Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, તાલુકા પોલીસ સ્ટાફે હોળીના શુભ અવસરે કર્યું સૌથી વધુ શુભ કાર્ય, માનસિક દિવ્યાંગ બાળકો સાથે મનાવી હોળી

મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, તાલુકા પોલીસ સ્ટાફે હોળીના શુભ અવસરે કર્યું સૌથી વધુ શુભ કાર્ય, માનસિક દિવ્યાંગ બાળકો સાથે મનાવી હોળી

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, તાલુકા પોલીસ સ્ટાફે હોળીના શુભ અવસરે કર્યું સૌથી વધુ શુભ કાર્ય, માનસિક દિવ્યાંગ બાળકો સાથે મનાવી હોળી

મહેસાણા તાલુકા પોલીસ સ્ટાફની સરાહનીય કામગીરી સામે આવી છે. વિગતો મુજબ પોલીસ સ્ટાફે હોળી પર્વની ઉજવણી અનોખી રીતે કરી હતી. જે અંતર્ગત મહેસાણા શહેરમાં આવેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે પોલીસ સ્ટાફે મળીને હોળીના પર્વની ઉજવણી કરી બાળકોને ખુશી આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.મહેસાણા તાલુકાના પી.આઈ વી.આર.વાણીયાએ પોતાના સ્ટાફ સાથે હોળીની અનોખી રીતે ઉજવણી કરી છે. પોલીસ સ્ટાફ દ્વારા મહેસાણા શહેરમા આવેલ ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દિશા ડે સ્કૂલ ખાતે માનસીક દિવ્યાંગ બાળકો તેમજ શિક્ષક સ્ટાફ સાથે મળી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન પોલીસ કર્મીઓએ મ્યુઝિક ના તાલે ગુલાલ ઉડાડી દિવ્યાંગ બાળકો સાથે હોળી રમ્યા હતા. આ સાથે બાળકોને સાથે બાળક બની ખભાથી ખભો મિલાવી તેમને દિવ્યાંગ હોવાનો અહેસાસ નહિ થવા દેતા બધા એક છે તેવી રીતે હોળી પર્વની ઉજવણી કરી હતી.

માનસિક દિવ્યાંગ બાળકો સાથે પોલીસ કર્મીઓએ પોતાના વ્યસ્ત જીવન માંથી થોડો સમય આવા બાળકો માટે કાઢી તેઓના જીવનમાં રંગ પુરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમ્યાન બાળકોના ગાલે રંગબેરંગી રંગ લગાડી બાળકોના ચહેરા પર ખુશીઓ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ સાથે પોલીસ કર્મીઓએ ખજૂર અને ધાણીનું વિતરણ કર્યું હતું.

મહેસાણા પોલીસની સરાહનીય કામગીરી, તાલુકા પોલીસ સ્ટાફે હોળીના શુભ અવસરે કર્યું સૌથી વધુ શુભ કાર્ય, માનસિક દિવ્યાંગ બાળકો સાથે મનાવી હોળી

Related posts

દુઃખદ / આણંદના વાસદમાં સત કેવલ સંપ્રદાયના સંત મૃત્યુ ઉપર પ્રવચન આપી રહ્યા હતા અને અચાનક નીચે ઢળી પડતા થયું મોત, જુઓ વિડીયો

Ritesh Parmar

સુરતમાં મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ: પાંચ યુવતીઓ ઝડપાઈ સંચાલક ફરાર:

Ritesh Parmar

વલસાડની પારડી પોલીસે બાતમીના આધારે રેડ કરી તો એકી સાથે 23 મહિલા બુટલેગર ઝડપાઈ, દારૂબંધી માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે, પોલીસે 78000 થી વધુનો દારૂ ઝડપી પાડ્યો

Ritesh Parmar

Leave a Comment