Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોદી સાહેબ અમને બધાને જેલમાં નાખી દો : કેજરીવાલઅમારા નેતાઓને ખોટી રીતે જેલમા પૂરી આમ આદમી પાર્ટીને ખતમ નહી કરી શકો : કેજરીવાલ

મોદી સાહેબ અમને બધાને જેલમાં નાખી દો : કેજરીવાલઅમારા નેતાઓને ખોટી રીતે જેલમા પૂરી આમ આદમી પાર્ટીને ખતમ નહી કરી શકો : કેજરીવાલ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

મોદી સાહેબ અમને બધાને જેલમાં નાખી દો : કેજરીવાલઅમારા નેતાઓને ખોટી રીતે જેલમા પૂરી આમ આદમી પાર્ટીને ખતમ નહી કરી શકો : કેજરીવાલ

વડાપ્રધાને જેલની રમત બંધ કરવી જોઈએ, અમે બધા રવિવારે બીજેપી હેડક્વાર્ટર આવી રહ્યા છીએ, અમને એકસાથે જેલમાં નાખી દો – કેજરીવાલ

– રવિવારે બપોરે 12 વાગ્યે અમારા તમામ સાંસદો, ધારાસભ્યો અને મોટા નેતાઓ બીજેપી હેડક્વાર્ટર આવીશું, તમે જેને ઈચ્છો તેને જેલમાં મોકલી શકો છો – કેજરીવાલ

– દેશ જોઈ રહ્યો છે કે વડાપ્રધાન કેવી રીતે આપણી પાછળ પડયા છે, તેમણે મને, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને હવે મારા પીએને જેલમાં ધકેલી દીધા છે – કેજરીવાલ

– હવે આ લોકો કહી રહ્યા છે કે થોડા દિવસો પછી તેઓ રાઘવ ચઢ્ઢા, સૌરભ ભારદ્વાજ અને આતિષીને પણ જેલમાં નાખી દેશે – કેજરીવાલ

– અમારી ભૂલ એ છે કે અમે દિલ્હીમાં સારી શાળા, હોસ્પિટલ, મોહલ્લા ક્લિનિક, 24 કલાક અને મફત વીજળીની વ્યવસ્થા કરી, જે તેઓ કરી શકતા નથી – કેજરીવાલ

– વડાપ્રધાન વિચારે છે કે જો તેઓ અમારા નેતાઓને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને કચડી નાખશે, પણ AAP આ રીતે ખતમ નહીં થાય – કેજરીવાલ

– “આપ” એક વિચાર છે, જે આખા દેશના લોકોમાં ફેલાઈ ગયો છે, તમે જેટલા નેતાઓને જેલમાં મોકલશો, દેશ સો ગણા વધુ નેતાઓ પેદા કરશે – કેજરીવાલ

