Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / સુમુલ દૂધ ડેરી ઉત્પાદન સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા છતાં આદિવાસીઓ અને પશુપાલકો સાથે અન્યાય! ડેરીના સંચાલકો દ્વારા અન્યાય કરાતા તેમની ફરિયાદ સુમુલ ડેરીના ચેરમેન અને ડિરેક્ટરને કરાઈ : દર્શન નાયક

સુરત / સુમુલ દૂધ ડેરી ઉત્પાદન સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા છતાં આદિવાસીઓ અને પશુપાલકો સાથે અન્યાય! ડેરીના સંચાલકો દ્વારા અન્યાય કરાતા તેમની ફરિયાદ સુમુલ ડેરીના ચેરમેન અને ડિરેક્ટરને કરાઈ : દર્શન નાયક

Our Visitor

009763
Total Users : 9763
Total views : 11427
Who's Online : 1

સુરત / સુમુલ દૂધ ડેરી ઉત્પાદન સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા છતાં આદિવાસીઓ અને પશુપાલકો સાથે અન્યાય! ડેરીના સંચાલકો દ્વારા અન્યાય કરાતા તેમની ફરિયાદ સુમુલ ડેરીના ચેરમેન અને ડિરેક્ટરને કરાઈ : દર્શન નાયક

સુમુલ ડેરીના સંચાલકો દ્વારા આદિવાસીઓ અને પશુપાલકો સાથે કરાઈ રહેલા અન્યાય સામે સુરત જિલ્લાના સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા દર્શનકુમાર અમૃતલાલ નાયક,સભાસદ-સાંધીએર દૂધ ઉત્પાદક સહકારી મંડળી એ સુમુલ દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન અને ડિરેક્ટરને લેખિત ફરિયાદ કરી જણાવ્યુ છે, કે હાલમાં સુમુલ ડેરી દ્વારા જે બજારમાં શક્તિ ગોલ્ડનાં ૬ ફેટ દૂધમાં લિટરે બે(૨)રૂપિયા વધારો ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ થી લાગુ કરવામાં આવ્યો છે.સુમુલ ડેરી દૂધ વેચાણ ભાવમાં વધારો કરે છે ત્યારે પશુપાલકો અને મંડળીઓના તરફથી ભાવ વધારો માંગવામાં આવ્યો હતો તેવું પશુપાલકોને પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનું બહાનું આગળ કરી કિલો ફેટે રૂપિયા 10 નો વધારો કરવાથી 6 ફેટ દૂધના બે રૂપિયા વધારો સુમુલ ડેરી કરવો પડ્યો, પરંતુ એની સામે પશુપાલક ને ખાલી લોલીપોપ આપી ખુશ કરી દે છે.સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલ ભાવ વધારો કરવાથી પશુપાલકોને ૬ ફેટના દૂધના ફક્ત ૬૧ પૈસા જ વધારો મળવા પામેલ છે જે પશુપાલકો માટે એક મજાક સમાન છે. સુમુલ ડેરી ના સંચાલકો દ્વારા પશુપાલક ને પણ છેતરવામાં આવી રહ્યા છે અને સુરત સીટી અને જીલ્લાના ગ્રાહકોને પણ લૂંટવામાં આવી રહ્યા છે.આખો દિવસ ગરીબ પશુપાલક અને આદિવાસી સમાજના લોકો તનતોડ મહેનત કરે છે ત્યારે આદિવાસીઑ અને પશુપાલકો સાથે આવો અન્યાય ક્યાં સુધી ?

સહકારી ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા : દર્શન નાયક

જે રીતે આપે બજારમાં ૬ ફેટના દૂધના બે રૂપિયા વધારો કર્યો છે તેને કિલો ફેટની પરિભાષા અને ગણિત પ્રમાણે કિલો ફેટે 33 રૂપિયાનો વધારો એટલે કે પ્રતિ લિટરે ૩.૩૫ રૂપિયાનો વધારો કર્યો છે.આમ ખરીદ અને વેચાણ વચ્ચે મોટું અંતર છે.પશુપાલકોને બદનામ કરવાનો માટેનો કીમિયો આ રીતે કરશો નહીં કારણ કે તમારી વેચાણ અને ખરીદી સમાન ફેટ વાળા દૂધની વચ્ચે હાલ જોતાં વેચાણ ૬૪ રૂપિયા ૬ ફેટના જે કિલોફેટ ના ૧૦૩૫ અને ખરીદ ૬ ફેટના ૪૭-0૦ જે કિલો ફેટનો ભાવ ૭૬૦ રૂપિયા થાય. આમ કિલો ફેટની ગણતરી પ્રમાણે તફાવતની ૧૦૩૫ -૭૬૦ વચ્ચે એક કિલો ફેટે ૨૭૫ રૂપિયાનો નફો જોવા મળે છે.આપ શ્રી વહીવટી ખર્ચ પેટે પાસ ઓન 0.૧૫ પૈસા બતાવો છે,તે વાત કોઈના પણ ધ્યાને ઉતરે એમ નથી .ગણતરી પ્રમાણે તમારું માર્જિન સેકડે ૨૮ પૈસા જેટલું થાય છે .એટલે કે પશુપાલકોને ૦.૭૨ પૈસા મળે છે અને ઑ.૨૮ પૈસા તમારા વહીવટ માં જાય છે અને વર્ષે 33 કરોડનું વ્યાજ ખાધ પશુપાલકોની કમર તોડી નાખે છે.

