Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે નરોડા બેઠક પર કોંગ્રસનો પેચ ફસાયો છે. નરોડા બેઠક પરથી કોંગ્રેસ-NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે.તમને જણાવી દઈએ કે અમદાવાદની નરોડા બેઠક પર NCP અને કોંગ્રેસેનું ગઠબંધન છે.આ બેઠક પર NCPએ નિકુલસિંહ તોમરને ટિકિટ આપી હતી. જોકે છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી. હવે તેમની જગ્યાએ મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે.

સમીકરણ પ્રમાણે નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.નરોડા બેઠક પર ભાજપના ડૉ. પાયલ કુકરાણી, AAPના ઓમપ્રકાશ તિવારી અને NCPના મેઘરાજ ડોડવાણી વચ્ચે ટક્કર થશે.

જાણો નરોડા બેઠકની રસપ્રદ વિગત

નરોડા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 47મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ ઇસ્ટ છે. 1990થી નરોડા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણ ફાટી નીકળ્યા હતા. જેની સૌથી વધુ અસર નરોડા વિસ્તારમાં જોવા મળી હતી. નરોડા પાટિયા કાંડ સમગ્ર દેશમાં એ સમયે ચર્ચાસ્પદ રહ્યો હતો. નરોડા પાટિયા કાંડમાં થયેલા નરસંહારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી.


ચૂંટણી / નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચતા રાજકીય માહોલ ગરમાયો

Related posts

સ્મશાન ઘાટમાં રહેનારા અઘોરીઓ માટે મહાશિવરાત્રીની રાત કેમ ખાસ હોય છે! મૃતદેહો સાથે શારીરિક સંબંધ બનાવે છે, તંત્ર સાધના સાથે માંસ, મદિરાનું સેવન કેમ કરે છે! જાણો રહસ્ય

Ritesh Parmar

ઘોર કળયુગ /લીંબડીમાં સગા ભાઈએ જ પોતાની બહેનનું ગળુ દબાવી હત્યાં કરી નાખી! લાશને કોથળામાં નાખી કુવામાં ફેંકી દીધી, પોલીસે શંકાના આધારે ધરપકડ કરતા સમગ્ર હકીકત સામે આવી

Ritesh Parmar

મહેસાણા/ અમે તૈયાર છીએ, વધામણાં કરવા કાર્યક્રમ યોજાયો: લાંઘણજ તાલુકા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી

Ritesh Parmar

Leave a Comment