Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

વલસાડ જિલ્લામાં અરજદાર થાણા અધિકારીને મળ્યા વગર પરત થશે તો PSO સામે કાર્યવાહી થશે’

વલસાડ SPનો પરિપત્ર:’જિલ્લામાં અરજદાર થાણા અધિકારીને મળ્યા વગર પરત થશે તો PSO સામે કાર્યવાહી થશે’

વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે એક પરિપત્ર બહાર પાડવા માં આવ્યો છે. જેમાં પોલીસ મથકે ફરિયાદ કરવા આવતા અરજદારોની ફરિયાદ નહીં લેવા કે થાણા અધિકારીને મુલાકાત કરવા દેવામાં આવતી નથી અને રાજદારો માત્ર PSOને રજુઆત કરી અરજી આપી જતા રહેતા હોવાનું સામે આવ્યું હતું. અને થાણા અમલદારને ઘટનની કોઈ મહત્વની જાણકારી તેમની પાસે રહેતી ન હોવાનું જોવા મળ્યું છે. અને ઘણી વખત PSO દ્વારા અરજદારોની ફરિયાદ લેવાની જગ્યાએ તેમને પોલીસ મથકેથી પરત મોકલી આપવામાં આવે છે. આવા સંજોગોમાં પોલીસ મથકના PSO સામે શિક્ષાત્મક પગલા લેવા માટે નો હુકમ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખડભડાટ મચી ગયો છે. વલસાડ SPના નવા પરિપત્રને લઈને અરજદારોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

પરિપત્ર માં ડૉ. કરનરાજ વાઘેલાના જણાવ્યા મુજબ, અ૨જદા૨/નાગરીકોને જયારે કોઇ પણ પ્રકારની મુશ્કેલી અથવા કોઇ ગુન્હાહિત બનાવ બનેલ હોય તેવા સંજોગોમાં પોલીસ સ્ટેશન ખાતે રજુઆત ક૨વા માટે આવતા હોય છે. પરંતુ, અત્રે એવી વિગત ધ્યાન ઉપર આવેલ છે કે, અ૨જદા૨/નાગ૨ીકો જયારે પણ પોતાની રજુઆત લઇ પોલીસ સ્ટેશન ખાતે આવે છે. ત્યારે ફરજ ઉ૫૨ના PSO અ૨જદા૨/નાગરીકોને થાણા અધિકારી પોલીસ ઇ૨પેકટ૨/પોલીસ સબ ઇ૨ન્સ્પેકટરને મળવા દેવામાં આવતા નથી. અને બારોબાર થાણા અધિકારી પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટર ને મળવા દેવા સિવાય અરજદારોને પોલીસ સ્ટેશનમાંથી પરત મોકલી આપવામાં આવે છે. જેના કારણે આવા અ૨જદા૨/નાગ૨ીકોની રજુઆત નહી સંતોષતા તેઓ ઉપરી કચેરી ખાતે આવી રજુઆત કરતા હોય છે. જે ઘણી જ ગંભી૨ બાબત કહી શકાય. જેની અમારા દ્વારા ગંભી૨ નોંધ લેવામાં આવેલ છે. જેથી હવે પછી જયારે પણ કોઇ અ૨જદા૨/નાગરીક પોતાની રજુઆત કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે આવે ત્યારે તેઓને થાણા અધિકારી સાથે PSOએ અવશ્ય મુલાકાત કરાવવાની રહેશે.

જો ઉપર મુજબ કોઇપણ કા૨ણ વગ૨ અ૨જદા૨/નાગરીકને થાણા અને તેઓ જો અત્રેની કચેરી ખાતે આવી ૨જુઆત ક૨શે. તેવા સંજોગોમાં ફ૨જ ૫૨ના PSOને તેમની કાયદેસરની ફ૨જ પ્રત્યેની ગંભીર નિષ્કાળજી અને બેદરકારી ગણી તેઓ વિરૂધ્ધ અત્રેથી સખ્ત શિક્ષાત્મક પગલાં લેવાની ફ૨જ પડશે. જેની ગંભીર નોંધ લઇ સુચનાઓ ની ચુસ્તપણે અમલ વા૨ી સુશ્ચિત કરવા સુચના કરવામાં આવી છે. આ પરિપત્ર બહાર પડતા અરજદારોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. વલસાડ SP તરીકે ચાર્જ સાંભળ્યા બાદ પ્રથમ પરિપત્ર જાહેર કરતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે..


SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

Related posts

ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે કોંગ્રેસ મક્કમતા સાથે મેદાનમા!આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી સુરતના ઓલપાડ, સાયણ, અને કીમમાં કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં મતદારોને વિશ્વાસમાં લેવા 8 વચનોના પુસ્તકનું કરાયું વિતરણ

Phone: 9998685264.

ધારાસભ્ય બનેલા પૂર્વ મંત્રીઓ એકલા પડી ગયા, મંત્રીમંડળમાં સ્થાન ના મળતા ગજાવર નેતાઓ આરામની સ્થિતિમાં

Phone: 9998685264.

હજીરા ની ઔધોગિક કંપની નો સ્લેગ નો કાળો કારોબાર ચર્ચાઓ ના આવરણમા!
સ્લેગનાં ખડકી દેવામાં આવતા ઢગ ને લઈને સ્થાનિક લોકોના આરોગ્ય અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતી:દર્શનભાઈ નાયક
સહકારી અને ખેડૂત આગેવાન,મહામંત્રી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ

Phone: 9998685264.

Leave a Comment