• ૨૦૨૦ પછી માર્કેટ દૂધ વેચાણ ભાવ ૫૬ ના ૬૪ થવાથી લીટરે ૮.૦૦ સુમુલ ને મળ્યા. ૨૦૨૦ પછી દાણ વેચાણ ભાવ ૧૨૩૫ થી ૧૫૪૫ થવાથી કિલો દીઠ ૦૪.૭૩ ૩. સુમુલ ને મળ્યા આ બન્ને નો સરવાળો કરીએ તો સુમુલ ડેરી ને ૧૨.૭૭ પૈસા મળે છે જેની સામે સુમુલ ડેરી પશુપાલક ને શું ચૂકવે છે?
• ૨૦૨૦ પછી દૂધ ના ભાવ ૬૯૫ થી ૭૬૦ થયાં. એટલે લીટરે ૦૩.૯૦ પૈસા પશુપાલક ને ચૂકવે છે ૧૨.૭૭ પૈસા માંથી ૩.૯૦ પૈસા પશુપાલક ને આપ્યા. તો બીજા ૮.૮૭ પૈસા જાય કાં?
• સુમુલ ડેરી નું દૈનિક સરેરાશ દૂધ ૧૫ લાખ લીટર પણ ગણશો તો સુમુલ ડેરી રોજ ના ૧ કરોડ થી પણ વધુ ની કમાણી તો ૮.૮૭પૈસા ના તફાવત થી જ કરી લેય છે?
• છેલ્લા ૧ (એક) વર્ષથી પશુપાલકોને છેતરવાનાં ધંધો થઇ રહ્યા છે. લગભગ ૫ થી ૬ મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે સુમુલ ડેરીએ ગ્રાહકોને આપતા દુધમાં ભાવ વધારો કર્યો જે ભાવ વધારોનો એક પણ પૈસો સુમુલ ડેરીએ પશુપાલકોને આપ્યા નથી. તો શું પશુ પાલકોને મોંધવારી નથી નડતી ?
• ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપતી સુમુલ ડેરી આજે પશુ પાલકોને કેટલો ભાવ ચૂકવે છે.જે ફેડરેશનના આકડા મુજબ જે સુમુલ ડેરી પહેલા નંબર હતી જે આજે (ગાયના દૂધમાં) ૧૩ માં નંબર ઉપર છે. જેથી પશુ પાલકોને કરોડો રૂપિયાનું નુકશાન થાય છે. બીજી બાજુ મોંધવારીના મારથી પશુ પાલકોની કમર તોડી નાંખેલ છે.
• આજે સુમુલ ફેડરેશનનો ભાવ ૩૪.૮૭ પૈસા ચુકવે છે. જેની સામે સુમુલ ડેરી ૧૩ માં સ્થાને જવાથી ૨૯.૨૦ પૈસા ચુકવે છે. જે ૧ થી ૧૩ માં સ્થાને જવાથી ૫.૬૫ પૈસાનો તફાવત છે. ૧ નંબર ઉપરથી ૧૩ માં નંબરે જવાથી રોજનું ૫૯ લાખ રૂપિયાનું નુકશાન પશુપાલકોને થાય છે. જેથી વર્ષના ૨૦૦ કરોડ ૧૬ લાખ રૂપિયાનું નુકશાન થઇ રહ્યુ છે.
• ૫ મહિના પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે ગ્રાહકો પાસે રૂ.ર/- વધાર્યા જેને કારણે રોજના રૂ.૨૦ લાખથી વધુ ગ્રાહકો પાસેથી લીધા છે. જે ૧(એક) વર્ષના રૂ.૭૨ કરોડથી વધુ સુરત શહેર પાસેથી લઇ લે છે.તેમાંથી પાછલા ૫ મહિનામાં પશુ પાલકોને એક પણ રૂપિયો વધારે ચુકવવામાં આવ્યો નથી. તો શું પશુ પાલકોને મોંધવારી નથી નડતી ? મોંધવારી માત્ર સુમુલ ડેરીને જ નડે છે. સુમુલ ડેરીના કાર્યક્ષેત્રના અમુલ ગોલ્ડ રૂ.ર/- વધુ લેવામાં આવે છે. જેથી વાર્ષિક રૂપિયા ૫૫ કરોડથી વધુ સુરત શહેરની જનતા પાસેથી લેવામાં આવે છે. તો પણ સુમુલ ડેરી ૧૩ માં નંબર ઉપર છે. આપણી સુમુલ ડેરી કરતા ભરૂચ ડેરી વધુ ભાવ ચુકવતી થઇ ગઇ છે.સુમુલ ડેરીની આવી નિતિ ના લીધે પશુ પાલકોના તહેવારો પણ બગાડેલા છે. જો તાત્કાલીક અસરથી સુધારો નહી થશે તો પશુ પાલકો દ્વારા દુધના ભાવ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.