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનને સીધો પડકાર ફેંક્યો છે કે તેઓ તમામ AAP નેતાઓને જેલમાં મોકલે. તેમણે વડાપ્રધાનને કહ્યું કે દરરોજ જેલની આ રમત રમવાનું બંધ કરો. રવિવારે બપોરે 12 વાગ્યે હું મારા સાંસદો, ધારાસભ્યો સહિત તમામ મોટા નેતાઓ સાથે ભાજપ મુખ્યાલય આવી રહ્યો છું અને તમે બધાને જેલમાં ધકેલી દો. વડાપ્રધાન આમ આદમી પાર્ટીના નેતાઓની પાછળ કેવી રીતે પડયા છે, તેના પર દિલ્હી સહિત સમગ્ર દેશની નજર છે. તેઓએ મને, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહને જેલમાં મોકલ્યા અને હવે તેઓએ મારા પીએને જેલમાં ધકેલી દીધા છે. અમારો દોષ માત્ર એટલો જ છે કે અમે દિલ્હીમાં ગરીબોના બાળકો માટે સારી શાળાઓ બનાવી, હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક બનાવીને ગરીબોને સારી અને મફત સારવાર આપી અને 24 કલાક મફત વીજળી આપી, જે તેઓ કરી શકતા નથી. વડાપ્રધાન એવી ગેરસમજમાં છે કે તેઓ અમારા નેતાઓને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને કચડી નાખશે. આમ આદમી પાર્ટી આ રીતે ખતમ થવાની નથી.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાના પીએમ બિભવ કુમારની ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હી અને દેશની જનતા જોઈ રહી છે કે આ લોકો કેવી રીતે આમ આદમી પાર્ટીની પાછળ પડ્યા છે. આ લોકો એક પછી એક આપણા નેતાઓને જેલમાં ધકેલી રહ્યા છે. તેઓએ મને જેલમાં નાખ્યો, મનીષ સિસોદિયાને જેલમાં નાખ્યા, સત્યેન્દ્ર જૈનને જેલમાં નાખ્યા, સંજય સિંહને જેલમાં નાખ્યા અને આજે મારા પીએને જેલમાં ધકેલી દિધા. રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા હાલમાં જ લંડનથી પરત ફર્યા છે અને કહી રહ્યા છે કે તેમને પણ જેલમાં નાખવામાં આવશે. તેઓ કહી રહ્યા છે કે થોડા દિવસો પછી સૌરભ ભારદ્વાજ અને આતિષીને પણ જેલમાં નાખવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું વિચારી રહ્યો હતો કે શા માટે તેઓ આપણે બધા લોકોને જેલમાં નાખવા માંગે છે. આપણો શું વાંક? અમારી ભૂલ એ છે કે અમે દિલ્હીના ગરીબ બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી અને સરકારી શાળાઓને ઉત્તમ બનાવી. આ લોકો મોટી સરકારી શાળાઓ બનાવી શકતા નથી. એટલા માટે આ લોકો દિલ્હીમાં સરકારી શાળાઓનું નિર્માણ રોકવા માંગે છે. અમારો દોષ એ છે કે અમે દિલ્હીની અંદર સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ બનાવી, લોકોને મફત દવાઓ અને સારી સારવારની વ્યવસ્થા કરી. આ લોકો તે કરી શકતા નથી. એટલા માટે તેઓ દિલ્હીની હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ બંધ કરવા માંગે છે. અમારો દોષ એ છે કે પહેલા દિલ્હીમાં 10-10 કલાકનો પાવર કટ થતો હતો, અમે 24 કલાક વીજળી કરી દિધી હતી, તેઓ તે વીજળી બંધ કરવા માંગે છે. અમારો દોષ એ છે કે અમે દિલ્હીના લોકો માટે વીજળી મફતની વ્યવસ્થા કરી. આ લોકો મફત વીજળી બંધ કરવા માંગે છે. મફતમાં વીજળી આપવી એ આ લોકોની ક્ષમતાની વાત નથી.

અરવિંદ કેજરીવાલે હાથ જોડીને વડાપ્રધાનને અપીલ કરતા કહ્યું કે વડાપ્રધાન, તમે આ જેલ-જેલની રમત રમી રહ્યા છો. ક્યારેક તમે મનીષ સિસોદિયા, ક્યારેક અરવિંદ કેજરીવાલ, ક્યારેક સંજય સિંહને જેલમાં નાખો છો. કાલે હું મારા તમામ ધારાસભ્યો, સાંસદો અને મોટા નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટર આવી રહ્યો છું, તમે જેને જેલમાં ધકેલવા માંગો છો, એમને જેલમાં નાખો. તમને લાગે છે કે જો તમે અમારા નેતાઓને જેલમાં નાખીને આમ આદમી પાર્ટીને કચડી નાખશો તો આમ આદમી પાર્ટી ખતમ નહીં થાય. એકવાર બધા નેતાઓને જેલમાં નાખીને જોઈ લો. આમ આદમી પાર્ટી એક એવો વિચાર છે જે દેશભરના લોકોના દિલમાં ઉતરી ગયો છે. જો તમે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખશો તો આ દેશ 100 ગણા વધુ નેતાઓ પેદા કરશે. હું આવતીકાલે બપોરે ૧૨ વાગે બીજેપી હેડક્વાર્ટર આવી રહ્યો છું, તમે જે પણ નેતાને જેલમાં નાખવા ઈચ્છો, તેને જેલમાં નાખી દો.


મોદી સાહેબ અમને બધાને જેલમાં નાખી દો : કેજરીવાલઅમારા નેતાઓને ખોટી રીતે જેલમા પૂરી આમ આદમી પાર્ટીને ખતમ નહી કરી શકો : કેજરીવાલ

Related posts

રાજ્ય અને કેન્દ્રની સરકાર ભલે ડિજિટલ શિક્ષણ ઉપર ભાર આપતી હશે, પરંતુ વાસ્તવિકતા જુદી સામે આવે છે, બનાસકાંઠામાં 45 થી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડા જ નથી

Ritesh Parmar

ક્રાઈમ સીટી સુરતમાં ખેલાયો ખૂની ખેલ, પૈસાની લેતી દેતી બાબતે ખેતલાઆપા ટી સ્ટોલના માલીકની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યાં!

Ritesh Parmar

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ

Ritesh Parmar

Leave a Comment