
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી તેમજ ના. પો. અધિ. કે. જી. ઝાલા, ગોંડલના માર્ગદર્શન મુજબ જીલ્લામાં એન. ડી. પી. એસ.ના કેસો શોધી કાઢવા અંગેની કામગીરી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે વિંછીયા પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. આઇ. ડી. જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ કે જયંતી રાયસંગભાઇ વનાળીયા કોળી રહે. સનાળી તા. વિંછીયા પોતાની માલીકીની વેરાવળ (ભડલી) ગામની આલેસીયા સીમમાં આવેલ વાડીએ ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થ (ગાંજા)ના છોડનું વાવેતર કરેલ છે જેથી સદરહુ હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા ગાંજાના લીલા છોડ નાના-મોટા કુલ વજન ૩૭પ કિલો પ૦૦ ગ્રામ કિંમત રૂપિયા ર૬,ર૮,પ૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ. રૂા. પ૦૦ કુલ મુદામાલ રૂપિયા ર૬,ર૯,૦૦૦ સાથે જયંતી વનાળીયાની ધરપકડ કરાઇ હતી.
પકડાયેલ જયંતિએ પોતાની ૬ વિઘા જમીનામં ૪ વિઘાના કપાસના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યુ હતું.આ કાર્યવાહીમાં એલ. આર. ગોહીલ, સર્કલ પો. ઇ. જસદણ, આઇ. ડી. જાડેજા પો. સબ. ઇ. વિંછીયા, ઇમરાનભાઇ રહીમભાઇ સમા એ. એસ. આઇ., હરેશભાઇ આપાભાઇ ખાચર પો. હેડ કો. સીપીઆઇ કચેરી, રાજાભાઇ ભીખાભાઇ રગીયા પો. કો. અરવિનભાઇ પોપટભાઇ સાપરા પો. કો. લાલજીભાઇ સવજીભાઇ ગઢાદરા પો. કો. મીલનભાઇ ભાયસિંગભાઇ ડવેરા, નારણભાઇ ખીમરાજભાઇ કીડીયા પો. હેડ કો. સીપીઆઇ કચેરી, નિલેશભાઇ દૂદાભાઇ ઝાપડીયા પો. કો. સુરેશભાઇ વલ્લભભાઇ મીઠાપરા પો. કો. તથા વિક્રમસિંહ પ્રતાપસિંહ ગોહીલ ડ્રા. પો. કો. જોડાયા હતાં.






Total Users : 13002
Total views : 15226
Who's Online : 0