Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ભારત સરકારની પડતર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતી કંપનીઓ સામે દર્શનભાઈ નાયકે ગંભીર આક્ષેપ લગાવ્યો? હજીરા ખાતે આર્સેલર મિત્તલ/નીપોન સ્ટીલ કંપની અને વન અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે સવાલ! દર્શન નાયક દ્વારા દિલ્હી -ગુજરાત વન અધિક સચિવને પત્ર લખી તપાસ કરવા માંગ

Our Visitor

013164
Total Users : 13164
Total views : 15410
Who's Online : 1

સુરત / ભારત સરકારની પડતર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતી કંપનીઓ સામે દર્શનભાઈ નાયકે ગંભીર આક્ષેપ લગાવ્યો? હજીરા ખાતે આર્સેલર મિત્તલ/નીપોન સ્ટીલ કંપની અને વન અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે સવાલ! દર્શન નાયક દ્વારા દિલ્હી -ગુજરાત વન અધિક સચિવને પત્ર લખી તપાસ કરવા માંગ

ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા ગંભીર આક્ષેપ કરતા દિલ્હી અને ગુજરાતનાં વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં હજીરાની સુરત વન વિભાગના તાબા હસ્તક આવેલી વન જમીનમાં આર્સેલર મિત્તલ/ નિપોન સ્ટીલ કંપની (તત્કાલીન એસ્સાર) દ્વારા ૩૮.૭૧ હેકટર વન જમીન ૩૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટ માટે તથા ૨૭.૦૨ હેકટર વન જમીન રો મટીરીયલ હેન્ડલિંગ ના કામે વન સંરક્ષણ ધારા ૧૯૮૦ ની જોગવાઈઓ મુજબ માંગણી કરવામાં આવેલ વન જમીન ભારત સરકારશ્રી દ્વારા AM/NS (તત્કાલીન એસ્સાર) કંપનીને વન જમીન ફાળવવા માટેના હુકમો કરવામાં આવેલ છે.
અધિક વન સચિવને સમગ્ર ભાંગફોડ પ્રવૃત્તિ બાબતે સજાગ કરવા પત્ર લખી જણાવાયુ કે કંપની દ્વારા સને ૨૦૦૯-૧૦ માં ભારત સરકાર પાસે વન જમીન ફાળવવા માટેની માંગણી કરવામાં આવી તે પહેલા થી જ આ માંગણી વાળી વન જમીન ઉપર આ કંપનીનો ગેર કાયદેસર કબજો ચાલી આવેલ છે. જે તે સમયે વન વિભાગ તરફથી આ ગેરકાયદેસર કબજા બાબતે પૂરતી ચકાસણી કર્યા સિવાય કંપનીની વન જમીનની માંગણી અંગેની અરજી ભારત સરકારમાં મોકલી આપવામાં આવેલ હતી. વન વિભાગની રહેમ નજર હેઠળ, કંપની દ્વારા આ ગેર કાયદેસર કબજો જાળવી રાખવામાં આવેલ હતો.

એડવોકેટ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક

આપનું ઘ્યાન દોરતા જણાવવાનુ કે વન સંરક્ષણ ધારા હેઠળ કરવામાં આવતી કોઈપણ દરખાસ્ત સરકારને મોકલતા પહેલાં સ્થાનીક વન અધિકારીશ્રી દ્વારા સાઈટ વિઝિટ કરી તેમનો અભિપ્રાય રજુ કરવાનો હોય છે. આ પ્રકરણમાં પણ આવી કામગીરી કરવામાં આવેલ છે. તો પછી આ દબાણ વન વિભાગના અધિકારીઓના ધ્યાને કેમ આવેલ નથી? આ બાબતે જરૂરી તપાસ કરવાની જરૂરિયાત છે.

