Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બાયડ / સરપંચ અને મહિલાના ઓડિયો કલીપમાં ચોકાવનારો ઘટસ્ફોટ, સરપંચ અને તેમના પુત્ર સામે બળાત્કારનો ગુનો નોંધાતા ખળબળાટ

બાયડ / સરપંચ અને મહિલાના ઓડિયો કલીપમાં ચોકાવનારો ઘટસ્ફોટ, સરપંચ અને તેમના પુત્ર સામે બળાત્કારનો ગુનો નોંધાતા ખળબળાટ

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

બાયડ / સરપંચ અને મહિલાના ઓડિયો કલીપમાં ચોકાવનારો ઘટસ્ફોટ, સરપંચ અને તેમના પુત્ર સામે બળાત્કારનો ગુનો નોંધાતા ખળબળાટ

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

બાયડ તાલુકામાં અગાઉ સરપંચ અને મહિલા વચ્ચેનો એક ચોંકાવનારી ઓડિયો વાયરલ થયા બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જાણવાજોગ આધારે પોલીસે તપાસ કરતાં ઓડિયોમાં બોલનાર સરપંચ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. મહિલા સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હોવાનો ગુનો સરપંચ અને તેના પુત્ર વિરુદ્ધ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે.
બાયડ પોલીસે આરોપી પિતા પુત્ર વિરુદ્ધ 376 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.

સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના એક ગામે અગાઉ સનસનીખેજ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં એક પુરુષ સામેવાળી મહિલાને અત્યંત ખરાબ ગાળો બોલી જા તારી સાથે મેં પણ દુષ્કર્મ કર્યું તેવું કહે છે. જેનો અટલ સમાચાર ડોટ કોમ દ્વારા રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. જોકે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા પહેલાં મહિલાએ બળાત્કાર અને જમીનના પૈસા મામલે ફરિયાદ અરજી આપી હતી. આથી બાયડ પોલીસે ઓડિયો ક્લિપ અને અરજી આધારે તપાસ કરી આખરે ગુનો દાખલ કર્યો છે. જેમાં બાયડ તાલુકાના લાંક ગામના સરપંચ કાળુસિંહ રામસિંહ ઝાલા અને તેના પુત્ર મનહરસિંહ કાળુસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. મહિલાની ફરિયાદ મુજબ સરપંચ અને તેના પુત્રએ ગત તા. 7/5/2020 થી અવારનવાર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ સાથે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે. લાંક ગ્રામ પંચાયતના સરપંચ અને તેના પુત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થતાં પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલાએ સરપંચ અને તેના પુત્ર સહિત કુલ 4 લોકો વિરુદ્ધ અરજી આપી હતી. જેમાં બાયડ પોલીસે તપાસ કરી 2 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવવા સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઇને એસપી અને હાઇકોર્ટ સુધી દોડધામ કરી હતી. આખરે ગત સોમવારે બાયડ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં જ લાંક ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


બાયડ / સરપંચ અને મહિલાના ઓડિયો કલીપમાં ચોકાવનારો ઘટસ્ફોટ, સરપંચ અને તેમના પુત્ર સામે બળાત્કારનો ગુનો નોંધાતા ખળબળાટ

Related posts

કૃષિ વિભાગ કુંભકર્ણની નિંદ્રા ત્યજી જિલ્લામાં હાથ ધરે સર્ચ!
ખાતર બિયારણ જંતુનાશક દવાઓની પેઢીઓને ત્યાં ચકાસણી હાથ ધરાય તે અત્યંત જરૂરી,
સુરત જિલ્લા તંત્રની કામગીરી સાવ તળિયે: દર્શન નાયક નેતા કોંગ્રેસ

Ritesh Parmar

સહકારી આગેવાન દર્શન નાયકે ચીફ વિજિલન્સ કમિશ્નર અને ગુજરાતનાં મુખ્ય સચિવને કરી ફરિયાદ, આપખુદશાહી રીતે વહીવટ ચલાવતા જિલ્લાના રજીસ્ટ્રાર સામે આખરે કરાઈ ફરિયાદ

Ritesh Parmar

અત્યાચાર /સત્યના’ પારખા’ માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં ડૂબાડ્યો
પાડોશી મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ

Ritesh Parmar

Leave a Comment