
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ વહીવટી તંત્ર દ્વારા દારુબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ શિયાળાની ઋતુમાં ગુજરાતીઓ ખાસ કરીને ફરવા જવાની યોજના બનાવતા હોય છે. જેમાં તેઓ માટે નજીકનું પસંદગીનું સ્થળ દીવ-દમણ હોય છે.ગુજરાતમાં દારુબંધી હોવાથી લોકો દીવ-દમણનો પ્લાન બનાવતા હોય છે. એવામાં ગુજરાત ચૂંટણી સમયે દીવ-દમણ જવાની યોજના બનાવતા લોકો માટે આ સમાચાર જાણવા અગત્યના છે.
હકીકતમાં દીવ-દમણ વહીવટી તંત્ર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના બન્ને તબક્કા દરમિયાન દારુબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત 29મી તારીખ મંગળવાર સાંજે 5 વાગ્યાથી 1 ડિસેમ્બરે 5 વાગ્યા સુધી આમ ત્રણ દિવસ માટે દારુબંધી રહેશે. જે બાદ 3 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યાથી 5 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી દારુબંધી રહેશે.
જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઉપરોક્ત 6 દિવસ માટે ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે.





Total Users : 13130
Total views : 15368
Who's Online : 3