Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઓલપાડ પોલીસે ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો : કેબલ વાયરની ચોરી કરનારા ચોરોની ધરપકડ કરી સફળતા મેળવી

ઓલપાડ પોલીસે ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો : કેબલ વાયરની ચોરી કરનારા ચોરોની ધરપકડ કરી સફળતા મેળવી

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15369
Who's Online : 3

ઓલપાડ પોલીસે ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો : કેબલ વાયરની ચોરી કરનારા ચોરોની ધરપકડ કરી સફળતા મેળવી

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ઓલપાડ થી કરંજ તરફ જતા મીંઢી ગામના પાટિયા પાસે આવેલી નહેર ઉપર મુકેલ ડ્રમમાંથી ઇલેક્ટ્રિક વાયરનું કેબલ જેની કિંમત 28,800 થાય છે તેની ચોરી કરનાર તમામ ચાર આરોપીઓને ઓલપાડ પોલીસે ઝડપી લીધા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લા ગ્રામ્યના પોલીસ મહા નિરીક્ષક શ્રી વાબાંગ ઝમીર ની કડક સૂચના તેમજ સુરત ગ્રામ્યના SP શ્રી હિતેશ જોયસર સાહેબના સચોટ માર્ગદર્શન અનુસાર ઓલપાડ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ કરાવવા તેમજ ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કડક નિર્દેશ આપેલ હતો. જેના અનુંસંધાનમાં ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સી. આર. જાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરવા ઓલપાડ પોલીસે ચોક્કસ દિશામાં કાર્યવાહી ચાલુ કરી હતી.

ઓલપાડ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે મીંઢી ગામની સીમમાં આવેલ નહેર ઉપર થી ઇલેક્ટ્રિક વાયર કેબલની ચોરી કરનાર આરોપીઓ માસમાં ગામ સુરતથી ઓલપાડ જતા આસ્થા પેટ્રોલ પંપ ઉપર ઉભા છે. જેની જાણ પોલીસ ઈન્સ્પેક્ટર સી. આર. જાદવને થતા તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક પોતાના સ્ટાફના માણસોને બાતમી વાળી જગ્યાએ મોકલી આપ્યા હતા. મીંઢી ગામમા નહેર ઉપર મુકેલા વાયરની ચોરી કરનાર આરોપીઓ આસ્થા પેટ્રોલ પંપ થી કોઈ અન્ય સ્થળે પહોંચે તે પહેલાજ ઓલપાડ પોલીસે (1) બનાખાન છોટાલ્લી ખાન રહે, હાલ સુરત મૂળ વતન અલવર રાજસ્થાન. (2) સોકતખાન ઈસબખાન રહે, હાલ સુરત મૂળ વતન ભરતપુર રાજસ્થાન ને સ્થળ ઉપરથી દબોચી લીધા હતા.

ઓલપાડ વિસ્તારમાં થયેલ ચોરીની ઘટનામાં સંડોવાયેલ ચાર આરોપીઓ સામે ચોરીની કલમ 379 હેઠળ ગુનો દાખલ કરી ઓલપાડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઓલપાડ પોલીસે આ ઘટનામાં અગાઉ મોહંમદ સાજીદ ગુલામઅલી બેલીમ અને મુબારકખાન છોટાલ્લી ખાનની ધરપકડ કરી લીધી હતી. તો બીજીતરફ આ ગુનામાં નાસતા ફરતા અન્ય બે આરોપીઓની ધરપકડ કરી ઓલપાડ પોલીસે સફળતા પૂર્વક ચોરીના ગુનાને ડિટેક્ટ કરી પ્રસંસનીય કામગીરી કરી હતી.


ઓલપાડ પોલીસે ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો : કેબલ વાયરની ચોરી કરનારા ચોરોની ધરપકડ કરી સફળતા મેળવી

Related posts

વાસના, સોદાબાજી અને જેહાદી સાઝિશ! વડોદરામાં માસૂમ દીકરી પર હેવાનિયત ગુજારી માતા પાસે માંગી લાખોની ‘ખંડણી’

Ritesh Parmar

એટલેજ તો ગાયને માતા કહેવાય છે, જુઓ કૂતરીના નાના ગલૂડિયાઓને પીવડાવી રહી છે પોતાનું દૂધ,

Ritesh Parmar

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

Ritesh Parmar

Leave a Comment