Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,
મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી
પ્રતિકાત્મક તસ્વીર

સ્કાય મોલ સામે પી.જી. ક્લોક લીમડા પાનવાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રહેતો સંજયભાઇ ધનજીભાઇ વિડજા નામના યુવક પોતાની માલીકીની જીજે 03 કેપી 6365 નંબરની મહીંદ્રા કેયુવી લઇને પોતાની ઘરે જતા હોય તે દરમ્યાન વબેન્કના રિકવરી એજન્ટ રૂતુરાજસીંહ અને તેમની સાથે અન્ય બે લોકોએ ફરીયાદીની કારને આંતરી તેમની સાથે માથાકૂટ શરુ કરી હતી. અને ત્યારબાદ એજન્ટે કહ્યું કે તમે હોમલોન લીધી છે તો તમે ચાલુ માસનો હપ્તો કેમ નથી ભર્યો. જેથી ફરિયાદી એ રિકવરી એજન્ટને જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ અનુકૂળ નથી એટલે મારાથી આ મહિનાના હપ્તાની સગવડ નથી. પરંતુ હું આવતા મહિને પેનલ્ટી સાથે હોમલોન નો હપ્તો બેંકમાં ભરી આપીશ. તેમ છતાં રિકવરી એજન્ટ અને તેમના સાથીદારો એ ફરિયાદીને ગંદી ગાળો ભાંડી મૂઢમાર માર્યો હતો.

ઘટના વિશે મળતી વધુ માહિતી અનુસાર રૂતુરાજસીંહ તથા તેની સાથે આવેલ તેના ત્રણ અજાણ્યા માણસોએ સફેદ કલરની ગાડીમા આવી ફરીયાદીની ગાડી આગળ પોતાની ગાડી ઉભી રાખી હતી. અને ત્યારબાદ પોતાની ગાડીમાંથી ઉતરી ફરીયાદીને ભુંડી ગાળો બોલી મુંઢમાર મારી બળજબરી પુર્વક તેની ગાડીમાથી ઉતારી દીધો હતો. અને પછી ફરિયાદીને પોતાની ગાડીમા બેસાડી લઇ જઇ બધા માણસો ભુંડી ગાળો બોલી પ્લાસ્ટીકના પાઇપ વડે ફરીયાદીને શરીરે આડેધડ મુંઢ માર મારી મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદીની ગાડીની ચાવીનો તેના પર જ ઘા કરી પોતાની સાથે લઇને આવેલ સફેદ કલરની ગાડીમા બેસી નાસી જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ ફરીયાદી સંજયભાઈ વિડજા નામના શખ્સના નિવેદનના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,<br>મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ૧૪ જ કલાકમાં માસૂમનો છુટકારો, બાળ તસ્કરીના કાળા કારોબારનો પર્દાફાશ!

Ritesh Parmar

અમદાવાદ /સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉઘરાવાઈ રહી છે ખંડણી, માથાભારે કેદીઓ તેમના સાથી કેદીઓ પાસેથી ખંડણી ઉઘરાવી રહ્યા હોવાનું કિસ્સો સામે આવ્યો, ફરીયાદ દાખલ જુઓ વિડીયો

Ritesh Parmar

અમદાવાદ/સસરા અને જેઠ દ્વારા પરિણીતાની છાતી -પેટ ઉપર જબરદસ્તી હાથ ફેરવતા વટવા gidc માં ફરીયાદ નોંધાઈ

Ritesh Parmar

Leave a Comment