Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી અને ટપ્પુ ના અફેર ની વાત નીકળી ખોટી, બંને કલાકારોએ અફવા ફેલાવનારાઓની ઝાટકણી કાઢી,

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી અને ટપ્પુ ના અફેર ની વાત નીકળી ખોટી, બંને કલાકારોએ અફવા ફેલાવનારાઓની ઝાટકણી કાઢી,

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 1

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી અને ટપ્પુ ના અફેર ની વાત નીકળી ખોટી, બંને કલાકારોએ અફવા ફેલાવનારાઓની ઝાટકણી કાઢી,
ટપ્પુ બબીતાના અફેરની વાત અફવાહ

રીતેશ પરમાર

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હિન્દી સિરિયલમાં ટપૂનો રોલ કરનાર સહ-કલાકાર રાજ અનડકટ સાથે ડેટિંગ કરતી હોવાના અહેવાલોને અભિનેત્રી મુનમુન દત્તાએ ખોટા ગણાવ્યાં છે. તેણે આ અફવાઓ સામે ઈન્સ્ટાગ્રામ પર આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કમેન્ટ્સ વિભાગમાં ગંદાં લખાણ લખનારાઓની ઝાટકણી કાઢી છે.
મુનમુને લખ્યું છે કે, ‘મિડિયા અને એની ઝીરો વિશ્વસનીયતાવાળા પત્રકારત્વને, સહમતિ મેળવ્યા વગર કોઈના ખાનગી જીવન વિશે કાલ્પનિક પોસ્ટ કરવાનો અધિકાર કોણે આપ્યો છે? શું તમે તમારા લાપરવાહીભર્યા વ્યવહારથી મારાં જીવનમાં થનાર નુકસાન માટે જવાબદાર છો? તમે એક એવી શોકગ્રસ્ત મહિલાનાં ચહેરા પરથી તમારો કેમેરો હટાવતા નથી જેણે પોતાનો પ્યાર ગુમાવી દીધો છે, પોતાનો દીકરો ગુમાવી દીધો છે. તમે લોકો સનસનાટીભર્યા લેખ અને હેડિંગ લખવા માટે ગમે તેવા સ્તરે નીચા જઈ શકો છો. શું તમે કોઈનાં જીવનમાં ઉત્પાત મચાવવાની જવાબદારી લીધી છે? જો ના, તો તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, રાજ અનડકટે પણ એનું નામ મુનમુન સાથે જોડતી અફવાઓનું ખંડન કર્યું છે અને સોશિયલ મિડિયા પર લખ્યું છે કે, ભગવાન આવા લોકોને સદ્દબુદ્ધિ આપે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી અને ટપ્પુ ના અફેર ની વાત નીકળી ખોટી, બંને કલાકારોએ અફવા ફેલાવનારાઓની ઝાટકણી કાઢી,

Related posts

વધુ એક યુવતીની હત્યાં / વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 20 વર્ષીય યુવતીની હત્યાં કરી! પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળુ દબાવી અને ડામ આપી હત્યાં કરી હોવાનું સામે આવ્યું

Ritesh Parmar

રાજકોટ /આરપીએફના પીઆઈને ડિગ્રેડ કરી પીએસઆઈ બનાવતા છેલ્લા દસ દિવસથી લાપતા, પત્નીએ આક્ષેપ કર્યો કે ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે મારા પતિ ગુમ થયા,

Ritesh Parmar

યુવાધનને બરબાદી તરફ ધકેલતા ડ્રગ્સના રાક્ષસ પર હિંમતનગર પોલીસનો પ્રહાર: ૪.૮૪ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ગોપાલ ગવારીયા ઝબ્બે

Ritesh Parmar

Leave a Comment