Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,
વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

Our Visitor

013080
Total Users : 13080
Total views : 15317
Who's Online : 0

સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

વેલેન્ટાઈનડેના દિવસે છેડતિના મુદ્દે યુવાનનું મોઢુ કાળુ કરી મુછ કાઢી મુંડન કરી ભેસાણની બજારમાં જાહેરમાં સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં કોર્ટમાં ગયેલી ફરિયાદમાં જે તે વખતના પીએસઆઈ બી.પી. સોનારા અને ત્રણ પોલીસ મેનને 2017માં ભેસાણ કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી જે સજાનો હુકમ સેસન્સ કોર્ટે કાયમ રાખ્યા બાદ આ મુદ્દેરાજ્યના પોલીસ વડાને રિપોર્ટ કરવામાં આવતા ખાતાકીય તપાસના અંતે પોલીસ ઈન્સ્પેક્ટર બી.પી.સોનારાને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષ માટે ફોજદાર બનાવી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે અને ગઈકાલ રાત્રે હુકમની બજવણી પણ કરીદેવામાં આવતા પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.

આ પ્રકરણની જાણવા મળતી માહિતી મુજબ 14 ફેબ્રુઆરી 2004ના રોજ વેલેન્ટાઈનડે ના દિવસે છેડતીના મુદ્દે યુવાન હિમતભાઈ લિંબાણીનું મોઢુ કાળુ કરી મુછ કાઢી મુંડન કરાવી ભેસાણની બજારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે મુદ્દે યુવાને ભેસાણની કોર્ટમાં ફરિયાદ કરી હતી.
ભેસાણ અદાલતે 202 હેઠળ ઈન્કવાયરી પોતાની પાસે રાખી હતી જે કેસ ચાલી જતા 2017માં ભેસાણના તત્કાલીન પી.એસ.આઈ. બી.પી. સોનારા અને ત્રણ પોલીસમેન દાદુભાઈ મશરી, રમેશભાઈ પાનસુરિયા અને રામજીભાઈ હમીરને તક્સીરવાન ઠેરાવી એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો જેની સામે પીએસઆઈ અને ત્રણ કર્મચારીઓએ અપીલ કરી હતી. પરંતુ સેસન્સ કોર્ટે પણ નીચેની અદાલતનો સજાનો હુકમ કાયમ રાખ્યો હતો.સેસન્સ કોર્ટ દ્વારા આ મુદ્દે રાજ્યના પોલીસવડાને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેના આધારે ખાતાકીય ઈન્કવાયરી સોંપવામાં આવી હતી. જે તપાસના અંતે પીએસઆઈ બી.પી. સોનારા કસુરવાન ઠર્યા હતા. જો કે, 18 વર્ષ પહેલા બનેલી આ ઘટના બાદ બી.પી. સોનારાને પોલીસ ઈન્સ્પેક્ટરનું પ્રમોશન પણ મળી ગયું હતું અને તેઓ હાલ વાંકાનેર સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હોય જીલ્લા પોલીસ વડાના આદેશથી મોરબી પોલીસવડા રાહુલ ત્રિપાટીએ તેમને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષ માટે પીએસઆઈ બનાવી દેવાનો હુકમ કરી દીધો છે. અને ગઈકાલે રાત્રે જ આ હુકમની બજવણી કરી દેવામાં આવી છે.
હાલ વિધાનસભાની ચુંટણીના કારણે આચારસંહિતા હોય પીએસઆઈ બી.પી. સોનારાને મોરબી હેડક્વાર્ટર ખાતે મુકી દેવામાં આવ્યા છે. ચુંટણી પુર્ણ થયા બાદ તેની બદલી પણ થઈ શકે છે. યુવાનનું સરઘસ કાઢવાના મુદ્દે પોલીસ ઈન્સ્પેક્ટરને ત્રણ વર્ષ માટે ફોજદાર બનાવી દેવાના હુકમથી પોલીસબેડામાં સોંપો પડી ગયો છે.


સજા પામેલા P.I. બી.પી. સોનારાને ખાતાકીય તપાસ બાદ 3 વર્ષ માટે PSI બનાવી દેવાયા,<br>વાંકાનેર C.P.I. તરીકે ફરજ બજાવતા સોનારાને હુકમની કરવામાં આવી બજવણી

Related posts

નવા મંત્રી મંડળમાં સામેલ આ નેતા સામે પાર્ટીની કાર્યકર્તાએ લગાવ્યો દુષ્કર્મનો ગંભીર આક્ષેપ? પોલીસ ફરીયાદ નથી લેતી તો બીજીતરફ સમગ્ર કાંડને પતાવવા નેતાના માણસો 20 લાખની ઓફર કરી રહ્યા હોવાનું પણ આક્ષેપ?

Ritesh Parmar

વર્દી પાછળ છુપાયેલું દર્દ કાયમ માટે શાંત: મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં અરેરાટી, પરિવાર ઉપર તૂટ્યો દુઃખનો પહાડ

Ritesh Parmar

અમાનવીય કૃત્ય / આપ’ના રાજમાં પંજાબમાં લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ.. જાહેરમાં તલવાર વડે યુવકની કાપી નાખી હાથની આંગળીઓ, જુઓ વાયરલ વિડીયો..

Ritesh Parmar

Leave a Comment