Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સોશ્યલ મીડિયા ઉપર ફેમસ થવાનો મોભ છોડી દેજો! પૂરપાટ ઝડપતી આવતી ટ્રેન સામે ઉભા રહીને વિડીયો બનાવતા યુવકને ટ્રેને મારી ટક્કર, વિડીયો જોઈ પરસેવા છૂટી જશે

સોશ્યલ મીડિયા ઉપર ફેમસ થવાનો મોભ છોડી દેજો! પૂરપાટ ઝડપતી આવતી ટ્રેન સામે ઉભા રહીને વિડીયો બનાવતા યુવકને ટ્રેને મારી ટક્કર, વિડીયો જોઈ પરસેવા છૂટી જશે

Our Visitor

016661
Total Users : 16661
Total views : 19579
Who's Online : 3

સોશ્યલ મીડિયા ઉપર ફેમસ થવાનો મોભ છોડી દેજો! પૂરપાટ ઝડપતી આવતી ટ્રેન સામે ઉભા રહીને વિડીયો બનાવતા યુવકને ટ્રેને મારી ટક્કર, વિડીયો જોઈ પરસેવા છૂટી જશે

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે મોત સાથે પણ બાથ ભીડતા હોય છે. ઘણા લોકો વીડિયો બનાવવા માટે એવી એવી જગ્યાએ પહોંચી જતા હોય છે જ્યાં તેમના જીવને પણ ખતરો હોય છે. ત્યારે એવું ઘણીવાર સામે આવે છે કે વીડિયો બનાવવાના ચક્કરમાં કોઇ દુર્ઘટનાનો શિકાર થયુ હોય. હાલ પણ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક રેલવે ટ્રેક ઉપર ચાલુ ટ્રેન આગળ વીડિયો બનાવવા જાય છે અને દુર્ઘટનાનો શિકાર બને છે.આ ચોંકાવનારી ઘટના સામે આવી છે તેલંગાણાના કાઝીપેટમાંથી. જ્યાં એક યુવાન ઝડપભેર ચાલતી ટ્રેન પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે ગયો. યુવક ચાલતી ટ્રેનને તેના બેકગ્રાઉન્ડમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ સ્ટંટ દરમિયાન ટ્રેનની ટક્કરથી તે હવામાં ઉછળીને રેલવે ટ્રેક પાસે પડી ગયો હતો. આ અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ યુવકનો વીડિયો તેનો જ એક મિત્ર બનાવી રહ્યો હતો.

ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. યુવકની ઓળખ 17 વર્ષીય અક્ષય રાજ ​​તરીકે થઈ હતી. અક્ષય વડેપલ્લીની કોલેજમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ટ્રેને ટક્કર મારતા યુવાન હવામાં ફંગોળાયો જુઓ વિડીયો

મળતી માહિતી મુજબ, અક્ષય તેના મિત્ર સાથે રેલવે ટ્રેક પાસે રીલ બનાવવા માટે આવ્યો હતો. જેવો મિત્રએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું કે તરત જ અક્ષય રેલવે ટ્રેક પાસે ઊભો રહ્યો. ત્યારે પાછળથી એક હાઈસ્પીડ ટ્રેન આવી. અક્ષય બિલકુલ અજાણ હતો કે આ રીલ બનાવવી તેને આટલી બધી મોંઘી પડશે.
જેવી ટ્રેન અક્ષયની નજીક પહોંચી કે તેને ટક્કર વાગી. અક્ષય એક ઝટકા સાથે રેલવે ટ્રેક પાસે પડ્યો હતો. તેને ઘણી ઈજાઓ થઈ છે. તબીબોના જણાવ્યા અનુસાર તેની હાલત હજુ પણ ગંભીર છે. સારવાર ચાલુ છે. તમને જણાવી દઈએ કે, ઘટના 4 સપ્ટેમ્બરની છે. રેલ્વે પોલીસ વારંવાર લોકોને રેલ્વે ટ્રેકની નજીક ન ચાલવા માટે ચેતવણી આપે છે કારણ કે તે જીવલેણ અકસ્માતો તરફ દોરી શકે છે.


સોશ્યલ મીડિયા ઉપર ફેમસ થવાનો મોભ છોડી દેજો! પૂરપાટ ઝડપતી આવતી ટ્રેન સામે ઉભા રહીને વિડીયો બનાવતા યુવકને ટ્રેને મારી ટક્કર, વિડીયો જોઈ પરસેવા છૂટી જશે

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી અને ટપ્પુ ના અફેર ની વાત નીકળી ખોટી, બંને કલાકારોએ અફવા ફેલાવનારાઓની ઝાટકણી કાઢી,

Ritesh Parmar

વાલીઓ માટે ધ્યાનરૂપ કિસ્સો: ૭ વર્ષનું બાળક ૧૪ ચુંબકીય મણકા ગળી ગયું અને અમદાવાદ સિવિલમાં કરાઈ ઐતિહાસિક સર્જરી

Ritesh Parmar

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી!
મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલનું પણ સ્વનિરીક્ષણ કર્યું

Ritesh Parmar

Leave a Comment