• ૬૪૮૮૮૩૬૨૯ કી.ગ્રામ વાર્ષિક દૂધ આવક છે, અને બજારમાં ઊચા ભાવે વેચાણ કરી પશુપાલકોને પોષણક્ષમ ભાવો આપી શકતા નથી ને સુમુલનું માર્જિન સેકડે ૦.૨૮ પૈસા જેવુ થાય છે આમ સુમુલની ધરખમ આવક ઊભી કરો છો, છતાં પણ સુમુલની વ્યાજ ખાધ વાર્ષિક 33 કરોડ જેટલી ચૂકવામાં અને સુમુલના આડેધડ ખોટા ટાઈફાઓ અને ખર્ચ કરી વહીવટમાં મોટી રકમની આવક ખર્ચ કરતાં દેખાઈ આવે છે, આમને આમ આ રીતે સુમુલનો વહીવટ કરશો તો પશુપાલકોનું હજી પણ ભવિષ્યમાં શોષણ થતું રહશે અને ખરીદનાર ગ્રાહકોને મોઘવારીનો માર પડતો રહેશે. એ તમારા વાર્ષિક અહેવાલ ૨૦૨૧-૨૦૨૨ ના અંદાજિત વ્યાજની રકમ ૪ હજાર લાખ ચુકવવા પાત્ર થશે આ જોતાં ફલિત થાય છે કે પશુપાલકોને આ વ્યવસાય છોડવા મજબૂર થવું પડશે.
નોંધ- આની સાથે ફેડરેશનના ડેટા આધારે તૈયાર કરેલ ભાવ પત્રક સામેલ છે.

અનુ.નં
દૂધ સંઘ
ગાય દૂધના ભાવ
(ફેટ-૩.૫,એસ. એન.ફ ૮.૫)

અમુલ ફેડ
૩૪.૮૭

ગાંધીનગર
૩૧.૬

ભાવનગર
૩૧.૨

જુનાગઢ
૩૧

કચ્છ
૩૦.૯

જામનગર
૩૦.૫

બરોડા
૩૦.૨

ગોધરા
૨૯.૮

બોટાદ
૨૯.૮
૧૦
મોરબી
૨૯.૫
૧૧
ભરુચ
૨૯.૪
૧૨
ખેડા (આણંદ)
૨૯.૩
૧૩
સુરત
૨૯.૨

અનુ.નં
દૂધ સંધ
ભેસ દૂધ ના ભાવ(ફેટ-૬, એસ.એન.ફ ૯)

અમુલ ડેરી
૪૫.૬

ગાંધીનગર
૪૪.૧

સુરત
૪૨.૯


સુરત / સુમુલ દૂધ ડેરી ઉત્પાદન સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા છતાં આદિવાસીઓ અને પશુપાલકો સાથે અન્યાય! ડેરીના સંચાલકો દ્વારા અન્યાય કરાતા તેમની ફરિયાદ સુમુલ ડેરીના ચેરમેન અને ડિરેક્ટરને કરાઈ : દર્શન નાયક

Related posts

ગુજરાતના 24 IPS અધિકારીઓને દોઢ મહિનાની ટ્રેનીંગ માટે હૈદરાબાદ મોકલવાનો નિર્ણય! અમદાવાદમાં IPS અધિકારીઓના ઝોન બદલાય તેવી શક્યતાઓ

Ritesh Parmar

ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં તાલીમાર્થી PIના રૂમમાંથી મળી દારૂની બોટલ, DGPને કરવામાં આવી જાણ, PI વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ

Ritesh Parmar

વલસાડ / લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા પાર્ટનર સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારાયો, યુવકના પિતાની ફરિયાદના આધારે 7 લોકોની ધરપકડ

Ritesh Parmar

Leave a Comment