Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિશ્વાસઘાત / અમદાવાદના નરોડામાં વેપારી સાથે પોતાના વિશ્વાસુ કારીગરે પીઠમાં છરો ભોક્યો, માલીકના 1 કરોડ 25 લાખના દાગીના લઈ રફુ ચક્કર

વિશ્વાસઘાત / અમદાવાદના નરોડામાં વેપારી સાથે પોતાના વિશ્વાસુ કારીગરે પીઠમાં છરો ભોક્યો, માલીકના 1 કરોડ 25 લાખના દાગીના લઈ રફુ ચક્કર

Our Visitor

012981
Total Users : 12981
Total views : 15200
Who's Online : 0

વિશ્વાસઘાત / અમદાવાદના નરોડામાં વેપારી સાથે પોતાના વિશ્વાસુ કારીગરે પીઠમાં છરો ભોક્યો, માલીકના 1 કરોડ 25 લાખના દાગીના લઈ રફુ ચક્કર

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદના નિકોલમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. વેપારી સાથે કામ કરતાં કારીગરે જ પીઠમાં છરો ભોક્યો હોય એમ પોતાના માલિકના 1 કરોડ 25 લાખ રૂપિયાના સોનાના દાગીના લઈ નાસી છૂટ્યો છે. કરીગર દાગીના સહિત એક્ટીવા લઇ ફરાર થયો છે. આ બનાવ બાદ વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં કરોડોની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદ માણેક ચોક વિસ્તારમાં આવેલી M H જ્વેલર્સ નામની દુકાનના માલિક મુકેશભાઈ અને કારીગર આનંદસિંહ 2 થેલામાં 4 કિલો 625 ગ્રામ સોનાના જડતરવાળા દાગીના સોનીઓની દુકાને બતાવવા નીકળ્યાં હતાં.
ત્યારે રસ્તામાં વેપારી મુકેશભાઈ નરોડા આદિશ્વર કેનાલ પાસે એક્ટીવા ઊભું રાખી સોનાની ભાળ કારીગરને સોંપી કુદરતી હાજતે ગયા હતા પણ કારીગર આનંદસિંહનું મન મેલુ હતું, મુકેશભાઈ શૌચ કરવા ગયા ત્યારે આનંદસિંહ તક ઝડપી 1.25 કરોડના ઘરેણાં ભરેલી બેગ એક્ટીવા સાથે લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વેપારીએ પોલીસ સ્ટેશનમાં જઈ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી.

વેપારીએ ફરિયાદમાં કહ્યું હતું કે, સોનાના દાગીના ભરેલી બેગ લઈ કારીગર ફરાર થઇ ગયો છે. સાથે જ એકટીવા પણ ચોરી ગયો છે. વેપારીની ફરિયાદ અનુસાર, કારીગર એક્ટીવા સહિત 4 કિલો 625 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયો છે. આ કારીગર મૂળ રાજસ્થાનનો છે. જે વેપારીના ત્યાં કામ કરતો હતો. મૂળ રાજસ્થાનના કારીગર આનંદ રાજપૂત અને આનંદને નોકરી રખાવનાર ગણેશ ઘાંચી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સોનાના દાગીનાની કિંમત 1.25 કરોડ રૂપિયા જેટલી થાય છે.

પોલીસે ફરિયાદના આધારે આરોપી કારીગર અને તેના સાગરીતને પકડવાની તજવીજ હાથ ધરી છે. હાલ તો ચોરીના આ બનાવના પગલે વેપારી ચિંતામાં મુકાયા છે.


વિશ્વાસઘાત / અમદાવાદના નરોડામાં વેપારી સાથે પોતાના વિશ્વાસુ કારીગરે પીઠમાં છરો ભોક્યો, માલીકના 1 કરોડ 25 લાખના દાગીના લઈ રફુ ચક્કર

Related posts

ધુમાડો ધુમાડો થયો અવધ આસામ એક્સપ્રેસનો AC કોચ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ, કયા કારણોસર થયો એસી કોચમાં ધુમાડો, જુઓ વિડીયો

Ritesh Parmar

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

Ritesh Parmar

વડોદરા / મહિલા ધારાસભ્ય વિરૃદ્ધ ગુમ થયાના પોસ્ટર લાગ્યા! મનીષા વકીલ સામે સ્થાનિક નાગરીકનો વિરોધ! ચૂંટણી આવી રહી છે, ગુમ થયાં છો તો ગુમ રહેજો! બે હાથ જોડવા ના આવતા : યોગેન્દ્ર પરમાર

Ritesh Parmar

Leave a Comment