Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમદાવાદ: વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’માં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરી યાદગાર ક્ષણોને મુખ્યમંશ્રીએ બિરદાવીને તસ્વીરકારોને અભિનંદન પણ આપ્યા હતા.
.

લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશીએશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં  કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરાઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત  કોરોના કાળમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી ટેસ્ટીંગથી માંડી અન્ય સુવિધાઓને  ઉજાગર કરતી વિવિધ બાબતોને  ફોટોકર્મીઓ દ્વારા  કેમેરામાં કંડારવામાં આવી છે તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે.

.
શ્રેષ્ઠ તસ્વીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા એમ અનુક્રમે શ્રી અમીતભાઈ દવે, શ્રી શૈલેષ પ્રજાપતિ અને શ્રી ધવલ ભરવાડને તથા ૧૦ કોન્સોલેશન પ્રાઈઝ મેળવનાર તસ્વીરકારોને મુખ્યમંત્રીના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન જાહેર જનતા માટે તા ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.

આ ફોટો પ્રદર્શન પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેષ બારોટ, ભાજપાના શહેર પ્રમુખ શ્રી અમીતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ, એસોસિયેશનના પ્રમુખ શ્રી કરણસિંહ પરમાર તથા અન્ય ફોટોગ્રાફર મિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Related posts

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે એડવોકેટ એન્ડ નોટરી અંકુર ગારંગેની વરણી, છારા સમાજે ગૌરવ અનુભવ્યો,

Ritesh Parmar

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,
વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

Ritesh Parmar

બોટાદ / દેશી દારૂનું દુષણ 18 લોકોને ભરખી ગયું! બોટાદના રોજીદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 લોકોના મોત, dysp ની અધ્યક્ષતામાં SIT ની રચના કરાઈ, દારૂબંધીના મામલે સરકાર નિષ્ફ્ળ દેખાઈ?

Ritesh Parmar

Leave a Comment