Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધાના સમાચાર સામે આવતા જુનાગઢ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો જુનાગઢ(Junagadh) પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે ફરજ બજાવી રહેલા અને મોરબી તાલુકાના મેઘપર ગામના વતની કોન્સ્ટેબલ(Police Constable) બ્રિજેશ લાવડીયાએ કોઈ અગમ્ય કારણોસર વંથલી તાલુકાના શાપુર ગામની ચીકુની બાગમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પીટીસી ખાતે એડીઆઇ તરીકે ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલનો ચીકુના ઝાડ પર લટકતો મૃતદેહ જોતા ત્યાંથી પસાર થઇ રહેલ એક વ્યક્તિએ ઘટનાની જાણ વંથલી પોલીસને કરવામાં આવી હતી અને વંથલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને ડીવાયએસપી કોડીયાતરએ જણાવતા કહ્યું હતું કે, મૃતદેહની જાણવંથલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ કરવામાં આવતા મૃતદેહ આજુબાજુમાં કોઈપણ સુસાઇડ નોટ મળી આવી ન હતી. હાલ તો વંથલી પોલીસ દ્વારા કોન્સ્ટેબલને ગળેફાંસો ખાઈ આપઘાત કરવા બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી બાજુ પરિવાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશ લાવડીયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવા માટે માંગ કરવામાં આવી હતી. જેથી મૃતદેહને જામનગર ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ક્યા કારણોસર કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે તે સમગ્ર હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે તેવું ડીવાયએસપી કોડિયાતરે જણાવતા કહ્યુ હતું.


જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

Related posts

વડોદરા / મહિલા ધારાસભ્ય વિરૃદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગ્યા! મનીષા વકીલ સામે સ્થાનિક નાગરીકનો વિરોધ! ચૂંટણી આવી રહી છે, ગુમ થયાં છો તો ગુમ રહેજો! બે હાથ જોડવા ના આવતા : યોગેન્દ્ર પરમાર

Ritesh Parmar

પોરબંદર /CM ની રેલીમાં આખલા ઘુસ્યા! કડીમાં નીતિન પટેલને અડફેટે લીધા બાદ આજે તિરંગા યાત્રા અંતર્ગત CM ના કાફલામાં આખલા ઘુસ્યા, જુઓ વિડીયો

Ritesh Parmar

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

Leave a Comment