Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગીર સોમનાથમાં લગ્નના વરઘોડામાં જાનૈયાઓએ બેફામ બની દારૂની છોળો ઉડાડી, સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ! વિડીયો

ગીર સોમનાથમાં લગ્નના વરઘોડામાં જાનૈયાઓએ બેફામ બની દારૂની છોળો ઉડાડી, સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ!

Our Visitor

013346
Total Users : 13346
Total views : 15625
Who's Online : 0

ગીર સોમનાથમાં લગ્નના વરઘોડામાં જાનૈયાઓએ બેફામ બની દારૂની છોળો ઉડાડી, સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ!

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલતો વીડિયો સામે આવ્યો છે. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે લગ્નના વરઘોડામાં બેફામ થઈને દારૂનો છોળો ઉછળતો વીડિયો વાયરલ થયો છે. આ કથિત વીડિયો ગીરસોમનાથના ઉના તાલુકાના એક ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગીર-સોમનાથના ઉનાના કાલાપણ ગામમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ થતા દારૂબંધીના કાયદાનું ચીરહરણ થતું જોવા મળી રહ્યું છે.
આ વીડિયોમાં કેટલાક નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઇને ધમાલ કરતા જોવા મળી રહ્યાં છે.

જુઓ વિડીયો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક નબીરાઓને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ જાહેરમાં દારૂની બોટલો વચ્ચે મુકીને ટોળે વળી ડાન્સ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો અંગે SPએ જણાવ્યું કે, આ મામલે બે શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

SPએ ઉમેર્યું કે, વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં દારૂ છે કે શું તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જો દારૂ હશે તો પોલીસ દ્વારા મહેફીલ અને પજેશનનો કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.

આ કથિત વીડિયો 16 ફેબ્રુઆરીની રાત્રીનો હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ સિવાય આ વીડિયો ઉના તાલુકાના કાલાપાણ ગામનો અને નવ નિયુક્ત યુવા સરપંચના લગ્ન પ્રસંગનો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.


ગીર સોમનાથમાં લગ્નના વરઘોડામાં જાનૈયાઓએ બેફામ બની દારૂની છોળો ઉડાડી, સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ! વિડીયો

Related posts

છારાનગર પોલીસ દમન કેસ મામલો!
આજે મેટ્રો કોર્ટમાં પી.એસ. આઈ. ધીલ્લોન હાજર રહેતા કોર્ટે માંગ્યા જામીન:
IPS અશોક યાદવ ,સ્વેતા શ્રીમાળી સહિત, PI વિરાણી, PSI મોરીએ હાજર નહિ રહેવા રિપોર્ટ મોકલ્યો

Ritesh Parmar

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

Ritesh Parmar

અમદાવાદ પોલીસ કમિશ્નર નો કડક આદેશ! 6 વર્ષથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બદલી વાળી જગ્યાએ 12 કલાક માં છુટા કરવામાં આવે

Ritesh Parmar

Leave a Comment