Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો
દર્શનભાઈ નાયક : નેતા કોંગ્રેસ

હાલમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લાનાં ઉપર મુજબ જેટલા વિસ્તારમાં શેરડીનું રોપણ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આશરે 5000 હેક્ટર ડાંગર,2500 હેક્ટરમાં કેળા,પપૈયાં,ચીકુ,જમરૂખ જેવા બાગાયતી પાક,3000 હેક્ટર શાકભાજી તથા 2000 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવતું હોય છે.પરતું છેલ્લા કેટલાક વર્ષોથી સુરત જિલ્લામાં તમામ તાલુકાઓમાં ડુક્કરનો ખૂબ જ ત્રાસ વધી ગયો હોવાને કારણે શેરડી સહિતના પાકને આ ડુક્કરોના ઝુંડ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે, જેને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
ડુક્કરોનો ત્રાસ વધી ગયો હોવાને કારણે સુરત જીલ્લાનાં વિસ્તારમાં શેરડીનાં પાકને નુકશાન થવાથી ભવિષ્યમાં સહકારી સુગર મિલો ઉપર વિપરીત અસર થવાની સંભાવના છે.સદર બાબતની ગંભીરતા સમજી સંસ્થા અને ખેડૂતોનાં હિતમાં ખાંડ ઉદ્યોગ સંઘે તત્કાલ બોર્ડ મિટિંગ બોલાવી નીચે મુજબના પગલા લેવા જોઈએ.
(1) સહકારી સંસ્થાના સાચા માલિકો ખેડૂત સભાસદો છે.સંસ્થાની સાથે સંકળાયેલા ખેડૂતો માટેનાં સંસ્થાના વિવિધ ફંડો માથી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે કુદરતી આફતો,સમારંભ, કે અન્ય જગ્યાએ દાન તેમજ સહાય કરવામાં આવે છે તો,આ સંસ્થાના જ માલિક એવા ખેડૂતોને ડુક્કરના ત્રાસ દૂર કરવા માટે નાણાકીય ફાળવણી નીતિનિયમો મુજબ આર્થિક સહાય કરવી જોઈએ તથા આવી જોગવાઈ સંધ મારફત તમામ સુગર મિલોમાં કરાવવી જોઇએ
(2) સુરત જિલ્લાની ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડતાં ડુક્કરોના ત્રાસને નાબૂદ કરવા સરકાર ચોક્કસ નીતિ બનાવવા માટે અને ડુક્કરના ત્રાસને દૂર કરવા માટે ખાસ ફંડ ફાળવવાની રજૂઆત કરવી જોઇએ.

(3) જિલ્લા કક્ષાએ એકશન કમિટી બનાવીને ડુક્કરોના ઝુંડને નાબૂદ કરવા માટેનું અભિયાન સતત ચલાવવામાં આવવું જોઈએ તથા ખેડૂતોને આર્થિક નુકશાન થઈ રહ્યું છે તે નુકસાનનો સર્વે કરવા વિશેષ સર્વે ટીમ બનાવવામાં માટેનું આયોજન કરવું જોઈએ.
(5) જંગલી ડુક્કરઓ દ્વારા ખેડૂતો સહિત ગ્રામજનો ઉપર હુમલાઓ કરવામાં આવે છે આવી અનેક ઘટનાઓ સુરત જિલ્લામાં બનવા પામી છે તેથી જંગલ વિભાગની ટીમ બનાવી ડુક્કરો જેર કરવાનું અભિયાન ચલાવવામાં આવે અને જરૂરિયાત ધરાવતા ખેડૂતોને પાક સંરક્ષણ માટે હથિયારના પરવાના અપાવવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ.
શેરડી પકવતા ખેડૂતો સુગર ફેક્ટરીના સભાસદો છે ત્યારે ખાંડ ઉદ્યોગ સંઘ અને સુગર ફેક્ટરીઓની સવિશેષ જવાબદારી બને છે આ બંધી સંસ્થાઓ ખેડૂતોના હિતમાં આગળ આવે એ જરૂરી છે જેથી ખાંડ ઉદ્યોગ સંઘ અને સુગર ફેકટરીઓના અધ્યક્ષશ્રીઓને નમ્ર વિનંતી છે કે આ ખેડૂતો થકી જ સુગર ફેક્ટરીઓ આર્થિક રીતે સદ્ધર બની છે જેથી શેરડીના ખેતરોને નુકસાન પહોંચાડતા ડુક્કરો સામે લડવા માટે ખાંડ ઉદ્યોગ સંઘ અને સુગર ફેક્ટરીઓ પણ ખેડૂતોની વહારે આવી આર્થિક રીતે મદદરૂપ થવું જોઈએ
સુરત જિલ્લામાં 3૦૦થી વધુ ગામોમાં ડુક્કરોના ત્રાસથી દર વર્ષે પાકનું ઉત્પાદન ઘટતું જાય છે જેથી ઉપરોક્ત અમોની માંગણીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લાના ખેડૂતોને આર્થિક નુકશાન પહોંચાડતા ડુક્કરોમાંથી મુક્તિ અપાવવા માટે ખાંડ ઉદ્યોગ સંઘ અને સરકાર દ્વારા ચોક્કસ નીતિ બનાવી ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડી ખેડૂતોને લાભદાયક નીવડે એવી મારી લાગણી અને માગણી છે.

સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો

Related posts

સુરત / કામરેજ અને ઓલપાડને ગ્રામ્ય પોલીસની જગ્યાએ સુરત શહેર પોલીસ તાબા હેઠળ લેવા ભલામણ! ચોરી, લૂંટફાટ, અને ટ્રાફિકની સમસ્યા વધતા અલગથી પોલીસ સ્ટેશન બનાવવા માંગ, લોકહિતમાં નિર્ણય લેવા મુખ્યમંત્રી પાસેથી માંગણી કરતા દર્શન નાયક

Ritesh Parmar

દ્વારકા /અંધશ્રધ્ધામાં આવી પતિ પોતાની પત્નીને ભુવાજી પાસે લઈ ગયો, ભુવાજીએ ધુણતી મહિલાને ગરમ સાંકળથી ફટકારતા મોત

Ritesh Parmar

ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ મક્કમતા સાથે મેદાનમા!આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સુરતના ઓલપાડ, સાયણ, અને કીમમાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં મતદારોને વિશ્વાસમાં લેવા 8 વચનોના પુસ્તકનું કરાયું વિતરણ

Ritesh Parmar

Leave a Comment