Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂ -ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસે ઘેર્યા! ગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત બની ગયાના ગંભીર આક્ષેપો કરાયા! ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરી સુત્રોચાર કર્યા

Our Visitor

017845
Total Users : 17845
Total views : 21002
Who's Online : 1

વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂ -ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસે ઘેર્યા! ગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત બની ગયાના ગંભીર આક્ષેપો કરાયા! ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરી સુત્રોચાર કર્યા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ડ્રગ્સ-દારૂના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રીને ઘેરી લીધા હતા
શૈલેષ પરમારે એવો આક્ષેપ કર્યો હતો કે, ગતિશીલ ગુજરાત,વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત થઇ ગયું છે
આક્ષેપો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રી રાજીનામું આપે સહિતના સુત્રોચ્ચાર કરી બેનર પ્રદર્શીત કર્યા

રાજય વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડના દારૂ-ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનો જવાબ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. આ પછી વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારના પેટા પ્રશ્નમાં 21 હજાર કરોડના ડ્રગ્સમાં કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના પ્રશ્ન સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ એવો સુત્રોચ્ચાર અને બેનર પ્રદર્શીત કર્યા કે હર્ષ સંઘવીએ તેમનો જવાબ રજૂ કરવા અધ્યક્ષનું રક્ષણ માગવું પડ્યું. સંઘવીએ મને જવાબ રજૂ કરવા રક્ષણ આપો તેવી અધ્યક્ષ સમક્ષ માગ કરી પણ કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર એવો કર્યો કે અધ્યક્ષે પ્રશ્નોત્તરીકાળના સમય સુધી ગૃહને મુલતવી રાખવું પડયું.

મીડિયા અહેવાલ મુજબ, ડ્રગ્સ-દારૂના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રીને ઘેરી લીધા હતા. ઉપનેતા શૈલેષ પરમારે એવો આક્ષેપ કર્યો હતો કે, ગતિશીલ ગુજરાત,વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત થઇ ગયું છે. દારૂ ખુલ્લેઆમ મળે છે, ગુજરાતની બોર્ડર પરના એસપીની હપ્તા સીસ્ટમને કારણે દારૂ પકડાય છે,હદ તો તે થઇ ગઇ છે કે, ડ્રગ્સ ગુજરાતમાં ઘર કરી ગયું છે. તેમના આવા આક્ષેપો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમંત્રી રાજીનામું આપે સહિતના સુત્રોચ્ચાર કરી બેનર પ્રદર્શીત કર્યા હતા.

કેટલાક સભ્યો તેમની જગ્યા છોડીને આગળ આવી જતા ભાજપના ધારાસભ્યોએ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાનમાં ગૃહ રાજય મંત્રીએ જવાબ આપવા પ્રયાસ કર્યો પણ કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર જ એવો કર્યો કે ગૃહ મંત્રીએ અધ્યક્ષ પાસે જવાબ આપે તેવું વાતાવરણ કરવા રક્ષણ માગ્યું હતું.

વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂ -ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસે ઘેર્યા! ગતિશીલ ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત હવે ઉડતા ગુજરાત બની ગયાના ગંભીર આક્ષેપો કરાયા! ધારાસભ્યોએ ગૃહમંત્રીના રાજીનામાંની માંગ કરી સુત્રોચાર કર્યા

Related posts

સુરતના ઓલપાડમાં કોંગ્રેસની અભૂતપૂર્વ કામગીરી, લાખો રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ,લડાયક નેતા દર્શન નાયકે કર્યા ભાજપ ઉપર આકરા પ્રહાર

Ritesh Parmar

અમદાવાદ / સગીરાને ભગાડી મધ્યપ્રદેશ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો! બાદમાં જયારે આ મામલે પોક્સો બળાત્કાર ની ફરિયાદ નોંધાઈ તો સમાધાન કરવા ફાયરિંગ કરાયું, સરદારનગર પોલીસે 3 ની ધરપકડ કરી

Ritesh Parmar

ખેડા / નડિયાદમાં બની હત્યાંની ચકચારી ઘટના! પતિએ પોતાની પત્નીનું ગોળી મારી ઢીમ ઢાળી દીધું, પતિ-પત્ની વચ્ચે તકરારનો કેસ ચાલતો હોવાનું સામે આવ્યું, કોર્ટની મુદ્દતના દિવસે જ પત્નીની ગોળી મારી ક્રૂર હત્યાં નીપજાવી

Ritesh Parmar

Leave a Comment