Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ સંગીત જગતના સિનિયર કલાકારો દ્વારા સ્વ: લતા મંગેશકરની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કર્યો, જબરદસ્ત આવાજ અને અંદાજમાં આર્ટિસ્ટોએ પર્ફોર્મન્સ કર્યું, જુઓ વિડીયો

અમદાવાદ સંગીત જગતના સિનિયર કલાકારો દ્વારા સ્વ: લતા મંગેશકરની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કર્યો, જબરદસ્ત આવાજ અને અંદાજમાં આર્ટિસ્ટોએ પર્ફોર્મન્સ કર્યું, જુઓ વિડીયો

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

અમદાવાદ સંગીત જગતના સિનિયર કલાકારો દ્વારા સ્વ: લતા મંગેશકરની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કર્યો, જબરદસ્ત આવાજ અને અંદાજમાં આર્ટિસ્ટોએ પર્ફોર્મન્સ કર્યું, જુઓ વિડીયો




અમદાવાદ,  રીતેશ પરમાર

               હાલમાંજ ભારતની સ્વરસુંદરી, ભારતરત્ન, અને પદ્મશ્રી એવા લતા મંગેશકરનું માંદગીના કારણે 92 વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું. લતાજીના નિધનના કારણે સમગ્ર દેશમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. તો બીજીતરફ ભારત સરકાર દ્વારા બે દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સંગીત જગત અને સિનેમા જગતમાં લતાજીના નિધન થી ઘેરા દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી. જેથી તેમની અંતિમયાત્રામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીતની તમામ મોટી હસ્તીઓએ હાજર રહી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તે સંદર્ભમાં અમદાવાદના સિનિયર કલાકારો દ્વારા લતાજીને યાદ કરી એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

              તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સિનિયર આર્ટિસ્ટોનો એક ગ્રુપ છે  કે, જેમાં  50 થી લઈને 80 વર્ષની ઉંમરના સિનિયર ગાયકો છે. આ ગ્રૂપનું નામ ડિવાઈન મ્યુઝિક ક્લબ છે, અને આ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આજ રોજ અમદાવાદના ઘોડાસર ખાતે એક સંગીત સંધ્યાનો આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં 40 જેટલા મહાનુભાવી કલાકારો, મ્યુઝિસિયન, ગાયકો, અને એન્કરોએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય ગાયિકા અને કાર્યક્રમના આયોજક મીનુ સિંઘવી પોતાની સૂરીલી અને જાદુઈ આવાજમાં લતા મંગેશ્કરના ગીતો ગાઈ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમજ અન્ય ગાયકો કે જે વયોવૃદ્ધ છે તેવા ગાયકોને આટલી ઉમરમાં પણ ગીત ગાવા માટે સ્ટેજ મળે તેના માટે મહિલા સિંગર મીનુ સિંઘવી તેમને પ્રોત્સાહિત કરતા નજરે પડ્યા હતા.

        આજની સંગીત સંધ્યામાં લતા મંગેશકરને યાદ કરી તેમની સ્મૃતિમા મહિલા સિંગરોએ ઉત્સાહિત થઈ ભાગ લીધો હતો.  તેમજ આ મહિલા સિંગરો એ ડુઇટ્સ સોન્ગ પણ પરફોર્મ કર્યા હતા, જે ખુબજ બિરદાવવા લાયક હતા. આખરે કહી શકાય કે ભારતની સ્વરસુંદરી સ્વ: લતા મંગેશકરની યાદમાં યોજવવામાં આવેલો સંગીત સંધ્યાનો કાર્યક્રમ ખુબજ સરસ રીતે ઉજવી સાચી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તો બીજીતરફ આ કાર્યકર્મના વિજયભાઈ સાલેકરે લતા મંગેશકરના જીવન વિશે ઘણી બધી વાતો અને તેમની વિશેસતાઓ જણાવી હાજર લોકોના દિલમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેમની સાથે ગાયક કિશોર ખમ્બાતે, વસંત ખમ્બાતે, રાકેશ ત્રિવેદી, મહિલા સિંગર દક્ષા જૈન, રીપલ શાહ, તેમજ, શૈલેષ દરવાન, કમલ ગોર, દેવેન્દ્ર યાજ્ઞિક, શિરીષભાઈ, પ્રવીણ મિસ્ત્રી, તડવી જી, અને રમેશ ઠક્કર  અને અન્ય ઘણા બધા  અનુભવી અને સુરીલા સિંગરો દ્વારા લતાજી, કિશોરકુમાર, મહોમ્મદ રફી જેવા મહાન કલાકારોના ગીતો ગાઈ કાર્યક્રમમાં એક અલગ જ માહોલ ઉત્પન્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજના કાર્યક્રમમાં દરેક મેલ સિંગરોએ પણ લતા મંગેશકરના ગીતો ગાયા હતા જે આજના કાર્યક્રમની ખાસ વિશેષતા રહી હતી.


અમદાવાદ સંગીત જગતના સિનિયર કલાકારો દ્વારા સ્વ: લતા મંગેશકરની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો આયોજન કર્યો, જબરદસ્ત આવાજ અને અંદાજમાં આર્ટિસ્ટોએ પર્ફોર્મન્સ કર્યું, જુઓ વિડીયો

Related posts

દુબઈ / એશિયા કપની ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ બાદ વિરાટ કોહલીએ પાકિસ્તાની ફાસ્ટ બોલરની ઈચ્છા પૂર્ણ કરી, તસવીરો જોઈને લાગશે કે વિરાટ નો દિલ પણ વિરાટ છે, જુઓ વિડીયો

Ritesh Parmar

રાજ્યોની જુદી જુદી જેલોની યોગ્ય સલમાતી અને સંચાલન માટે હથિયારી PI ઓને પોસ્ટિંગ અપાશે, સાબરમતી જેલથી શરૂઆત!

Ritesh Parmar

શરમજનક /અમદાવાદની કોલેજમાં ગરબાની રમઝટ વચ્ચે દારૂની મહેફિલ પકડાઈ! સરખેજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી

Ritesh Parmar

Leave a Comment