Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Our Visitor

013160
Total Users : 13160
Total views : 15405
Who's Online : 2

સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધી જાણે નામથી જ રહી ગઈ હોય તેમ રોજ બરોજ અવનવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આમ નાગરીકો તો છોડો પણ ખુદ સરકારી બાબુઓ દારૂબંધી ના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાની આબરૂના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી રહી છે. જેમાં SMC ના કેટલાક અધિકારીઓ ખુલ્લેઆમ પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વગર દારૂ પિતા હોવાનું વિડીયો સામે આવ્યું છે.સુરતમાં (Surat) મહાનગરપાલિકાની આબરૂનાં લીરેલીરા તેના જ કેટલાક અધિકારીઓ દ્વારા ઉડાડવામાં આવ્યા હોય તેવી ઘટના સામે આવી છે. લોકોને દારૂ બંધીનું પાલન કરાવતાં સુરતમાં મનપાના અધિકારીઓ જ છાકટા બન્યા છે. સીંગણપુર કતારગામ તારણકુડમાં SMC ના કેટલાક અધિકારીઓ દારૂની મહેફિલ (liquor party) માણતા રંગેહાથ ઝડપાયા હતા. જો કે, રેડ પડતા દારૂની પાર્ટી કરતા તમામ અધિકારીઓ ત્યાંથી ભાગ્યા હતા.

મનપાના અધિકારીઓ ઝડપાતા અનેક સવાલ

આ ઘટના સામે આવતા તમામ અધિકારીઓની પોલીસે અટકાયત કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. આ ઘટનાને લઈને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ (Narendra Pandav) પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કોર્પોરેટરે કહ્યું કે, જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ, અટકાયત કરાયેલા અધિકારીઓમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, પીનેશ સારંગ, અજય સેલર અને સંજય રેતીવાલા સામેલ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ દારૂ પાર્ટીમાં સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય અને વોચમેનનો પણ સામેલ હતા. SMC ના અધિકારીઓનો વીડિયો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે કે આવા અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે ? દારૂ બંધીનાં ધજાગરા કરતા અધિકારીઓ સામે ક્યારે એક્શન થશે ? શું મનપાના અધિકારીઓને દારૂ પીવાનો પરવાનો છે ? આમ પ્રજા સાથે આકરું વલણ.. અધિકારીઓ સામે ક્યારે ?


સુરત કોર્પોરેશન માટે શરમજનક ઘટના! તારણકુંડમાં SMC ના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Related posts

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Ritesh Parmar

રાજકોટ / વાંકાનેરમાં છરીની અણીએ લૂંટ, મિલના માલિકની કાર ઉપર હુમલો કરી 27 લાખની લૂંટ, એકાઉન્ટન્ટને છરી વાગી, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

Ritesh Parmar

Leave a Comment