Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

જાહેર નોકરનો સમાજ વિરોધી ગંભીર ગુનો : ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
સમાજ સાથે ગુનાહિત વિશ્વાસઘાત, કડકમાં કડક સજા જરૂરી : સરકારી વકીલ

વર્ષ 2003 માં LCB એ પકડેલા મુદામાલના રોકડા બી ડિવિઝન પોલીસ મથકમાં મુકાયા હતા
ક્રાઈમ રાઈટર હેડ, કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મીઓએ પ્લાન બનાવી રૂપિયા ચોરી કર્યા હતાબાદમાં બાકોરું પાડી ચોરી થઈ હોવાની વાર્તા ઘડી કાઢી પણ ષડયંત્રમાં સફળ ન થયા
ભરૂચ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટે 19 વર્ષ પહેલાંની શહેરના બી ડિવિઝન પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાંથી 3 પોલીસ કર્મીઓએ જ રૂ25 લાખની કરેલી ચોરીમાં 13 વર્ષની સાદી સજાનો હુકમ કર્યો છે. વર્ષ 2003માં 12 જૂન ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી જીલાની એસ.ટી.ડી. પી.સી.ઓ માંથી હવાલા કાંડના આરોપીઓને રૂપિયા 25 લાખ રોકડા સાથે પડકી લીધા હતા.જે મુદ્દામાલ શહેર બી ડિવિઝનના મુદ્દામાલ રૂમમાં સલામત રાખવામાં આવ્યા હતા. જેની ચાવી તે સમયે ફરજ બજાવતા ક્રાઈમ હેડ રાઇટર રસિક જાતરભાઈ વસાવા, કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરસોતમ પટેલ અને અશ્વિન સુકાભાઈ કટારા પાસે હોય તે સમયના પી.આઈ. રજા ઉપર હોય આ લાખોની રકમ ચોરી કરવા 21 જુલાઈ 2003 ના પ્લાન ઘડી કાઢ્યો હતો.

13 વર્ષની સજા પામેલા 2 પોલીસ કર્મી આરોપી રસિક વસાવા અને રાજેન્દ્ર પટેલ
રૂપિયા 25 લાખ ત્રણેય પોલીસ કર્મીઓએ ચોરી પ્લાન મુજબ મુદ્દામાલ રૂમની પાછળ બાકોરું પાડ્યું હતું. જોકે તેઓ ઝડપાઇ જવા સાથે ચોરેલો મુદ્દામાલ રીકવર કરાયો હતો. પોલીસ સ્ટેશનમાં જ 25 લાખની ચોરીની સનસનીખેજ ઘટનામાં તત્કાલીન રેન્જ આઈ.જી. રાકેશ આસ્થાના ભરૂચ દોડી આવી તે સમયે જિલ્લા પોલીસ વડા અમરસિંગ વસાવાને તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તપાસમાં 3 પોલીસ કર્મીઓ જ ચોર નીકળતા રોકડા રિકવર કરી તેઓની ધરપકડ કરાઈ હતી. આ કેસ ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી.જેઠવાની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ તરીકે આર.કે.પટેલ અને ત્યારબાદ હાલના એ.બી.ધાસુરાએ દલીલો કરી હતી.

કોર્ટની ટ્રાયલ દરમિયાન આરોપી પોલીસ કર્મી અશ્વિન કટારા મૃત્યુ પામ્યા હતા. સરકારી વકીલ ધાસુરાએ દલીલમાં કોર્ટને કહ્યું હતું કે, આ સમાજ સાથે ગંભીર વિશ્વાસઘાત છે. સમાજ ઉપરનો ગંભીર પ્રકારનો ગુનો કડકમાં કડક સજા થવી જોઈએ.

ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ તમામ પુરાવાઓ, દલીલો ધ્યાને લઇ ગુરૂવારે ચુકાદો આપતા કહ્યું હતું કે, જાહેર નોકરનો આ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. જેમાં બન્ને પોલીસ કર્મીઓ રસિક વસાવા અને રાજેન્દ્ર પટેલને સરકારી મુદ્દામાલની ચોરી, ષડયંત્ર, મદદગારી સહિતના ગુનામાં કસૂરવાર ઠેરવી 13 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. સાથે જ બન્ને આરોપી પોલીસ કર્મીઓને રૂપિયા 20 હજારનો દંડ પણ ફટકારાયો છે.

જીલાની STD PCO માંથી LCB એ હવાલાના ₹25 લાખ સાથે 2 આરોપી પકડાયા હતા
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે 12 જૂન 2003માં પશ્ચિમ શહેરના જીલાની એસ.ટી.ડી. પી.સી.ઓ. માંથી હવાલા કાંડ પકડી પાડ્યું હતું. બે આરોપીઓની રૂપિયા 25 લાખ રોકડા સાથે ધરપકડ કરાઈ હતી. અને બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કઈ મુદ્દામાલ રૂપે રોકડા 25 લાખ પોલીસ સ્ટેશનના સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા હતા.

તે સમયના બી ડિવિઝન પી.આઈ. રજા પર હોય આરોપી પોલીસ કર્મીઓએ રોકડ ચોરીના પ્લાનને આપ્યો અંજામ
તે સમયે ફરજ બજાવતા બી ડિવિઝન પી.આઈ. રજા ઉપર હોય આરોપી પોલીસ કર્મીઓએ લાખો પડેલા રોકડા અને હાથમાં રહેલી ચાવી ને લઈ ચોરીનો પ્લાન ઘડી નાખ્યો. 25 લાખ ચોરી મુદ્દામાલની પાછળની દીવાલમાં જાતે જ બાકારું પાડી રોકડા ચોરી થયા હોવાની નક્કી થયેલા ષડયંત્ર મુજબ વારદાત ઘડી કાઢી હતી.


ભરૂચ / પોલીસકર્મીઓ દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા 25 લાખ ચોરી કરવાનાં મામલે સજાનો હુકમ! બે પોલીસકર્મીઓને થઈ 13 વર્ષની સજા

Related posts

અમદાવાદ શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે, મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં અમદાવાદનું કનેકશન સામે આવ્યું

Ritesh Parmar

ઓલ ગુજરાત વાલી મંડળનું ગુજરાતનાં શિક્ષણમંત્રીને પત્ર, કહ્યું ધોરણ 1 થી 12 ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવે, કોરોના વકર્યો

Ritesh Parmar

સુરતમાં ઉપરા છાપરી ચાર હત્યાઓ, કાયદો અને વ્યવ્યસ્થાની સ્થિતિ કથળાઈ, ગૃહમંત્રીના શહેરમાં હત્યાઓના બનતા બનાવો પોલીસ માટે ચેલેન્જ, લોકોમાં ફફડાટ ફેલાયો

Ritesh Parmar

Leave a Comment