Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતનાં યુવા અને પ્રતિભાશાળી રણજી ક્રિકેટર અવી બારોટનું હાર્ટ અટેક થી દુઃખદ અવસાન, ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

ગુજરાતનાં યુવા અને પ્રતિભાશાળી રણજી ક્રિકેટર અવી બારોટનું હાર્ટ અટેક થી દુઃખદ અવસાન, ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

Our Visitor

013160
Total Users : 13160
Total views : 15405
Who's Online : 1

ગુજરાતનાં યુવા અને પ્રતિભાશાળી રણજી ક્રિકેટર અવી બારોટનું હાર્ટ અટેક થી દુઃખદ અવસાન, ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતનાં ઉભરતા અને આશાવાદી ક્રિકેટર અવી બારોટનું હાર્ટ અટેકના હુમલા થી નિધન થઈ જતા સમગ્ર પંથક શોકમગ્ન બની ગયું છે. આ ખેલાડી તેમના કેરિયરની બેસ્ટ પીક પર હતા. અને તેમનું અવસાન થતાં સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું અવસાન થયું છે.

સૌરાષ્ટ્ર રણજી ટીમના વિકેટ કિપર અને ધુંઆધાર બેટ્સમેનનું 29 વર્ષની વયે નિધન થયું છે. તેમને રાત્રે હાર્ટ એટેક આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અવિ બારોટ મૂળ અમદાવાદના વતની હતા અને તેઓ આગામી આઈપીએલની સીઝનમાં મેદાને ઉતરવા માટે તૈયારી પણ કરી રહ્યા હતા.

આ આઘતજનક સમાચારથી સૌરાષ્ટ્રભરના ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મહત્વનું છે કે ગત સપ્તાહમાં જ તેમણે ગુજરાતની ટીમ સામે રમતા રણજી ટ્રોફી મેચમાં 45 બોલમાં 72 રન ફટકાર્યા હતા. તેઓ સૌરાષ્ટ્રના ધુંઆધાર બેટ્સમેન હતા. તેઓ બેટ્સમેન સાથે વિકેટ કિપર પણ હતા. ગત વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તેમણે ગોવા વિરુદ્ધ ફક્ત 37 બોલમાં 122 રન ફટકાર્યા હતા.

ગુજરાતનાં યુવા અને પ્રતિભાશાળી રણજી ક્રિકેટર અવી બારોટનું હાર્ટ અટેક થી દુઃખદ અવસાન, ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

Related posts

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે વિચરતી, વિમુક્તિ જાતિ માટે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાયો! મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં છે એવી બધી યોજનાઓ લાગુ કરવા માંગ,
11 ટકા અનામત અને અલગથી મંત્રાલય આપવા રજુઆત કરાઈ

Ritesh Parmar

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરા નેશનલ હાઇવે પર પાર્ક કરેલા ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતાં પોલીસકર્મીનું મોત

Ritesh Parmar

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment