ્તાઓ લઈ દારૂના ધંધા ચલાવવાની ખુલ્લી છૂટ આપી દેતી હોય છે. જેના લીધે સરદારનગર વિસ્તારમાં ખુલ્લેઆમ નશાનો વેપાર થઈ રહ્યો છે. આ વિસ્તારમાં નાકે નાકે ગલીયે ગલીયે ચરસ, ગાંજો, એમડી, દેશી વિદેશી દારૂના ઠેર ઠેર અડ્ડાઓ તમને જોવા મળી જશે. આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યોજ નથી. કારણકે સ્થાનિક પોલીસના અધિકારીઓ પોતે હપ્તાખોર બની ગયા છે. મસમોટા હપ્તાઓ લઈને જેમ તેમ અસામાજિક પ્રવૃતિઓ આચરવાની પરમિશન આપતાં નજરે પડ્યા છે.

હવે વાત કરીયે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની તો તેમને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે એક 70 વર્ષીય મહિલા બુટલેગર કે જેના ઉપર અગાઉ પણ દેશી દારૂ અને અન્ય ગુનાઓ છે તે મહિલા પોતાના ઘરે મોટી માત્રામાં દેશી દારૂની ભટ્ટીઓ રાખી દેશી દારૂની અન્ય બુટલેગરોને સપ્લાય કરે છે. જેમાં ચોક્કસ પણે સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જ આ મહિલા બુટલેગર આટલા મોટા પાયે પોતાના રહેણાંકના મકાનમાં દેશી દારૂનો અડ્ડો ચલાવતા હતા. જેથી અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની એક ટીમ તાત્કાલિક કુબેરનગર ખાતે રહેતી મહિલા બુટલેગરના ઘરે પહોંચી જઈને રેડ કરી હતી. ક્રાઇમબ્રાન્ચ પોલીસને જોઈ વિસ્તારમાં રીતસરની ભાગદોડ મચી ગઈ હતી. કોઈ કઈ સમજે તે પહેલા પોલીસે મહિલા બુટલેગરના ઘરે થી મોટી માત્રામાં 625 લિટર દેશી દારૂ અને દારૂ ગાળવા માટે વપરાતો 3800 લિટર વોશ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ રેડમાં 3 વ્યક્તિઓની ધરપકડ પણ કરી હતી. હવે આ તમામ વિગત અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક સાહેબના ઓફિસ સુધી પહોંચી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ કમિશ્નર આવા કસૂરવાર અધિકારીઓ સામે ક્યારે અને કેવા પગલા ભરશે.


સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Related posts

બોલિવૂડના કીંગ ખાન શાહરુખ ખાન આગામી ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે જોવા મળી શકે છે!

Ritesh Parmar

રોફ જમાવવો ભારે પડ્યો / સિંધુભવન રોડ પર જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લેનાર નબીરાઓ પોલીસના સકંજામાં, હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે

Ritesh Parmar

રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ! અધધધ…. 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ, ટ્રક ઇંગ્લિશ દારૂ અને રોકડ રકમ સહીત 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Ritesh Parmar

Leave a Comment