Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં CBI ત્રાટકી, રત્નાકર બેન્કના રીજીયોનલ હેડને સર્ટિફિકેટ કાઢી આપવાના નામે 30 લાખ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

અમદાવાદમાં CBI ત્રાટકી, રત્નાકર બેન્કના રીજીયોનલ હેડને સર્ટિફિકેટ કાઢી આપવાના નામે 30 લાખ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

Our Visitor

013130
Total Users : 13130
Total views : 15369
Who's Online : 3

અમદાવાદમાં CBI ત્રાટકી, રત્નાકર બેન્કના રીજીયોનલ હેડને સર્ટિફિકેટ કાઢી આપવાના નામે 30 લાખ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આજે ગુજરાતમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સપાટો બોલાવી દીધો છે. અમદાવાદમાંથી 30 લાખની લાંચ લેતા બેંક અધિકારીને દબોચી લીધો છે. રત્નાકર બેંકના રિજીયોનલ હેડે સર્ટિફિકેટ કાઢી આપવા લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય પછી બેંકના ટોચના કોઈ અધિકારીઓ સીબીઆઈના સંકજામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ સીબીઆઈને દેશ વ્યાપી કોઈ બેંક રેકેટ અંગે બાતમી મળી હતી, જેમાં દિલ્હી, મુંબઈ, પૂના, અમદાવાદ સહિત પાંચ શહેરોનો સમાવેશ થાય છે. આ સ્થળોએ સીબીઆઈએ ખાનગી તપાસ કરાવતા અમદાવાદના પ્રહલાદનગર રોડ પરની રત્નાકર બેંકની બ્રાન્ચમાં અધિકારીએ વેલ્યુએશન સર્ટિફિકેટ માટે લાંચ માંગી છે, તે પણ રૂ.30 લાખની માંગણી કરી છે તેવી હકીકત સામે આવતા ટ્રેપ ગોઠવી રિજીયોનલ હેડ તરીકે ફરજ બજાવતા બેંકના ટોચના અધિકારી નિમેષ માંગેરને રૂ.30 લાખ સ્વીકારતા રંગે હાથ દબોચી લીધો હતો.

આ તરફ પૂનામાં પણ સીબીઆઈની ટીમે કાર્યવાહી કરી છે. ત્યાંથી રિકવરી હેડને ઝડપી લેવાયો છે. આથી ભ્રષ્ટાચારનું મોટું બેંક કૌભાંડ બહાર આવે તેવી પણ સંભાવના છે.

અમદાવાદમાં CBI ત્રાટકી, રત્નાકર બેન્કના રીજીયોનલ હેડને સર્ટિફિકેટ કાઢી આપવાના નામે 30 લાખ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

Related posts

વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂ -ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસે ઘેર્યા! ગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત બની ગયાના ગંભીર આક્ષેપો કરાયા! ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરી સુત્રોચાર કર્યા

Ritesh Parmar

અમદાવાદ /કડવા પાટીદાર સમાજની દિકરીઓને IAS-IPS બનવાનો ખર્ચ માત્ર 1 રુપીયો-મહિલા મહાઅધિવેશનમાં મહત્વપુર્ણ જાહેરાત

Ritesh Parmar

આ ટેણીયાએ તો કમાલ કરી ભાઈ, મોટા મોટા એન્જીનીયરો ગોથા ખાય જશે! લાકડાથી બનાવી નાખ્યું JCB મશીન, વિડીયો જોનાર થયાં આકર્ષિત

Ritesh Parmar

Leave a Comment