આ બાબતે એક જાગૃત નાગરીક દવારા ભારત સરકારનું ધ્યાન દોરવામાં આવતા, વન વિભાગ દ્વારા સફાળા દબાણ બાબતે કંપની સામે કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને જરૂરી દન્ડનાત્મક કામગીરી કરી આ ગેરકાયદેસર દબાણ વાળી જમીનનો કબજો કંપનીને સોંપવામા આવેલ હતો. કંપની દ્વારા વન સંરક્ષણ ધારા હેઠળ કરવામાં આવેલ બંને દરખાસ્તો (૩૮.૭૧ હે. તથા ૨૭.૦૨ હે.) હેઠળની ૬૫.૭૩ હેકટર જમીનનો કબ્જો વન વિભાગ તરફથી મેળવ્યા બાદ
આર્સેલર મિત્તલ / નીપોન સ્ટીલ કંપની દ્વારા આ સવાલ વાળી જમીન જે કારણો સર માંગણી કરવામાં આવેલ છે તેના બદલે સ્ટીલ પ્લાન્ટ એક્ષપાનસનના કામે ઉપયોગ કરવાનો હોય છે. આ વન જમીનમાં હેતુફેર માટેની દરખાસ્ત ભારત સરકારમાં મોકલવામાં આવેલ છે. જે પ્રકરણ હાલ ભારત સરકારમા પડતર છે.
કંપની દ્વારા કરવામાં આવેલ હેતુફેરની દરખાસ્તને મંજુરી મળતા પહેલાજ કંપની દ્વારા આ સવાલ વાળી જમીનમાં તેઓના પ્લાન્ટના એકસપાંશનને લગતા બાંઘકામ ચાલુ કરી વન સંરક્ષણ ધારા ૧૯૮૦ ની જોગવાઈઓનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહેલ છે.
સદર વન જમીનમાં પ્લાન્ટના કામે પાઇલીંગની કામગીરી કરવામાં આવી રહેલ છે. મોટી મશીનરી ઓનું ખુબજ મોટાપાયા ઉપર મૂવમેન્ટ આ જમીનમાં કરવામાં આવી રહેલ છે. ખુબજ મોટા પાયા ઉપર પ્લાન્ટ ને લગત બાંધકામની કામગીરી કરવામાં આવી રહેલ છે.

સમગ્ર બાબતે ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે, વિસ્તારની સ્થળ મુલાકાત લઈ ને જો તેમાં વન સંરક્ષણ ધારા નો ભંગ કરવામાં આવેલ હોય તો તે મુજબ કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ જ તેમની હેતુફેર ની દરખાસ્ત મંજૂર કરવા વિનંતી કરવામાં આવે છે. આ કામે સબંધીત કંપની પાસેથી સવાલ વાળી વન જમીનની વિડિયો ગ્રાફી કરી સીડી મંગાવી ચકાસણી કરવા તથા સુરત વન વિભાગના ડી એફ ઓ તથા આર એફ ઓ નો સ્થળ ચકાસણી અહેવાલ માંગી ચકાસણી કરવા વિનંતી છે. સુરત વન વિભાગના અધિકારીઓ કંપનીની આ ગેરકાયદેસર બાંધકામની કામગીરીથી સંપૂર્ણ માહિતગાર છે.
આ અધિકારીઓ દ્વારા પોતાના વ્યક્તિગત ફાયદા માટે કંપની સાથે મળીને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી રહેલ છે. કંપની દ્વારા મંજૂરી વગર કરવામાં આવતી આ કામગીરી જે વન સંરક્ષણ ધારાનો ખુલ્લો ભંગ હોય, તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ તેમની આ દરખાસ્તને વાયોલેશન હેઠળ ગણી દંડનાત્મક કાર્યવાહી કરવા વિનંતિ છે.

સુરત / ભારત સરકારની પડતર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતી કંપનીઓ સામે દર્શનભાઈ નાયકે ગંભીર આક્ષેપ લગાવ્યો? હજીરા ખાતે આર્સેલર મિત્તલ/નીપોન સ્ટીલ કંપની અને વન અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે સવાલ! દર્શન નાયક દ્વારા દિલ્હી -ગુજરાત વન અધિક સચિવને પત્ર લખી તપાસ કરવા માંગ

Related posts

શુ તમે કોરોનાની કોલર ટ્યુન થી પરેશાન છો, તો લો આવી ગયા તમારા માટે રાહતના સમાચાર, બસ આટલુ કરો કોલર ટ્યુન બંધ

Ritesh Parmar

મોરબી /માણસાઈ હજી મરી નથી,એક મહિલા કેશ કાઉન્ટર ઉપર પર્સ ભૂલી ગઈ તો પ્રામાણિક કર્મચારીએ તેમને પરત કર્યુ,

Ritesh Parmar

ઉત્તરી સાયપ્રસના વડાપ્રધાનની શરમજનક કરતૂત, યુવતી સામે હસ્તમૈથુન કરવાનો વિડીયો વાયરલ થતાં રાજીનામુ આપવું પડ્યું

Ritesh Parmar

Leave a Comment