Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નિકોલના PI કે ડી જાટનો ત્રાસ! PSI શિયાળે કહ્યું આત્મહત્યા કરવાનું મન થાય છે, PSI શિયાળનો પત્ર વાયરલ થતાં તપાસ હાથ ધરાઈ

નિકોલના PI કે ડી જાટનો ત્રાસ! PSI શિયાળે કહ્યું આત્મહત્યા કરવાનું મન થાય છે, PSI શિયાળનો પત્ર વાયરલ થતાં તપાસ હાથ ધરાઈ

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

નિકોલના PI કે ડી જાટનો ત્રાસ! PSI શિયાળે કહ્યું આત્મહત્યા કરવાનું મન થાય છે, PSI શિયાળનો પત્ર વાયરલ થતાં તપાસ હાથ ધરાઈ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક વિવાદ કર્યો છે. વિવાદ પણ એવો કે પોલીસે પોલીસના સામે આક્ષેપ કર્યા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે. બી શિયાળે પોતાના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. જાટના અતિશય ત્રાસની ફરિયાદ ઉચ્ચ પોલીસ અધિકારિઓ અને ગૃહ ખાતામાં પત્ર લખીને કરી હતી. PI કે ડી જાટ દ્વારા તેઓને અવાર નવાર અપમાનિત કરવામાં આવે છે. સ્ટાફની સામે ગમે ત્યારે ગાળો ભાંડવાની સાથે અદાવત રાખી અલગ અલગ ડ્યુટી સોંપીને હેરાનગતિ કરે છે. PI જાટના કહેવાથી રાઈટર હેડ પણ PSI શિયાળને હથિયાર ચેકીંગ હોટલ ચેકીંગની જવાબદારી સોંપી હેરાનગતિ કરે છે. એટલુંજ નહી પણ પોતાના પદના ગુમાનમાં PI જાટે મહિલા ASI ને પણ ગાળો ભાંડી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાતા ઉચ્ચ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. હાલ આ સમગ્ર મામલે DCP દેસાઈએ તપાસના આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ, PSI જ્યંતિ શિયાળે જાહેર કરેલા પત્રમાં લખ્યું હતું કે, વર્ષ 2022 માં PSI તરીકે જ્યંતિ શિયાળની નિમણૂક થઈ હતી. પરંતુ તેઓએ જ્યારથી ફરજ પર કમાન સંભાળી છે, ત્યારથી તેમને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે. ડી. જાટ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમને પોલીસ સ્ટેશન ની અંદર અન્ય કર્મચારીની સરખામણીમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. તે ઉપરાંત કોઈ પણ ભૂલ થાય ત્યારે અન્ય કર્મચારીઓની સામે ગાળો બોલીને અપમાનિત કરવામાં આવતા હોવાની આપવીતિ વર્ણવી હતી. સમગ્ર મામલે DCPએ નિકોલ PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ અપાતા પોલીસ સ્ટાફમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમદાવાદમાં આવેલા નિકોલ પોલીસ સ્ટેશનના PSI જ્યંતિ શિયાળે આપવીતિ જણાવતો પત્ર સોશિયલ મીડિયા પર વહેતો કર્યો છે. જોકે આ પત્ર PSI જ્યંતિ શિયાળે DGP અને ગૃહ વિભાગને મોકલી આપ્યો છે. આ પત્રના માધ્યમથી PSI જ્યંતિ શિયાળે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે. ડી. જાટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે DCPએ નિકોલ PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ અપાતા પોલી સબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


નિકોલના PI કે ડી જાટનો ત્રાસ! PSI શિયાળે કહ્યું આત્મહત્યા કરવાનું મન થાય છે, PSI શિયાળનો પત્ર વાયરલ થતાં તપાસ હાથ ધરાઈ

Related posts

પોલીસ માટે દુઃખદ સમાચાર / અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી! મહિલાના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે, આત્મહત્યા પાછળ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું

Ritesh Parmar

અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Ritesh Parmar

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા બોટાદ -ગાંધીગ્રામ સમર ટ્રેનને લીલી ઝંડી! 77 દિવસ માટે લોકોની સુવિધા માટે પ્રારંભ કરાવ્યો

Ritesh Parmar

Leave a Comment