Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ /કડવા પાટીદાર સમાજની દિકરીઓને IAS-IPS બનવાનો ખર્ચ માત્ર 1 રુપીયો-મહિલા મહાઅધિવેશનમાં મહત્વપુર્ણ જાહેરાત

અમદાવાદ /કડવા પાટીદાર સમાજની દિકરીઓને IAS-IPS બનવાનો ખર્ચ માત્ર 1 રુપીયો-મહિલા મહાઅધિવેશનમાં મહત્વપુર્ણ જાહેરાત

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

અમદાવાદ /કડવા પાટીદાર સમાજની દિકરીઓને IAS-IPS બનવાનો ખર્ચ માત્ર 1 રુપીયો-મહિલા મહાઅધિવેશનમાં મહત્વપુર્ણ જાહેરાત

રીતેશ પરમાર

કડવા પાટીદાર સમાજની દિકરીઓને સોલા ઉમિયા કેમ્પસ ખાતે માત્ર એક રુપીયાની ટોકન ફી લઈને IAS-IPS તથા સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની તાલીમ આપવામાં આવશે.કડવા પાટીદાર સમાજની દિકરીઓ માટે અત્યંત મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
સોલા ઉમિયા કેમ્પસ ખાતે આગામી તારીખ 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીના ભાગરુપે અમદાવાદ અને ગાંધીનગરની પાટીદાર બહેનો માટે મહિલા મહા અધિવેશનનો કાર્યક્રમ યોજાયે હતો.જેમાં 4000 કરતાં પણ વધારે મહિલાઓ પધારી હતી.
આ પ્રસંગે શ્રી ઉમિયા મતાજી સંસ્થાન ઉઝાના માનદ મંત્રી દિલિપ નેતાજીએ મહત્વપુર્ણ જાહેરાત કરી હતી કે ઉમિયા કેમ્પ ખાતે ઉમિયા કેરીયર ડેવલોપમેન્ટ કાર્યરત છે.જેમાં સરકારના વિવિધ વિભાગો માટે યોજાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓ તથા IAS-IPS માટે યુપીએસસી-જીપીએસસી ની પરિક્ષા આપનાર દિકરીઓને માત્ર એક રુપીયાના ટોકનથી તાલીમ આપવામાં આવશે.


સોલા ઉમિયા કેમ્પસની વિશાળ જમીન પર રુપીયા 1500 કરોડના ખર્ચે મહત્વપુર્ણ પ્રોજેક્ટ સાકાર થશે.જેના ભાગરુપે આગામી તારીખે 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવશે.જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે.જે પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતાજીનું 136 ફુટ ઉંચું ભવ્ય મંદિર નિર્માણ કરાશે.તમામા જ્ઞાતીના શ્રધ્ધાળુઓ માટે ભોજન વ્યવસ્થા,બેન્ક્વેટ હોલ ઉપરાંત 1500 દિકરી દિકરીઓ અને વર્કીંગ વુમન માટે અત્યંત સુવિધાયુક્ત અધ્યતન હોસ્ટેલ નિર્માણ કરવામાં આવશે.51 કરોડ જેટલા મા ઉમિયા શરણમ મમ મંત્ર લખેલી મંત્ર બુકને સ્તાપિત કરવામાં આવશે.મહત્વપુર્ણ વાત એ છે કે માત્ર 100 જ દિવસમાં 51 કરોડ મંત્ર લખીને મંત્ર લેખન બુક તૈયાર કરાશે.100 દિવસના ટુંકા ગાળામાં 51 કરોડ મંત્ર લખવાનો રેકોર્ડ થશે.કોઈપણ મંદિર,ધાર્મિક સંસ્થા દ્વારા 100 દિવસમાં 51 કરોડ મંત્ર લેખન તૈયાર કરાયા નથી.મા ફમુયા માતાજી સંસ્થાનના વહીવટમાં બહેનોની શક્તિને પ્રાદાન્ય આપવાના નિર્ણય અંતર્ગત કમિટિમાં બહેનોની સંખ્યા વધારીને 51 કરવાનો નિર્ણય કરાયો છે.સામાન્યમાં સામાન્ય પાટીદાર સભ્ય પણ ગૌરવભેર કહી શકે કે મંદિરનો માલિકી હક્ક મારો છે,એટલે જ દરેક વ્યક્તિને વહીવટી કાર્યમાં સામેલ કરવામાં આવશે.

20 નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભુમિપુજન કાર્યક્રમ યોજાશે.જેમાં 10 હજાર કરતાં પણ વધારે શ્રધ્ધાળુઓ ભાગ લેશે.
મહિલા મહાઅધિવેશન કાર્યક્રમના મુખ્ય આયોજક અને મહિલા કન્વિનર ડો.જાગ્રુતી પટેલએ ઉપસ્થીત બહેનોને શપથ લેવડાવ્યા હતા.સમાજમાંથી કુરીવાજ દુર કરવા,વિધવા બહેનોને માન સન્માન આપવા,તેવી બહેનોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા,દુષણો દુર કરવા,કોટા ખર્ચાઓથી બચવા માટે વિવિધ પ્રેરણાદાયી શપથ લેવડાવવામાં આવ્યા હતા.અમદાવાદ ્ને ગાંધીનગરથી બહેનોને સ્થળ પર લાવવા અને પરત જવા માટે 30 જેટલી એએમટીએસ બસની વ્યવસ્થા કરવમાં આવી હતી.ડો.જાગ્રુતી પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે વહીવટી શક્તિ.યુવા શક્તિ,મહિલા શક્તિનો સમાજના ઉત્થાન અને વિકાસ માટે મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ છે.નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો સંગઠીત બનશે તો સમાજ ઓજસ્વી અને તેજસ્વી બનશે.બહેનોએ પણ મંદિર નિર્માણ માટેની 500 રુપીયાની એક ઈંટ માટે દાન ની સરવાણી વહાવી હતી.જેમાં બહેનોએ 500 રુપીયાથી 5000 રુપીયા સુધીના દાન કર્યા હતા.અમદાવાદના પુર્વ વિસ્તારમાં પણ મા ઉમિયા માતાજીનું મંદિર અને સોલા ઉમિયા કેમ્પસ જેવી સંસ્થાના નિર્માણની કાર્યવાહીને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખાસ નોંધ-આ સાથે કાર્યક્રમના ફોટા આપેલ છે.


અમદાવાદ /કડવા પાટીદાર સમાજની દિકરીઓને IAS-IPS બનવાનો ખર્ચ માત્ર 1 રુપીયો-મહિલા મહાઅધિવેશનમાં મહત્વપુર્ણ જાહેરાત

Related posts

ગુજરાત પોલીસના પગાર વધારાના પરિપત્રને જાહેર નહી કરવાથી પોલીસને પગાર વધારો નહિ મળે તેવી અટકળોને લાગશે પૂર્ણ વિરામ! ગુજરાત પોલીસની દિવાળી એક મહિનો વહેલી આવશે, સોમવારે પગાર વધારાનો પરિપત્ર કરાશે જાહેર

Phone: 9998685264.

દારૂ ભરેલી કાર પોલીસ કર્મચારી ઉપર ચઢાવી હત્યાં કરવાની કોશિશ કરી બે શખ્સો ફરાર, સુરતના હોવાનું ખુલ્યું,

Phone: 9998685264.

ગુજરાતનાં રાજકારણમાં મોટી ઉથલપાથલ, ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું એકાએક રાજીનામુ,

Phone: 9998685264.

Leave a Comment